SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ 394 ॥ ભક્તામર તુથ્થું નમઃ । ઉદાસીનતા, પરમાત્મા પ્રત્યેની ૫૨મ આસક્તિ વગેરેના કા૨ણે તથા શ્રવણ, કીર્તન, સેવન, અર્ચન આદિ રતિભાવનાં ઉપાંગોને લીધે દાસ્ય અથવા આત્મનિવેદનરૂપ રતિભાવનાં અંગોનું પોષણ થવાથી આ સ્તોત્ર પણ ભક્તિરસનું ઉત્તમ ઉદાહરણ છે અને અલૌકિક ગુણગણસંપન્ન ભગવાન શ્રી આદિનાથને સર્વસ્વ અર્પણ કરવાની દૃઢ નિષ્ઠા તેમાં કારણભૂત છે. અર્થાત્ પ્રભુના ચરણયુગલમાં સંપૂર્ણ શરણાગતિ અને દાસ્યભાવે ભક્તિ કરી છે. ܀ જૈન ધર્મમાં મહાન આચાર્યોએ ભક્તિરસથી રચાયેલા સ્તોત્ર દ્વારા ભગવાનને સમર્પિત થવાની પ્રેરણા આપી છે. ભારતીય દર્શનોમાં ભક્તિ-યોગને સર્વાધિક મહત્તા આપવામાં આવી છે. ભગવાનને સમર્પિત થઈને વિવિધ પ્રકારે તેની ભક્તિ કરવામાં આવે છે. અર્થાત્ ભક્તિના પણ પ્રકારો છે અને જુદા જુદા પ્રકારે પ્રભુની ભક્તિ ક૨વામાં આવી છે. ભક્તિના ભેદો ઉપર વિચાર કરીએ તો શાસ્ત્રકારોએ તેના બે ભેદો બતાવ્યા છે. (૧) સાધનાભક્તિ અને (૨) રતિભક્તિ અથવા પ્રેમભક્તિ. સાધનાભક્તિમાં ભક્ત ઉપાસ્યની પ્રાપ્તિ માટે વિવિધ સાધનોનો આશ્રય લઈ ઇષ્ટને સાધ્ય કરવા પ્રયત્ન કરે છે. જ્યારે પ્રેમભક્તિમાં શાંતરતિ, દાસ્યરતિ, સખ્યરતિ, વાત્સલ્યરતિ અને મધુ૨૨તિના આધારે ઇષ્ટના ગુણોનું ચિંતન થાય છે. શાંતરિત એ જ શાંતરસ છે. શાંતરસમાં પોતાને વામન માની પરમાત્માના અનંત ગુણોનું વર્ણન મનન વગેરે થાય છે. પ્રભુની ભક્તવત્સલતા આદિ ગુણોના શ્રવણમાત્રથી જેમનું મન અવિરત રૂપે નદીનો પ્રવાહ જેમ સમુદ્રની તરફ જ વહે છે, તેમ વહેતું રહે છે તેને બીજા શબ્દોમાં અહેતુકી ભક્તિ કહેવાય છે તેવી જ ‘અહેતુકી ભક્તિ’ આચાર્યશ્રી માનતુંગસૂરિએ અભિવ્યક્ત કરી છે. કોઈ પણ સ્થળે એમ નથી કહ્યું કે તમે મારાં કષ્ટોને દૂર કરો. તેઓ તો પ્રભુના ગુણોને માળામાં પરોવવામાં જ તલ્લીન હતા. શ્રી માનતુંગસૂરિએ ઉપર્યુક્ત જણાવેલ ભક્તિમાંથી દાસ્યભાવે ભક્તિ કરી છે. તેમાં તેમણે કોઈ પણ પ્રકારની યાચના કરી નથી. ‘અહેતુકી-ભક્તિ'ની જ અભિવ્યક્તિ કરી છે. અથ-થી ઇતિ સુધી ક્યાંય પણ કોઈ પણ જાતની યાચના-માગણી તેઓએ કરી નથી. ભલેને તેઓ રાજા દ્વારા કરવામાં આવેલા ઉપસર્ગોનો—કષ્ટોનો સામનો કરી રહ્યા હોય છતાં સમગ્ર સ્તોત્રમાં ક્યાંય પણ યાચકભાવ દૃષ્ટિગોચર થતો નથી. તેમણે દર્શાવેલો ભક્તિરસ ત્યાં સુધી ન પ્રગટે જ્યાં સુધી પોતાની લઘુતા પ્રગટ ન કરે. આના સંદર્ભમાં ડૉ. શેખરચંદ્ર જૈન જણાવે છે કે “દાસ્યભાવની ભક્તિ હોવાને કારણે અથ-થી ઇતિ સુધી એમની નમ્રતા કે લઘુતા પ્રગટ થઈ છે, સ્વયંને અલ્પબુદ્ધિ માનવું એ સૂચિત કરે છે કે જ્યાં સુધી ભક્તિમાંથી ‘અહમ્' દૂર ન થાય ત્યાં સુધી ભક્તિનો સંભવ નથી. જ્ઞાનનો મદ જ ભક્તિમાં બાધક હોય છે. ત્યારે તો તેઓ સ્વયંને બુદ્ધિહીન કહે છે અને મહાન આદિનાથ પ્રભુના ગુણગાન કરવાને બાલચેષ્ટા માને છે. પોતાના પ્રયાસને તેઓ એવો જ માને છે જેમ કે કોઈ બુદ્ધિહીન પ્રલયકારી સાગરને હાથથી તરીને પાર કરવાને ઇચ્છે. બૃહસ્પતિ પણ જેના ગુણગાન નથી કરી શકતા. એના ગુણગાન કરવાની ધૃષ્ટતા કરવાની પ્રેરણા એમની અનંત ભક્તિ જ આપે છે.૪
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy