________________
276
।। ભક્તામર તુભ્ય નમઃ II
ક્યારેય શાશ્વત સુખરૂપી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે અભિમાન-ગર્વને ઓગાળવો અતિ આવશ્યક છે. સૂરિજીએ ‘ગર્વ’ શબ્દ પ્રયોજીને તેને નાથવાનો ઉપાય પણ બતાવ્યો છે.
સ્તોત્રકાર સૂરિજીએ આ શ્લોકમાં તત્ત્વાર્થગર્ભિત તેમની કાવ્ય શક્તિ અને કલ્પનાશક્તિનો અજોડ પરિચય કરાવ્યો છે. અભિમાનનો ક્ષય કરવાની અને મોક્ષમાર્ગની વાત વધુ હૃદયસ્પર્શી રીતે કરવાં સૂરિજી કહે છે કે, હે પ્રભુ ! જેઓમાં દોષોનું ઘર એવા મિથ્યાત્વ દૃષ્ટિ જીવોએ સ્વપ્નમાં પણ આપને જોયા લાગતા નથી. એક બાજુ સર્વગુણસંપન્ન શ્રી જિનેશ્વરદેવ અને બીજી બાજુ લૌકિક દેવો અને મિથ્યાત્વ દૃષ્ટિવાળા જીવો, જેનામાં અનંત દોષો સમાયેલા છે. એક બાજુ પ્રભુએ વિધિવિધાન કરેલ મોક્ષમાર્ગ અને બીજી બાજુ સંસારની ભવભ્રમણા વધારતાં તત્ત્વોની વાત એક અદ્ભુત રૂપક દ્વારા સૂરિજીએ આ શ્લોકમાં કરી છે.
શ્લોક ૨૮મો
उच्चैरशोकतरुसंश्रितमुन्मयूखमाभाति रूपममलं भवतो नितान्तम् । स्पष्टोल्लसत्किरणमस्ततमोवितानं बिम्बं रवेरिव पयोधर पार्श्ववर्ति ।। २८ ।।
-
ઉંચા એવા તરુવર અશોકે પ્રભુ અંગ શોભે, જાણે આજે રવિરૂપ ખરું દીપતું છેક મોભે; અંધારાને દૂર કરી રહ્યું સૂર્યનું બિંબ હોય, નિશ્ચે પાસે ફરી ફરી વળ્યાં વાદળાં રૂપ તોય. (૨૮)
શબ્દાર્થ
ઉજ્જૈ અતિ ઊંચા એવા, અશોòતરુસંશ્રિતમ્ અશોક વૃક્ષની નીચે, ઉન્નપૂર્ણમ્ દેદીપ્યમાન, અતિ ચમકતું, ભવતઃ – આપનું, મનમ્ પન્ નિર્મળરૂપ, સ્પષ્ટોત્ત્તતંત્ વિરામ્ - અત્યંત ચમકી રહેલું, અસ્ત તમો વિતાનમ્ – જેણે અંધકારના સમૂહ દૂર કર્યો છે એવું, પયોધર – મેઘામંડળ, પાર્શ્વવર્તિ – પાસે રહેલું, રવેઃ વ વિશ્વમ્ – સૂર્યના બિમ્બ જેવું, નિતાન્તમ્ – ઘણું જ, આમાતિ – શોભી રહ્યું છે.
ભાવાર્થ :
—
-
હે ભગવાન ! ઊંચા અશોકવૃક્ષની નીચે રહેલું આપનું દેદીપ્યમાન રૂપ મેઘમંડલની પાસે અત્યંત ચમકી રહેલા અને અંધકારના સમૂહનો નાશ કરનારા એવા સૂર્યના બિમ્બ જેવું ઘણું જ શોભી રહ્યું છે.