________________
પદ્યસંખ્યાની સમસ્યા 367 માનતુંગસૂરિની મૂળ રચના જેવી ભાષા, શૈલી, કાંતિ, ઓજસ, પદ, લાલિત્ય અને નર્તનતા આ સર્વનો સર્વથા અભાવ જોવા મળે છે.
ગ્રંથભંડારોમાંથી પ્રાપ્ત થતી ભક્તામર સ્તોત્રની પ્રાચીન પ્રતોમાં શ્વેતામ્બર માન્ય પાઠની પ્રાચીન પ્રતો, પાટણ, ખંભાત, જેસલમેર અને પૂનાના જ્ઞાન-ગ્રંથભંડારોમાં ઉપલબ્ધ છે. જેમાંથી પાટણ, ખંભાત અને જેસલમેરમાં તો અનેક તાડપત્રીય પોથીઓ મળી આવે છે. પાટણ સૂચિ ગ્રંથોમાં લિપિ પર ચોક્કસ કાળ નથી આપવામાં આવ્યો અને જે પોથીઓ પર લિપિનો ચોક્કસ સમય લખવામાં આવ્યો છે. તેમાંથી નકલ કરવામાં આવેલી અનેક કૃતિઓમાંથી એકાદ જ આદર્શ નકલ હોય છે. આને ભક્તામર સ્તોત્રનો લિપિકાળ માની ન શકાય. પરંતુ ખંભાત અને જેસલમેરમાંથી મળી આવતી પ્રતોમાં લિપિ પરથી ચોક્કસ સમય મળી આવે છે જે ત્યાં સૂચિગ્રંથોમાં આપવામાં આવ્યો છે. એના પરથી અનુમાન કરી શકાય છે. આમાંથી જ પ્રાચીનતમ પ્રત છે તે ઈ. સ. ૧૩મી સદીની છે અને કોઈક તો ૧૨મી સદીના ઉત્તરાર્ધની હોવાની પણ સંભાવના છે. આવી જ વાત ખંભાતના ભંડારોની ત્રણ પ્રતોની પણ છે. ત્યાં પણ ત્રણમાંથી સૌથી પ્રાચીન છે તે ઈ. સ. ૧૩મી સદીમાં લિપિબદ્ધ થઈ હોય એવું અનુમાન થઈ શકે છે અને આજ વાત પાટણની પ્રતોના વિષયમાં પણ માનવી પડે તેમ છે.
આ વિષયના સંદર્ભમાં શ્રી જ્યોતિ પ્રસાદ જૈને ભક્તામર સ્તોત્રના ઉપલક્ષમાં જે દિગમ્બર રચનાઓ રચાય છે તેની તોલવદેશીય નાગચંદ્ર મુનિની ઈ. સ. ૧૪૭૫માં વિરચિત પંચ સ્તોત્ર ટીકા'થી લઈને ઈ. સ. ૧૮૩પ સુધીની ક્રમબંધ માહિતી આપી છે. તેઓશ્રી લખે છે કે “આના સિવાય સિહાન્વયના મુનિ ધર્મસિંહના શિષ્ય મુનિ રત્નસિંહનું પ્રાણપ્રિય કાવ્ય જે ૪૮ શ્લોકોની પાદપૂર્તિરૂપ છે તેને ૧૮મી સદીની રચના અને તેના રચયિતા રત્નસિંહ જે લોકગચ્છીય સાધુ માનવાને માટે નાહટાજીની પાસે કયો આધાર છે એ તેઓએ ક્યાંય સૂચિત કર્યું નથી. રત્નસિંહ સ્વયં પોતાને સિંહ સંઘના અનુયાયી બતાવે છે (શ્રી સિંહસંઘસુવિયવ - ધર્મસિંહ - પથારવિન્દ્ર મધુરિમુનિ રત્નસિંe:) સ્વ. પંડિત નાથુરામ પ્રેમી (જૈન સાહિત્ય કા ઇતિહાસપૃ. ૪૯૪) આમ તો પરિચય આપી ચૂક્યાં છે. અમારું અનુમાન છે. પાહુડ દોહા(અપભ્રંશ)ના કર્તા મુનિ રામસિંહ(જેમનો સમય નાહટાજી પણ ૧૧મી સદીના મધ્યભાગ સ્વીકારે છે.)ની પરંપરામાં ઉપરોક્ત ધર્મસિંહ અને રત્નસિંહ થયા છે. સિંહસંઘ દિગમ્બર આ માન્યતાનો જ એક સંઘ હતો અને ૧૨મી કે ૧૩મી સદી પછી એનો કોઈ ઉલ્લેખ જોવામાં આવતો નથી. અતઃ સંભાવના છે કે મુનિ રત્નસિંહ અને તેમનું પ્રાણપ્રિય કાવ્ય ૧૨ કે ૧૩મી સદીનું હોય. અમૃતલાલજીએ એક અન્ય સમસ્યાપૂર્તિ કાવ્ય “ભક્તામર શતીનો પણ ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે તેનાથી પણ ૪૮ સંખ્યાનું સમર્થન થાય છે પરંતુ તેઓએ એ નથી જણાવ્યું કે આ દિગમ્બર રચના છે કે શ્વેતામ્બર. નાહટાજી પણ આ વિષયમાં મૌન થઈ ગયા એવું લાગે છે કે આના રચયિતા કોઈ શ્વેતામ્બર વિદ્વાન જ છે. જો એમ હોય તો શ્વેતામ્બર પરંપરામાં ૪૮ શ્લોક પાઠ પ્રચલિત હોવાને સમર્થન મળે છે. શ્વેતામ્બર સંપ્રદાયના જ સ્થાનકવાસી આદિ પેટા સંપ્રદાયોમાં ૪૮ શ્લોકનો પાઠ પ્રચલિત છે. ત્રીજું જેમ કે શાસ્ત્રીજીએ સ્પષ્ટ કર્યું છે અને નાહટાજીએ પણ સ્વીકાર કર્યો છે કે