SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પધસંખ્યાની સમસ્યા છે 353 સમીક્ષા ઉપર્યુક્ત કરી ચૂક્યા છીએ. એમાં ૪૮ અને ૪૪ શ્લોકના મુદ્દાને લઈને ક્યાંય પણ તર્કબદ્ધ અભિગમ જોવા મળતો નથી, નથી પૂર્ણ રૂપથી પરીક્ષણ થયેલું, નથી વિષ પૃથક્કરણ, ન સંતુલિત પ્રસ્તુતીકરણ. એમાંથી ઘણાંએ પૂર સ્તોત્ર પણ જોયું ન હોય એવું જણાય છે અને તેમની દલીલ કે યુક્તિઓમાં પણ વજન કે વજૂદ જણાતું નથી. શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રી જે અજ્ઞાત શ્વેતામ્બર જનો સાથે લડી રહ્યા હતા અને એમની યુક્તિઓને નિઃસાર સાબિત કરી રહ્યા હતા. તે ન તો યુક્તિઓ હતી અને ન તો તે વાતો પ્રમાણભૂત હતી. આ બધા જ દિગમ્બર વિદ્વાનોમાંથી કોઈએ પણ પ્રચલિત વધારાના શ્લોકવાળા પાઠની પ્રાચીનતા સિદ્ધ કરવાને માટે કોઈ પણ પ્રાચીન પ્રતો રજૂ કરી નથી અને ન તો એમાંથી લેવામાં આવેલા પ્રાચીન ઉલ્લેખનો પ્રમાણરૂપ કોઈ પુરાવો રજૂ કર્યો. દરેક વિદ્વાનોએ પોતપોતાના મનથી ખુલાસો કરીને ફક્ત પોતાને સાચા મનાવવા માટે અને શ્વેતામ્બર પાઠના ૪૪ પાઠના અસ્તિત્વ પર આરોપ લગાવીને એને માત્ર ગુનેગાર જ ઠરાવી રહ્યા છે. પંડિત દુર્ગાપ્રસાદ શાસ્ત્રી, પુણસીકર પાંડુરંગ, કાશીનાથ શર્મા જેવા જેનેતર વિદ્વાનો અને ડૉ. હીરાલાલ કાપડિયા જેવા મોટા ભાગના શ્વેતામ્બર વિદ્વાનોના મંતવ્યોને લક્ષમાં લીધાં જ નથી. “શ્મીરતવાળા ચાર શ્લોકીય ગુચ્છકને છોડીને બીજા બધા ચાર વિશેષ શ્લોકવાળા ગુચ્છકોને દિગમ્બર વિદ્વાનોએ કૃત્રિમ કરાર આપ્યો તે સાચી રીતે જ આપ્યો છે. ડૉ. હીરાલાલ કાપડિયાએ જણાવેલ અને સારાભાઈ નવાબવાળું ચોથું ગુચ્છક પરીક્ષણ કર્યા વગર – વિશ્લેષણ કર્યા વગર, માત્ર તેના પ્રત્યેના અહોભાવથી અને એનો વિશેષ પ્રચાર અને પ્રસાર થવાથી તેને મૌલિક માનવામાં આવ્યું અને આ ગુચ્છકમાં એવા પણ ગુણોનું આરોપણ કરવામાં આવ્યું જે મૂળભૂત ૪૪ શ્લોકમાં છે. પરંતુ એવા ગુણો આમાં દેખા પણ દેતા નથી. તે છતાં આ ગુચ્છકને તે મૂળભૂત શ્લોક જેવા જ છે એવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આ વિશેષ પ્રચલિત “ીરતારવાળું ગુચ્છક પણ એટલું જ બનાવટી છે. જેટલાં કે બીજા ચાર ગુચ્છકો છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેવી રીતે? ઉદાહરણ તરીકે એ શ્લોકને લઈને સમજી શકાય તેમ છે. મીરતીરવાળા શ્લોકના ત્રીજા પદમાં “ઘોષM . પોષ5: જેવા વિશિષ્ટ પ્રકારના છેકાનુપ્રાસ વગેરે પ્રકારના અલંકારની ઉપસ્થિતિ જોવા મળે છે. જે બહુધા મધ્યકાલીન યુગની દેન માનવામાં આવે છે. શ્રી માનતુંગસૂરિના દરેક શ્લોકમાં અલોકિક કાવ્યત્વ અને નર્તન દેખાઈ આવે છે. જ્યારે અહીંયા “મન્દીર-સુંવર – મેરુ સુપરિનીત' જેવાં એકબે મધુર પદ સિવાય બાકીનાં બધાં પદો સાધારણ કોટીનાં જણાય છે. એમાં માનતુંગાચાર્યની રચના જેવા ઓજસ, કાંતિ અને મનોહારિતાનો લગભગ લોપ થયેલો જોવા મળે છે. એના સિવાય પણ “સત્તાનારિ – સુમોર – વૃષ્ટિ રુદ્ધા” કે “વિવ્યા વિ. પતિ તે વરસાં તતિ" જેવાં પદોમાં કોઈ નર્તનતા, રસિકતા, રસાત્મકતા દેખાઈ દેતી નથી. આ ગુચ્છકના પ્રથમ શ્લોકનું અંતિમ પદ દુમિર્નતિ તે ચાર : પ્રવાહી – અને ચોથા શ્લોકનું બીજું પદ “સદ્ધર્મ – તત્ત્વ – થનૈવ – પશ્વિનોવામાં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy