SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર - 323 ચોરભય એટલે કે ચોર તરફનો ભય. આ બંને ભયને ભયહર સ્તોત્રમાં દર્શાવવામાં આવ્યાં છે. જ્યારે ભક્તામર સ્તોત્રમાં તેના સ્થાને સમુદ્રભય અને બંધનભય એમ બે ભયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સ્તોત્રના પઠનથી આઠ ભય સિવાયના અન્ય ભયો પણ નાશ પામે છે. સૂરિજીએ આ આઠ પ્રકારના ભયોનું નિરૂપણ કરેલું છે તેનું વિભાજન કરવામાં આવે તો હાથી, સિંહ અને સર્પનો ભય એ તિર્યંચ ઉપસર્ગ છે. દાવાનલ અને વડવાનલનો ભય એ નિસર્ગકત ઉપસર્ગ છે. યુદ્ધ એ મનુષ્યકૃત ઉપસર્ગ છે. જ્યારે છેલ્લા બે જલોદર અને બંધનનો ભય એ કર્મકતા ઉપસર્ગ છે. તિર્યચકૃત, નિસર્ગકૃત, મનુષ્યકત અને કર્મફત જે આઠ ઉપસર્ગો બતાવ્યા છે તે અન્ય અનેક ભયોનું પ્રતિનિધિત્વ કરે છે. અને અન્ય નિવારણમાં પણ સહાયભૂત થાય છે. લઘુશાંતિ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે, उपसर्गाः क्षयं यान्ति छिद्यते विघ्नवल्लयः । " मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे ।। અર્થાત્ જિનેશ્વરની ભક્તિથી ઉપસર્ગો દૂર થાય છે. વિઘ્નરૂપી લતાઓનો છેદ થાય છે અને મન પ્રસન્ન રહે છે. જિનેશ્વરની ભક્તિથી કોઈ પણ પ્રકારના ઉપસર્ગોનો નાશ થાય છે. કોઈ પણ જાતનાં વિઘ્નો દૂર થાય છે અને મને હંમેશાં પ્રસન્ન રહે છે. પ્રભુનું નામસ્મરણ જ્યાં છે ત્યાં કોઈ જ દુઃખ નથી. આનંદ જ આનંદ પ્રવર્તે છે. મન પ્રસન્ન છે, આનંદિત છે. ત્યાં અન્ય કોઈ ભય તેને સતાવી શકતો નથી. મનની પ્રસન્નતા એ જ પંચમહાવ્રતપૂર્વકનો સામાયિક ભાવ છે. નમુત્થણે સૂત્ર જેની રચના ઇન્દ્ર કરી છે તેનું બીજું નામ શિકસ્તવ' છે. આ સૂત્રમાં પ્રથમ શબ્દ ણમો અરિહંતાણં ભગવંતાણં છે. એટલે કે અરિહંત ભગવાનને નમસ્કાર અને આ સૂત્રના છેલ્લા શબ્દો ણમો જિણાણે જિઅભયાણં' એટલે કે જેણે ભયને જીત્યો છે એવા જિનેશ્વર ભગવાનને નમસ્કાર એમ કહ્યું. અહીં માનતુંગસૂરિએ “ભક્તામર સ્તોત્રના પ્રથમ શ્લોકમાં સમ્યક્ પ્રણમ્ય' એટલે કે ભગવાનને પ્રથમ સમ્યક પ્રકારે પ્રણામ કરીને એ શબ્દોથી સ્તોત્રની શરૂઆત કરી અને ૪૩મી ગાથામાં તસ્યાસુ નાશ મુપયાતિ ભયં ભિયેવ' એટલે કે ભય પોતે જ ભય પામીને ભાગી ગયો. આમ બંને સ્તોત્રમાં ભયની વાત કરી છે. શ્લોક ૪૪મો स्तोत्रस्रजं तव जिनेन्द्र ! गुणैर्निबद्धां भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कण्ठगतामजस्रं તે “માનતુહા' મવશા સમુપૈતિ નક્ષ્મી: ||૪||
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy