SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ 292 . || ભક્તામર તુટ્યું નમઃ | જે કોપ્યો છે ભ્રમરગણના ગુંજવાથી અતિશે, જેનું માથું મદઝરણથી છેક ભીનું જ દીસે; એવો ગાંડોતુર કરી કદિ આવતો હોય સામે, તેને કાંઈ ભય નવ રહે હે પ્રભુ આપ નામે. (૩૪) શબ્દાર્થ મહાશ્રિતાનામ્ – આપનો આશ્રય લેનાર, ચ્યોત – ઝરી રહેલા, મહાવિન – મદ વડે મલિન બનેલો, વિનોત્ર – ડોલી રહેલો એવો, રુપોનમૂન – ગંડ પ્રદેશ પર, મત્ત – ઉન્મત્ત થઈને, શ્રમદ્ - ભમી રહેલા, ભ્રમરના – ભમરાઓના ગુંજારવથી, વિવૃદ્ધોપમ્ – કોપાયમાન બનેલો, છેરવતામ” – એરાવત હાથી જેવો મોટો, ગાતત્તમ્ – આવી રહેલા, ઉદ્ધતમ્ – ઉદ્ધત, અંકુશમાં નહિ રહેવાવાળા, અવિનીત, રૂમ” – હાથીને, વૃદ્ધા – જોઈને, મયમ ન મવતિ – ભય લાગતો નથી ભાવાર્થ : હે અભયંકર ! મદ ઝરવાથી મલિન બનેલો તથા ડોલી રહેલો, તેમજ ગંડસ્થલ ઉપર ઉન્મત્ત થઈને ભમી રહેલા ભમરાઓના ગુંજારવથી કોપાયમાન બનેલા એવા, એરાવત જેવા, અંકુશમાં પણ ન રહે એવા, મોટા હાથીને સામે આવતો જોઈને પણ આપનો આશ્રય લેનારાને ભય લાગતો નથી. વિવેચન : ગાથા ૩૪ તીર્થંકર પરમાત્મા શ્રી આદિનાથ ભગવાનનું સ્મરણ કરવાથી અને તેમનું શરણ સ્વીકારવાનો મોટો મહિમા એ છે કે તેનાથી સર્વ પ્રકારના ભયો નાશ પામે છે. સ્તોત્રકાર સૂરિજી હવે પછીના પદ્યો વડે તેની પ્રતીતિ કરાવે છે. સમગ્ર કર્મના સિદ્ધાંતને હવે પછીના નવ શ્લોકમાં સંકલિત કરીને સૂરિજીએ પોતાના ભક્તિભાવપૂર્વકના કાવ્યત્વ દ્વારા વિલક્ષણતા પ્રગટ કરી છે. અને રહસ્યભરી ગૂઢ ભાવના વ્યક્ત કરી છે. તીર્થંકર પરમાત્માના બાહ્ય અને આંતરિક વૈભવ જોતાં સૂરિજીના આત્મપ્રદેશમાં કંપન જાગે છે. અનાદિકાલીન વાસનાઓના, કષાયોના નાશ માટે ભગવાનનું સ્મરણ અને શરણ એક જ અનન્ય ઉપાય છે અને તેથી જ સૂરિજી ધીરે ધીરે પ્રભુને આત્મસાત્ કરી રહ્યા છે. હવે પછીના નવ પદ્ય દ્વારા આઠ કર્મના સિદ્ધાંતને સૂરિજીએ સમજાવ્યા છે. જેના કર્મના જે બે વિભાગ છે તેને ઘણા જ સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. કર્મ બે પ્રકારના છે : ઘાતી અને અઘાતી. ઘાતી એટલે જે આત્મગુણોનો ઘાત કરે છે તે. પ્રભુના નામસ્મરણથી ઘાતી કર્મનો નાશ થઈ શકે છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy