SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ 334 * || ભક્તામર તુલ્યું નમઃ ।। ત્રણ ભવ, ભવિષ્યના જન્મના ત્રણ ભવ અને વર્તમાનનો એક ભવ એમ સાત ભવને વિશે જોઈ શકે છે. અર્થાત્ ભવ્યાત્માને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના રૂપમાં જાતિસ્મરણજ્ઞાન થાય છે અને ટૂંક સમયમાં મોક્ષપદને પામે છે. પ્રભુનું આ મુખ જ્ઞાનદર્પણ જેવું છે. જેમાં જોતાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને શાશ્વત સુખના અધિકારી બનાય છે. પ્રભુએ જે આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે તેવું નિજ સ્વરૂપ ભામંડળને જોનાર ભવ્યાત્માને પ્રાપ્ત કરે છે. શ્લોક ૪થો स्वर्गापवर्गगम मार्ग विभार्गणेष्टः, सद्धर्मतत्त्वकथनैक पटुस्त्रिलोक्याम् । दिव्यध्वनिर्भवति ते विशदार्थ सर्वभाषास्वभाव परिणामगुणैर्प्रयोज्यः । । ४ । । (દિગમ્બર અને સ્થાનકવાસી સંપ્રદાયમાં ભક્તામર સ્તોત્રમાં આ શ્લોક ૩૫મો છે.) પદ્મીદાતા કુશળ અતિશે, મોક્ષ ને સ્વર્ગ બંને, સાચો ધર્મી ત્રિજગભરમાં, શુદ્ધ તત્ત્વે પ્રવીણ; એવો તારો વિશદ ધ્વનિ ભાવાર્થ ગૂઢ ભરેલો, ભાષા ગુણે સકળ પરિણામે સ્વભાવે રહેલો. (૪) શબ્દાર્થ સ્વ – દેવલોક, અપવર્ગ – નિર્વાણલોકમાં, મમń – જવા માટે, વિમાર્ઝવેલ્ટ: – – બતાવવા માટે અભીષ્ટ-સહાયક, ત્રિતોવસાત્ – ત્રણે લોકને વિષે, સદ્ધર્મતત્ત્વચનૈપડુ – સમ્યક્ ધર્મનાં તત્ત્વોના કથન કરવામાં નિપુણ, વિશદ્ – વિસ્તૃત, સ્પષ્ટ, અર્થ – પદાર્થો (દ્રવ્ય, ગુણ, પર્યાય અને તેના ભાવ) ને બતાવવામાં સક્ષમ તથા, સર્વમાલા – તમામ ભાષાઓના, સ્વમાવ - ગુણને, પરિામ્ – પરિણત થતાં, મુળઃ – ગુણોથી, પ્રયો – યુક્ત, તે – આપની, વિદ્યધ્વનિઃ - અલૌકિક વાણી, મતિ – થઈ છે / બને છે. - ભાવાર્થ : હે ભગવાન ! આપનો દિવ્યધ્વનિ સ્વર્ગ તેમજ પરંપરાએ મોક્ષનો માર્ગ બતાવવામાં કુશળ તેમજ નિપુણ છે. ત્રણ લોકના જીવોને ધર્મનું સ્વરૂપ સમજાવવામાં સમર્થ છે. ત્રણ જગતમાં ૨હેલા અનંતાનંત પદાર્થોના દ્રવ્ય, સ્વભાવ તેમજ પર્યાય સ્વભાવનું તેમાં નિરૂપણ આવે છે, અને આપનો દિવ્યધ્વનિ નિરક્ષરી હોવા છતાં દરેક જીવોને પોતપોતાની ભાષામાં રૂપાંતર થઈ તેમના સમજવામાં આવી જાય છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy