SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ 280 & || ભક્તામર તુલ્ય નમઃ | રત્નો કેરા કિરણસમૂહ ચિત્ર વિચિત્ર છાજે, એવા સિંહાસન પર પ્રભુ આપનો દેહ રાજે; વિસ્તાર છે રૂ૫ ગગનની મધ્યમાં જેમ ભાનુ, ઉંચા ઉંચા ઉદયગિરિના શિખરે તેમ માનું. ૨૯ શબ્દાર્થ રિસંહાસને – સિંહાસન ઉપર, મામધૂ૩ – રત્ન કિરણોના, શિરવારિત્રેિ – અગ્રભાગથી વિવિધ રંગના, નાવાતમ્ – સુવર્ણ જેવું દેદીપ્યમાન, તવ વપુ – આપનું શરીર, વિગ્રાનને - વિશેષ શોભે છે, તુદ્રયાદ્રિ – ઘણાં ઊંચા એવા ઉદયાચલના, શિરસિ – શિખરે, સહસ્ત્ર રમે - સૂર્યના, વિય વિતત – આકાશમાં શોભી રહ્યા છે, મંગુ તતાવિતાન – કિરણોનો માલા સમૂહ એવા, વિમ્ – બિંબ જેવો ભાવાર્થ : હે ભગવન્! રત્નકિરણોના અગ્રભાગથી વિવિધ રંગોની છાયા પ્રકટ કરી રહેલા એવા સિંહાસનને વિષે આપનું સુવર્ણ જેવું સુંદર શરીર ઘણા ઊંચા એવા ઉદયાચલના શિખરે, જેનાં કિરણોનો સમૂહ આકાશમાં શોભી રહ્યો છે એવા સૂર્યના બિંબ જેવું શોભે છે. વિવેચન : ગાથા ૨૯ સ્તુતિકાર સૂરિજી અનેક દૃષ્ટિએ પોતાના આરાધ્ય શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિ કરે છે. માનતુંગસૂરિ પારિવાર્ષિક વાતાવરણના સંદર્ભમાં પ્રભુના વ્યક્તિત્વનું અવગાહન કરી રહ્યા છે. શ્રી તીર્થકર ભગવંત દેશના આપવાના હોય છે ત્યારે દેવો સમવસરણ અને અશોકવૃક્ષની રચના કરે છે. આ શ્લોકમાં પ્રભુ જ્યારે દેશના આપે છે તે સમયે દેવો રચિત સુવર્ણના રત્નજડિત સિંહાસન પર બિરાજે છે ત્યારે કેવા લાગે છે તેનું વર્ણન સૂરિજી કરે છે. આ વર્ણન પણ તેઓ શ્રી આદિનાથ ભગવાનને સંબોધીને જ કરે છે. અને તે વખતે તેઓની સમક્ષ સમવસરણ પ્રત્યક્ષ રૂપે અનુભવતા હશે એવું લાગે છે. ' સૂરિજી સિંહાસનનું વર્ણન પ્રભુને સંબોધીને કરે છે કે, “હે ભગવન્! દેશના સમયે તમે મણિમય સિંહાસન પર બિરાજો છો. આ સિંહાસન તેમાં જડાયેલા વિવિધ પ્રકારનાં રત્નોનાં કિરણોને લીધે વિવિધ વર્ણનું અર્થાતુ મનોહર લાગે છે. તેમાં આપનું સુવર્ણના જેવા ગૌર વર્ણવાળું મુખ જાણે ઉદયાચલ શિખર પર અત્યંત પ્રકાશમાન સૂર્ય ઊગ્યો હોય એવું શોભે છે." અશોકવૃક્ષની નીચે બિરાજમાન પ્રભુને જોયા પછી હવે માનતુંગસૂરિ જુએ છે કે સિંહાસન પર આસન ગ્રહણ કરેલા પ્રભનું શરીર કેવું લાગે છે. સ્તુતિકાર સૂરિજીએ સૂક્ષ્મતાપૂર્વક શ્રી
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy