SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક કથાઓ* 419 દેવીએ આપેલ રત્નોમાંથી કરોડોનું નાણું પ્રાપ્ત કરી સુમતિ ધનાઢ્ય બન્યો. આમ ભક્તામરના ત્રીજા-ચોથા શ્લોકના પ્રભાવથી તે શાંતિમય જીવન ગુજારવા લાગ્યો. શ્રી ગુણાકરસૂરિએ જણાવેલ આ બીજી પ્રભાવક કથામાં ત્રીજા-ચોથા શ્લોકનો પ્રભાવ દર્શાવવામાં આવ્યો છે જે દ્વારા સંસારસમુદ્રની સાથે સાથે ભવસમુદ્રને પણ તરી શકાય છે. પ્રભાવક કથા-૩ (શ્લોક ૫-૬-૭) પાટલીપુત્ર નામના શહેરમાં સુધન નામનો એક શેઠ રહેતો હતો, ત્યાંનો રાજા ભીમ હતો. આ બંને જૈનધર્મી હતા. એક સમયે તે શહેરમાં ધૂલીપ નામનો કાપાલિક આવ્યો. તેણે ચેટક સાધ્ય કરેલો હોવાથી ત્યાંના લોકોને ચમત્કાર બતાવી પોતાની તરફ આકર્ષી લીધા. ગામ આખામાંથી ફક્ત સુધન શેઠ અને રાજા ભીમ ધૂલીપ પાસે જતા ન હતા. તેઓ માનતા હતા કે, નમસ્કાર મંત્ર જેવો મંત્ર, શત્રુંજય પર્વત જેવો પવિત્ર પર્વત અને વીતરાગ સમાન દેવ ભૂતકાળમાં થયા નથી અને ભવિષ્યમાં થશે પણ નહિ.' સુધન શેઠ અને રાજા પોતાને પાખંડી, ધૂર્ત, મિથ્યાત્વી માને છે, તેવું સાંભળીને ધૂલીપ એકદમ ક્રોધાયમાન થયો અને ક્ષુદ્ર ચેટકદેવની સહાયથી તેણે શેઠ અને રાજાના ઘરમાં ધૂળ અને પથ્થરોની વૃષ્ટિ કરાવી. આ વૃષ્ટિ એટલી તીવ્ર હતી કે ગૂંગળાઈને મરી જવાય, પરંતુ બંનેના ધર્મજ્ઞાને તેમના પર આવી પડેલી ચિંતાથી તેમને મુક્ત કર્યા. ભક્તામર સ્તોત્રના સાતમા શ્લોકનું શુદ્ધ, શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવા લાગ્યા. સ્તોત્રના પ્રભાવથી શ્રી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાં. ચક્રેશ્વરી દેવીએ જૈન શાસનની પ્રભાવના વધારવા માટે રાજા અને શેઠના ઘરમાંથી ધૂળ અને પથ્થરો દૂર કરી, ધૂલીપ યોગીના સ્થાનકમાં મૂક્યાં. ધૂલીપના જાણવામાં આવતાં તેણે ઘણો પ્રયત્ન કર્યા પણ કોઈ પણ દેવી-દેવતાથી ધૂળ-પથ્થર દૂર થઈ શક્યાં નહીં. આથી કાપાલિક પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યો. સમ્યક્ ભાવે ધર્મ સાંભળવાથી ધૂલીપ યોગી સુધન શેઠને ગુરુ તરીકે માનવા લાગ્યા. આ પ્રસંગના પરિણામરૂપ લોકો ભક્તામર સ્તોત્ર અને જૈન ધર્મ પ્રત્યે વિશેષ શ્રદ્ધાવાન થયા. પ્રભાવક કથા-૪ (શ્લોક ૮-૯) વસંતપુર નામના નગરમાં કેશવ નામનો નિર્ધન વણિક રહેતો હતો. દરિદ્રતાના કારણે તે અનેક જાતનાં પાપકર્મ કરી પોતાની આજીવિકા ચલાવતો હતો. એક દિવસ તે જૈન મુનિની ધર્મદેશના સાંભળવા અર્થે ગયો. ધર્મોપદેશથી કેશવના મનમાં અહિંસા પ્રત્યે શ્રદ્ધા જાગી અને તેણે મુનિ પાસેથી ભક્તામર સ્તોત્ર શીખી લીધું અને નિત્ય પાઠ કરવા લાગ્યો. ધનપ્રાપ્તિ માટે તે પરદેશ ૨વાના થયો. માર્ગમાં ભૂલો પડ્યો અને સામે ગર્જના કરતો સિંહ જોયો. તેથી તે ભય પામ્યો અને શ્લોક ૮-૯નો પાઠ કરવા લાગ્યો. શ્લોકના પ્રભાવથી સિંહ નાસી ગયો. ત્યાંથી કેશવ આગળ ચાલ્યો. રસ્તામાં એક કાપાલિક મળ્યો. તેણે કહ્યું કે આ રસકૂપિકામાં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy