SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ 411. શકાતું નથી, તેમાં શું આશ્ચર્ય છે ? આ કથનને અશ્વઘોષે સૌંદર્યલહરી'માં આ રીતે રજૂ કર્યું तुं : तथा हि वीराः पुरुषा न ते मता, जयन्ति ये साश्वरयद्विपान् नरान् । यथा मता वीरतरा मनीषिणो जयन्ति लोलानि षडिन्द्रियाणि ॥ - શ્રી માનતુંગસૂરિ પૂર્વાશ્રમમાં વેદવાણી રહ્યા હશે એવા કંઈક સંકેત સ્તોત્રમાં યત્ર-તત્ર મળી આવે છે. અપૂર્વ દીપકત્વ, સૂર્યાતિશાયી, મહાભ્ય અને અનલ્પ કાંતિશાળી ચંદ્રનું વર્ણન ઇષ્ટ પ્રત્યેની અનન્ય ભક્તિનું ઉદાહરણ છે. જે વૈદિક સાહિત્યમાં આવેલા અથર્વશીર્ષોની પરંપરાને અનુસરેલા લાગે છે. ૨૧મા અને ૨૩મા પદમાં માનતુંગસૂરિ પોતાના હરિહરાદિ લક્ષિત પૂર્વદર્શનનો ઉલ્લેખ કરે છે, જે આ પ્રમાણે છે : मन्ये वरं हरि-हरादय-एव दृष्टा । दृष्टेषु येषु हृदयं त्वायि तोषमेति ।। આના સિવાય સ્તોત્રના ૨૩મા પદ્યમાં શ્રતવાક્યનો ખંડ સમાવિષ્ટ થયો છે. त्वामामनन्ति मुनयः परमं पुमांस मादित्यवर्णममलं तमसः परस्तात् । त्वमेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु, નાન્ય: શિવઃ શિવયસ્થ મુનીન્દ્ર ! પસ્થા: || આ પંક્તિની સરખામણી શુક્લ યજુર્વેદ (અધ્યાય-૩૧)ના પુરુષસૂક્તમાં પણ આ મુજબ જોવા મળે છે : वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यपर्ण तमसः परस्तात् । तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यत्यऽयनाथ ।।१८।। ઋગ્વદમાં પણ આના અંતિમ શબ્દો નજરે પડે છે. કેમકે ત્યાં એવો ઉલ્લેખ છે કે - ॐ नग्नं सुधीरं दिग्वाससं ब्रह्मगर्भ सनातनं उपैमि । वीरं पुरुषमर्हन्तमादित्यवर्ण तमसः परस्तात् स्वाहा ।। તથા શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૮માં પણ તે વાક્યાંશ પ્રાપ્ત થાય છે જે આ પ્રમાણે છે : कविं पुराणमनुशासितार - मणोरणीयां समनुस्मरेत् यः । सर्वस्य धातारमचिन्त्यरूप - मादित्यवर्ण तमसः परस्तात् ।।९।। આ ઉપરથી અનુમાન થાય છે કે અંતિમ ચરણ એ શ્રુતવાક્ય છે અને તેને શ્લોકમાં શ્રી માનતુંગસૂરિએ ગુંફિત કરી લીધું છે. ૩૬મા પદ્યમાં પણ ઉત્પત્તિનપવનોઘનિત્પ' તથા ૧૫મા પદ્યમાં પણ બન્યાન્ત
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy