SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ 372 ।। ભક્તામર તુલ્યું નમઃ ।। ઔપચારિક ઉપમા છે. દિગમ્બર સંપ્રદાયમાં બાહ્ય ઉદાહરણો યોગ્ય નથી. કાવ્ય ૨૯માં તીર્થંકર ભગવાનને સિંહાસનમાં બિરાજેલા બતાવ્યા છે. કલ્યાણમંદિર સ્તોત્ર, કાવ્ય ૨૩માં પણ આ જ પ્રમાણે છે દિગમ્બર સમાજ ભગવાનને સિંહાસનથી અલગ ઉપર રહેલા માને છે. જ્યારે આ શ્લોકમાં પ્રભુ અને સિંહાસનનો સંબંધ બતાવવામાં આવ્યો છે. કાવ્ય ૨૮, ૨૯, ૩૦, ૩૧માં પ્રભુની દેવકૃત વિભૂતિઓ અશોકવૃક્ષ, સિંહાસન, છત્ર અને ચામરનું વર્ણન કરે છે. તીર્થંકરની સ્તુતિમાં આ નિકટવર્તી વિભૂતિનું વર્ણન યોગ્ય માનવામાં આવ્યું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની ઉપ૨ શેષનાગની ફણા કરવામાં આવે છે, તે પણ સ્વયંની વિભૂતિ છે, તેવી જ રીતે અભિષેક, પુષ્પમાળા, આંગીરચના, રક્ષારોહણ અને કરોડો રૂપિયાના મંદિર વગેરે વિભૂતિઓના હોવાથી વીતરાગવીતરાગ જ છે. દિગમ્બર સંપ્રદાય આનાથી સહમત નથી. આ સ્તોત્રમાં મહિમાદર્શક દૂરવર્તી વિભૂતિ જેમકે પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ભામંડળ અને દુંદુભિનું વર્ણન નથી કરવામાં આવ્યું. તે વર્ણનના અભાવ અને નિકટવર્તી વિભૂતિના સદ્ભાવથી અંગપૂજાનો પક્ષ સપ્રમાણ થઈ જાય છે. આ દિગમ્બર વિદ્વાનોને ગમ્યું નહિ અને તેઓએ નવાં ૪ કાવ્ય બનાવીને આ સ્તોત્રમાં જોડી દીધાં. હકીકતમાં ભક્તામર સ્તોત્રના ૪૪ શ્લોક છે. વિક્રમની ૧૨મી શતાબ્દીમાં ભક્તામર વૃત્તિકારો એ ૪૪ શ્લોકો પર જ વૃત્તિ રચી છે અને આજે પણ શ્વેતામ્બર સંપ્રદાય ૪૪ શ્લોકને જ માને છે. પરંતુ દિગમ્બર સંપ્રદાય ૪૮ કાવ્યોને માને છે. શ્લોક ૨૯માં દેવકૃત કમળ રચનાનું વર્ણન છે. શ્લોક ૩૩માં નિકટવર્તી વિભૂતિઓના ગુણગાન છે. શ્લોક ૩૪માં ભયભેદનું વર્ણન કર્યું છે. કાવ્ય ૪૪માં માળા ધારણ કરવાનો નિર્દેશ છે. દિગમ્બર સમાજ એ બધાનો વિરોધ કરે છે.’’ આ બધાથી આચાર્ય માનતુંગસૂરિનું શ્વેતામ્બર હોવાનું સિદ્ધ થાય છે. દિગમ્બર સંપ્રદાય માનતુંગસૂરિના ભક્તામર સ્તોત્રથી મુગ્ધ થઈને તેને શાસ્ત્રની શ્રેણીમાં દાખલ કરીને તેમને દિગમ્બર આચાર્ય માની લે છે. દિગમ્બર આચાર્યોએ તેમના જીવનને સ્વીકાર્યું છે. માત્ર તેમાંથી ગચ્છ, ગુરુ, શિષ્ય અને બીજી ગ્રંથરચનાને ઉડાવી દીધી છે. મહાપુરુષના સારા, સુંદર ગ્રંથને સ્વીકારવા એ ન્યાય છે. પરંતુ તેમના ઉપર પોતાના સંપ્રદાયની મહોર, છાપ લગાવી દેવી જે કોઈ પણ રીતે યોગ્ય નથી. સારાંશ આ છે કે, “આચાર્ય માનતુંગસૂરિ શ્વેતામ્બર આચાર્ય છે અને તમને તથા તમારા ભક્તામર સ્તોત્રને દિગમ્બર સંપ્રદાયે સ્વીકાર્યા છે.’૨૧ મુનિરાજ શ્રી દર્શનવિજયની શ્રી માનતુંગસૂરિને તથા ભક્તામર સ્તોત્રને શ્વેતામ્બર સાબિત કરવાની લગભગ દરેક દલીલ, દરેક મુદ્દાને દિગમ્બર વિદ્વાનો ખૂબ જ સાહજિકતાથી ખંડન કરી શકે છે; જેમ કે, સોપ્રથમ દિગમ્બર સંપ્રદાય બાહ્ય ઉપમાઓનો સહારો લઈને પ્રભુના મહિમાના ગુણગાન
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy