________________
386 ભક્તામર તુલ્યું નમઃ || પઘોથી જુદી જ કક્ષાની જણાય છે. નિર્ણયસાગર પ્રેસના સંપાદકોએ આ પદ્યો માટે નોંધ કરી છે કે, “ભીરતારથી શરૂ થતાં આ ચાર પદ્યો કોઈક વિદ્વાને મણિમાલામાં કાચના ટુકડા બેસાડી દે તેવી જ રીતે શ્રી માનતુંગસૂરિની મૌલિક રચનામાં બેસાડી દીધાં છે. કોઈ પણ કાવ્યનો જાણકાર આ ચાર પદ્યોને અન્ય પદ્યોથી તેના કાવ્યત્વની મનોકારિતા, રમણીયતા, અલૌકિકતા આદિથી જુદા પાડે છે. આથી જ શ્વેતામ્બર સંપ્રદાય આ પદ્યોને પ્રક્ષિપ્ત માને છે. તદ્ઉપરાંત આ અતિરિક્ત પદ્યનાં જુદાં જુદાં ગુચ્છકો પણ મળી આવે છે. જે “મીરતાથી જુદાં છે. શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રીને નાત: પર: પરમવયોમિથેથી થી શરૂ થતું ચાર પદ્યાનું ગુચ્છક પ્રાપ્ત થયું છે. જૈન મિત્રમાં છપાયેલું ગુચ્છક : સંરતુવે કુળમૃતાં સુમતો વિમતિ છે. શ્રી કટારિયાને મળેલા બીજકાવ્યવાળું ચાર પદ્યનું ગુચ્છક ડૉ ગારનાથ મનુનેવતંર છે, જ્યારે શ્રી સારાભાઈ નવાબને ચાર પદ્યવાળું મળેલું ગુચ્છક આ પ્રમાણે છે : “વિશ્વવિમો: સુમન : વિરુન વર્ષત્તિ વગેરે.” “મીરતાર સિવાયનાં અન્ય ત્રણ ગુચ્છકો પણ મળી આવે છે. આથી પદ્યોની એકાત્મકતા નથી જળવાતી. આ ચાર પદ્યનાં ગુચ્છકો ભિન્ન ભિન્ન છે. જ્યારે માનતુંગસૂરિનાં મૂળ ૪૪ પદ્યો ક્યારેય પણ બદલાતાં જોવા મળતાં નથી. વિ. સં. ૧૪૨૬માં ગુણાકરસૂરિની રચાયેલી ભક્તામર વૃત્તિમાં પણ આ ૪૪ પદ્યો જ છે. ત્યારથી આજ સુધીમાં અન્ય કોઈ પણ પ્રકારનો ફેરફાર દૃષ્ટિગોચર થયો નથી. જ્યારે આ અતિરિક્ત ગણાતાં પદ્યોમાં આવાં ચાર ચાર ગુચ્છકો મળી આવે છે. જે પરથી જણાઈ આવે છે કે આ પઘો મૂળ સ્તોત્રકારનાં નથી પરંતુ અન્ય કોઈએ પાછળથી કરેલી રચના છે. જો આ ચારે ગુચ્છકોનો સમાવેશ કરવામાં આવે તો પદ્યસંખ્યા ૪૪+૧૬ ૬૦ પર પહોંચે છે જે માનતુંગસૂરિજીની રચના ન હોઈ શકે.
શ્રી માનતુંગસૂરિએ સ્તોત્રમાં ચાર પ્રતિહાર્યોનું વર્ણન કર્યું છે તેમાં અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને છત્રનું વર્ણન કરેલું છે. બાકી રહેલા અન્ય ચાર પ્રતિહાર્યોનું વર્ણન કરેલું નથી. ક્રમાનુસાર જોઈએ તો સૂરિજીએ ક્રમ પ્રમાણે પ્રતિહાર્યોનું વર્ણન કરેલું નથી. કારણ કે પ્રતિહાર્યનો ક્રમ આ પ્રમાણે છે : (૧) અશોકવૃક્ષ (૨) પુષ્પવૃષ્ટિ (૩) દિવ્ય ધ્વનિ (૪) ચામર (૫) આસન (૬) ભામંડળ (૭) દુંદુભિ અને (૮) છત્ર.
આ ક્રમ પ્રમાણે સૂરિજીએ પ્રથમ અશોકવૃક્ષ, બીજા ક્રમે ચામર, ત્રીજા ક્રમે આસન અને ચોથા ક્રમે છત્રનું વર્ણન કરેલું હોવું જોઈએ. જ્યારે સ્તોત્રમાં કવિવર્યએ એવું કર્યું નથી. આમ કરવાથી કાવ્યરસમાં કોઈ ક્ષતિ જણાતી નથી. કવિ તો મનમાં કલ્પના આવતી જાય અને તે પ્રમાણે તેમના કંઠમાંથી પાણીનો પ્રવાહ વહેતો જાય છે અને તેમાં જ તેની મૌલિકતા રહેલી છે.
કવિ હંમેશાં ક્રમને જ અનુસરે એવું હોતું નથી. પરંતુ મનમાં ઊઠતી કલ્પનાના તરંગોને આધારે તે કાવ્યની રચના કરે છે.
ભક્તામર સ્તોત્ર પર સૌથી વિશેષ પ્રમાણમાં વૃત્તિઓ, અવચૂર્ણિઓ, ચૂર્ણિ બાલાવબોધો ઇત્યાદિ રચાયાં છે. જે ૪૪ પદ્યો પર જ રચાયેલી છે. જો આ સ્તોત્રની પદ્યસંખ્યા ૪૮ હોત તો વૃત્તિકારો ૪૮ પદ્યો પર જ ટીકાઓ રચત. ૪૮માંથી ૪ પદ્યો કાઢી નાખવાનું કારણ શું હોઈ