SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ 400 | ભક્તામર તુલ્ય નમઃ | એકવચન-બહુવચન જેવો વચનોનો દોષ આવે છે, છતાંય તેને દોષ ન માનતાં વચન વ્યભિચારરૂપ અલંકાર માને છે. કોઈ તો બે પંક્તિઓ જુદી જુદી હોવાનું પણ નોંધે છે. આ પંક્તિઓ છે . તેની ઇથા નામની મહત્ત્વ, નેવે તુ શમતેષ વાવુકપુ !' આવી બે પંક્તિઓ તેઓ નોંધે છે. વળી પૂ. મેઘવિજયજી ઉપાધ્યાય પણ આ બે પંક્તિના ઠેકાણે નીચે પ્રમાણે બે પંક્તિ આપે છે. ‘તેનો મળી સમુપયાતિ મહત્ત્વ વથા મહત્ત્વ નૈવ તથા વિશે નેવું વારે" " અહીં જોઈ શકાય છે કે જો મૂળ પાઠના ઠેકાણે થોડો પણ ફેરફાર કરવા જઈએ છીએ તો પાર વિનાના ફેરફાર થતા જ જાય છે. માટે એક જ ધ્યાન રાખવું : “સિદ્ધચ રાતિ ર્વિતનીયા' જે પૂર્વ પરંપરાથી ચાલ્યું આવે છે તે જ પરંપરાને અનુસરવું. શ્લોક ૩૬ના બીજા ચરણમાં પાઠ આ પ્રમાણે છે : दावानलं ज्वलित मुज्ज्वलमुत्स्फुलिंगम् । અત્યારે ઘણાં પુસ્તકોમાં આ પાઠમાં સ્કુલિંગના સ્થાને ‘કુલિંગમ' પાઠ છે. આ પાઠ કોઈક પ્રતિઓમાંથી શ્રી સિદ્ધચંદ્ર ઉપાધ્યાયની સમક્ષ પણ આવ્યો હોવો જોઈએ. પોતાની ટીકામાં લખે છે કે – 'यधप्यत्र फुलिंग इति पाठः प्रामादिक एव प्रतिभाति सकरादित्पेन फुलिंगशब्दस्य नामकौशादो प्रतीतत्वात् । तथापि महाकवि प्रयुक्तप्रयोगत्वात् अस्य स्तोत्रस्य मंत्राक्षरमयत्वाच्च पठ्यमान एव पाठः प्रामाणिक इति पश्यामः । क्वचितु स्फुलिंगमिति दंत्यसकारसयुक्तोऽपि पाठो दृश्यते । तदंगीकारे तु न चाशंका, नचोत्तरमित्यपसेयं । ઉવસગ્ગહરં સ્તોત્રમાં ચિંતામણિ મંત્ર જેવા મંત્રમાં સ્કુલિંગ' શબ્દ આવતો હોવાથી સ્તોત્રકારે સ્ફલિંગ શબ્દ જ વાપર્યો હોય તો તે અંગે શંકા કરવા જેવું નથી. માટે ફલિંગ શબ્દ જો વાપરતા હોય તો તેના સ્થાને સ્ફલિંગ શબ્દ પાઠમાં બોલવો જોઈએ. અત્યાર સુધી જોયેલા પાઠોમાં પાઠાંતર ન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે પરંતુ શ્રી રતનલાલ કટારિયાએ પ્રચલિત પાઠમાં એક પાઠાન્તરના આધારે બહુ જ મહત્ત્વનો સુધારો સૂચિત કર્યો છે. તેઓ જણાવે છે કે “શ્લોક ૪રમા (શ્વેતામ્બર પાઠ પ્રમાણે શ્લોક ૩૮માં) વનવતામણિ ભૂપતીનામ' પાઠ પ્રચલિત છે. જેનો અર્થ એ છે કે યુદ્ધમાં બળવાન રાજાઓની સેનાનો પણ આપના સ્તવનથી શીઘ વિનાશ થઈ જાય છે. આના પર સંભવતઃ આશંકા થાય છે કે બળવાન રાજા તો સ્વપક્ષમાં અને સ્વયં પણ થઈ શકે છે. તો સ્તુતિકાર તેનો વિનાશ કેવી રીતે ઇચ્છે ? એનું સમાધાન વિ. સં. ૧૫૬૩ના બસવા ગામના એક ગુટકથી થાય છે. એમાં “વનવતામરિ ભૂપતીના શુદ્ધ પાઠ આવી ગયો છે. જેનો શ્લોકાર્થ આ પ્રમાણે થાય છે કે યુદ્ધમાં બળવાન શત્રુ-રાજાઓની
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy