SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ 308 ॥ ભક્તામર તુલ્યું નમઃ । શ્લોક ૩૯મો कुन्ताग्रभिन्नगजशोणितवारिवाहवेगावतारतरणातुरयोधभीमे । युद्धे जयं विजितदुर्जयजेयपक्षास्त्वत्पादपङ्कजवनाश्रयिणो लभन्ते ।। ३९ ।। ભોંકાતાં જ્યાં કરિ શરીરમાં લોહીધારા વહે છે, તેમાં મ્હાલી અહિંતહિં અહા સૈનિકો તો રહે છે; જે સંગ્રામે નવ રહી કદિ જિતકેરી નિશાની, લીધું જેણે શરણ તુજ જો હાર હોયે જ શાની ? (૩૯) શબ્દાર્થ ત્વત્ પાવપઙનવન – આપના ચરણરૂપી કમળના સમૂહનો, આયિળો – આશ્રય કરનારા, પુત્તાપ્રમિન્ત - ભાલાના અગ્રભાગથી ભેદાયેલા, રાખ શોભિત હાથીઓના લોહી, વારિવાદ લોહીરૂપી જલપ્રવાહ, વેળાવતાર ઝડપથી ઊતરવામાં, તરળ આતુર તરવા માટે આતુર, યોષ - સુભટ, યોદ્ધા, ભીમે યુદ્ધે – ભયંકર યુદ્ધમાં, નયમ્ – વિજય, વિનિત ટુર્નય પક્ષાઃ જીતી શકાય તેવા, નેય પક્ષા: મુશ્કેલીથી શત્રુ પક્ષ, જમત્તે મેળવે છે. ભાવાર્થ : — - - 1 – હે ભગવન્ત ! ભાલાઓના અગ્રભાગથી ભેદાયેલા હાથીઓના લોહીરૂપી જલપ્રવાહમાં વેગથી ઊતરવા અને તરવા માટે આતુર થયેલા યોદ્ધાઓથી ભયંકર બનેલ એવા યુદ્ધમાં આપના ચરણકમળરૂપી વનનો આશ્રય લેનારા ભક્તજનો દુર્જય એવા શત્રુ પક્ષને જીતીને વિજય પ્રાપ્ત કરે છે. વિવેચન : ગાથા ૩૯ સ્તોત્રકાર સૂરિજીએ યુદ્ધની અન્ય વિકટ પરિસ્થિતિમાં પ્રભુનું નામ-સ્મરણ અને તેનું શરણ કેવું સહાયકારી થાય છે, તે બતાવ્યું છે. પ્રભુનું શરણ રક્ષણ પૂરું પાડે છે. રક્ષણનાં બે મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે - શક્તિ અને ભક્તિ. કોઈક વ્યક્તિ એટલી બધી શક્તિશાળી હોય છે કે તે પોતાનું રક્ષણ પોતે જ કરી લે છે અને જેનામાં ઓછી શક્તિ હોય છે તે પ્રભુની ભક્તિનો આશ્રય લે છે. શક્તિનું પૂરક તત્ત્વ ભક્તિ છે. ભક્તિ દ્વારા શક્તિ વધે છે. વિઘ્ન દૂર થાય છે અને રક્ષણ મળે છે. શક્તિના વિકાસ માટે જે ઉપાયોનું આલંબન લેવામાં આવે છે, તેમાં ભક્તિ બહુ મોટું તત્ત્વ છે. સૂરિજી યુદ્ધવિજયનો એક ઉપાય અહીં બતાવી રહ્યા છે. તેઓ કહે છે કે હે પ્રભુ ! ભાલાનો
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy