SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક ૩૮મો શ્રી ભક્તામર સ્તોત્ર જ 305 - वल्गत्तुरङ्गजगर्जितभीमनादमाजौ बलं बलवतामपिभूपतीनाम् । उद्यद्दिवाकरमयूखशिखापविद्धं, त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ।। ३८ ।। અશ્વો કૂદે કરિગણ કરે ભીમનાદો અતિશે, એવી સેના સમભૂમિમાં રાતી જિતમિષે; ભેદાયે તે તુરત પ્રભુજી આપનાં કીર્તનોથી, જાણે નાસે તિમિર સઘળાં સૂર્યનાં કિરણોથી. (૩૮) શબ્દાર્થ વાત્ – ઊછળી રહેલા, તુરઙા – ઘોડા, વખાÍિતમીમનાવમ્ – હાથીઓના ભયંક૨ અવાજ, आजौबलम् अपि યુદ્ધમાં શત્રુ સૈન્ય પણ, વનવતામ્ – શક્તિશાળી, મૂતીનામ્ – રાજાઓનું, સઘત્ વિવાર - ઉદય પામી રહેલા સૂર્ય, મયૂāશિવા – કિરણોના અગ્ર ભાગ વડે, અવિદ્યુમ્ – દૂર કરાયેલા, તૃત્ વીર્તનાત્ – આપની સ્તુતિ કરવાથી, તમ:વ – અંધકારની જેમ, આશુ – શીઘ્ર, મિલાપતિ નાશ પામે છે, હણાઈ જાય છે. ભાવાર્થ : જેમ ઉદય પામતા (ઊગતા) સૂર્યનાં કિરણોના અગ્રભાગથી રાત્રિનો અંધકાર નાશ પામે છે તેમ રણસંગ્રામમાં બલવાન શત્રુ રાજાઓનું ઘોડા અને હાથીઓના ભયંકર ગર્જના કરતું શક્તિશાળી સૈન્ય પણ આપની સ્તુતિ કરવાથી શીઘ્ર હણાઈ જાય છે. વિવેચન : ગાથા ૩૮ સ્તોત્રકાર સૂરિજીએ યુદ્ધ જેવા વિકટ સમયે પ્રભુનું નામસ્મરણ કરવાથી બળવાન સેન્ય પણ તેમાં સંપૂર્ણ પરાભવ પામે છે તે બતાવતાં પ્રભુ પ્રત્યેની તેમની સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરી છે. સૂરિજી આ પ્રસંગને વર્ણવતાં જણાવે છે કે શક્તિશાળી શત્રુ રાજા આક્રમણ કરે ત્યારે તેનું સૈન્ય સામાન્ય કોટિનું ન હોય. તેના સૈન્યની અંદર અનેક ઘોડાઓ, હાથીઓ, મહાબળવાન એવા નાના રાજાઓ, સેનાપતિઓ, સુભટોનાં જૂથ હોય. તે જ્યારે એકસાથે મળીને આક્રમણ કરે ત્યારે તેમાં ઘોડાઓની હણહણાટી કમકમાટી ઉપજાવતી હોય. હાથીઓ ગર્જના કરીને દોટ મૂકતા હોય, નાના રાજાઓ, સેનાપતિઓ અને સુભટો અસ્ત્ર-શસ્ત્ર સજાવીને રણશિંગું ફૂંકતા હોય, અને તેનો ધ્વનિ અતિ તીવ્ર હોય, આ પ્રમાણે આક્રમણ કરવા તેઓ આગળ વધી રહ્યા હોય, આવા સૈન્યનો સામનો કરવાનો અતિ વિકટ છે. કાયરો આવા સમયે પીઠ બતાવે છે. છતાં શત્રુના શસ્ત્રોના
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy