SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ 311 શ્રી ભક્તામર સ્તોત્ર બીજી બાજુ શસ્ત્રના પ્રહારની વાત. એમાં વળી પ્રભુની સ્તુતિની વાત ખૂબ જ અટપટી લાગે છે. તેથી જૈન ધર્મને, અહિંસાને માનનારાઓ આ શ્લોકને હિંસાના સંદર્ભમાં નથી સ્વીકારતા. તેઓ સ્વીકારે છે કે જેમાં વિઘ્ન આવે કે સ્વરક્ષણનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિમાં તે જિનેશ્વર પ્રભુનું શરણ સ્વીકારે છે અને તેની જીત થાય છે. આચાર્ય મહાપ્રજ્ઞ આના અનુસંધાનમાં જણાવે છે કે, ઋષભ સ્તુતિ દ્વારા તે એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે જેનો જય પક્ષ દુર્રય છે. કમજોર હશે એ તો આક્રમણ જ નહિ કરે. દુર્જય શક્તિએ જ આક્રમણ કર્યું હશે. તેને એ જીતી લે છે અને તે જીતમાં આપની સ્તુતિનો સહયોગ મળી જાય છે.’૫૩ દુર્જય શત્રુએ જે આક્રમણ કર્યું છે તેને કમજોર રાજા જીતી શકે તેમ નથી. પણ આક્રમણરૂપી વિઘ્નને દૂર કરવા પ્રભુના ચરણકમળમાં આશ્રય લઈ તેની સ્તુતિ કરવાથી વિજય અવશ્ય પ્રાપ્ત થાય છે. શક્તિની સાથે ભક્તિ ભળે છે. શક્તિ ઓછી હોય તે ભક્તિનો આશ્રય લે છે. શક્તિનું પૂરક તત્ત્વ ભક્તિ છે. ભક્તિ દ્વારા શક્તિ વધે છે, વિઘ્ન દૂર થાય છે. દુર્જેય શત્રુની સામે પ્રભુના નામનું સુરક્ષાકવચ મળી જતાં વિજયશ્રી પ્રાપ્ત થાય છે. શ્લોક ૪૦મો ܀ अम्भोनिधौ क्षुभितभीषणनक्रचक्रपाठीनपीठभयदोल्वणवाडवाग्नौ । रङ्गतरङ्गशिखरस्थितयानपात्रा त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ||४०|| જ્યાં ત્યાં કૂદાકૂદ કરી રહ્યાં નક્રચક્રો ફરે છે, જેમાં મોજાં અહિં તહિં બહુ જોરથી ઉછળે છે; એવા અબ્ધિમહિં કદિ અહા યાત્રિકો જો ફસાયે, સંભારે જો પ્રભુજી તમને ભીતિ તો દૂર થાય. (૪૦) - શબ્દાર્થ અમ્મો નિધી – સમુદ્રમાં, સુમિત ભીષન ક્ષોભ પામવાને લીધે ભયંકર બનેલા, ન ઘ – મગરમચ્છોનો સમૂહ, પાટીન પીઢ – પીઠ અને પાઠીન જાતિની માછલીઓ, મયર્ ઉજ્વળ વાડવાગ્નિ – ભયંકર બનેલા એવા વિનાશક વડવાન(લ), રડા તરફના શિવર સ્થિત – ઊછળી રહેલા મોજાંઓના અગ્રભાગ ઉપર રહેલા અને ડોલાયમાન થઈ રહેલા, યાનપાત્રા: વહાણમાં બેઠેલાઓ, ત્રાસમ્ વિહાય – અકસ્માતમાંથી ઊગરી (બચીને), મવતઃ સ્મરળાવ્ – આપના સ્મરણથી, व्रजन्ति સ્વસ્થાનકે પહોંચી જાય છે. —
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy