SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર છે 299 શબ્દાર્થ વાન્તાનપવન – પ્રલયકાળના મહાવાયુથી, ઉદ્ધતિ – ઉગ્ર બનેલાં, વઢિ મ– અગ્નિના જેવો, હવાનનમ્ – દાવાનલ, નિતમ્ – ભડભડાટ સળગી રહેલો, ૩qતમ – ઊંચે જ્વાળા પ્રસરાવતો, ઉત્પતિમ્ – ચારે બાજુ તણખા ઉડાડતો, વિશ્વ નિધન્સુમ – વિશ્વને ભરખી જવા ઇચ્છતો, રૂત – જેવો, સમુરત કાપતત્તમ – સામે આવી રહેલો એવો, વત નામજીર્તનમ નતમ - આપના નામકીર્તનરૂપ જળ, શમતિ – શમાવી દે છે, બુઝાવી દે છે, ગશેષમ્ – પૂરેપૂરો ભાવાર્થ : હે ભગવન્! આપના નામકીર્તનરૂપ જળ, પ્રલયકાળના મહાવાયુથી ઉગ્ર બનેલા, અગ્નિની જેમ ભડભડાટ સળગી રહેલા. પ્રકાશ ફેલાવતા, ઊંચે જ્વાળા પ્રસરાવતા તથા ચારે બાજુ તણખા ઉડાડતા. અને જાણે કે વિશ્વને ભરખી જવાને ઇચ્છતા એવા દાવાનલને પણ પૂરેપૂરો બુઝાવી દે છે. વિવેચન : ગાથા ૩૬, શ્રી આદિનાથ પ્રભુના નામસ્મરણ અને મંત્રનો આશરો લેવાથી કેવી રીતે મદોન્મત્ત એરાવત હાથી અને અતિ વિકરાળ એવા સિંહનું આક્રમણ અટકી જાય છે એવી જ રીતે પ્રભુના નામસ્મરણથી દાવાનલ જેવા મહાભયાનક અગ્નિનું આક્રમણ પણ અટકી જાય છે. સ્તોત્રકાર સૂરિજી કહે છે કે હે પ્રભુ ! તમારું નામ કીર્તને અસ્મલિત જલધારાઓ વરસાવતાં મહામેઘ જેવું છે કે જે પ્રલયકાળના પવનથી ઉગ્ર બનેલા, ભડભડાટ બળી રહેલા દાવાનલને પણ પૂરેપૂરો શમાવી દે છે.” પ્રલયકાળના પવનથી ઉદ્ધત થયેલો અગ્નિ જેની અંદર તણખા ઊડે છે એવો અને ઘણાં જ પ્રકાશવાળો દાવાનલ, જાણે જગતને બાળી નાખવાની ઇચ્છા કરતો ન હોય ! તેમ જોરમાં સળગતો જો સન્મુખ આવે તો તેને પણ તમારા નામનું કીર્તનરૂપી જળ શાંત કરી દે છે. સમગ્રપણે બુઝાવી નાખે છે. આ શ્લોકમાં સૂરિજીએ પ્રભુના નામસ્મરણનો મહિમા બતાવ્યો છે. મહાભયાનક દાવાનલની જ્વાળામાં જો કોઈ પણ જીવ ફસાયો હોય તો તેને બચવાની કોઈ આશા રહેતી નથી. તેના નસીબમાં તો આ જ્વાળામાં ભસ્મ થઈ જવાનું જ હોય એમ લાગે છે. આવા સમયે શ્રી જિનેશ્વરદેવનું સ્મરણ ભક્તિપૂર્વક કરવામાં આવે તો દાવાનલના અગ્નિની જ્વાળાઓ શાંત થઈ જાય છે. એટલે કે પ્રભુનું નામસ્મરણ જલધારાનું કામ કરે છે. સામાન્ય રીતે જંગલમાં જે દાવાનલ પ્રગટે છે તે કોઈ સામાન્ય ઉપાયોથી ઓલવાતો નથી; તે માટે તો મહામેઘનું આગમન જ ઉપકારી થાય છે. તેના શીતળ જલનો છંટકાવ એકધારો થવા લાગ્યો કે એ દાવાનલ થોડા જ વખતમાં શાંત થઈ જાય છે. શ્રી જિનેશ્વરદેવના નામકીર્તનમાં પણ આવો જ ચમત્કાર રહેલો છે. તે અગ્નિના ગમે તેવા ભયંકર આક્રમણમાંથી પણ આપણને ઉગારી લે છે. અને જરાપણ આંચ આવવા દેતો નથી.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy