SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર ફ 255 સ્વરૂપ - સૂર્યના જેવી કાંતિવાળા અમર્ત્તમ્ – નિર્મલ, દોષરહિત તમસઃ પરત્તાત્ – અંધકારથી સર્વથા દૂર રહેલા પરમમ્ પુમાંસમ્ – ૫૨મ પુરુષ આમત્તિ – માને છે ત્વામ્ વ – આપને ४ सम्यक् અંતરની શુદ્ધિપૂર્વક ૩૫નમ્ય પામીને મૃત્યુમ્ – મરણનેયન્તિ – જીતે છે. નાન્ય: – બીજો કોઈ નથી શિવપવસ્ય – મોક્ષનો – મોક્ષસ્થાન પામવાનો શિવઃ – કલ્યાણકારી पन्था માર્ગ નારિત નથી ભાવાર્થ : હે મુનીશ્વર ! જ્ઞાની પુરુષો આપને સૂર્ય સમાન તેજસ્વી નિર્મલ અને અજ્ઞાન અંધકારથી સર્વથા દૂર એવા પરમ પુરુષ માને છે. આપને અંતરની શુદ્ધિપૂર્વક પ્રાપ્ત કરીને મનુષ્યો મૃત્યુને જીતી જાય છે. મોક્ષસ્થાનને પામવાનો આવો કલ્યાણકારી માર્ગ બીજો કોઈ નથી.’ વિવેચન : ગાથા ૨૩ સ્તોત્રકાર સૂરિજીએ પ્રથમ બે શ્લોકમાં શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરતાં ‘સમ્યક્પ્રણમ્ય’ શબ્દો પ્રયોજીને જગમાં સર્વોત્કૃષ્ટ વૈભવ, એશ્વર્ય, ધનસંપત્તિ તેમજ જગતમાં સર્વોત્કૃષ્ટ ભક્તિવંત, જ્ઞાની, સમ્યગ્દૃષ્ટિજ્ઞાતા સૌધર્મેન્દ્રને લીધા. આ શ્લોકથી પ્રભુના ગુણોની વાતની શરૂઆત કરતાં ત્વામેવ સમ્યગુપલભ્ય' શબ્દો વાપરીને મોક્ષમાર્ગને અનુસરનારા પંચમહાવ્રતધારી, ચારિત્રનું પાલન કરનારા મુનિજનોને લીધા છે. સૌધર્મેન્દ્ર અને મુનિજનો દ્વારા અપરિગ્રહ અને સમજણપૂર્વકના ત્યાગમાં જીવનું કલ્યાણ છે, એવું માનનારા છે અને તેઓ ભવભવાંતરમાં પણ ચારિત્ર અંગીકાર કરી સર્વ ઘાતી અને અઘાતી કર્મોનો ક્ષય કરી શાશ્વત સુખ-મોક્ષને પામનારા છે. તેઓની અહીં સૂરિજીએ વાત કરી છે. આ એક અદ્ભુત શ્લોક છે. શ્રી આદિનાથ ભગવાનની માતાનો અનન્ય ઉપકાર માન્યા પછી અન્ય મહામુનિઓને મન પ્રભુ કેવા છે તેનો ખ્યાલ આ શ્લોકમાં આપ્યો છે. સ્તોત્રકાર સૂરિજી સ્તોત્રરચનાની રસધારામાં આગળ વધતાં કહે છે કે, હે મુનીશ્વર ! જ્ઞાની પુરુષો તમને સૂર્ય સમાન કાંતિવાળા, નિર્મળ અને અંધકાર જેને સ્પર્શી ન શકે એવા પરમ પુરુષ કહે છે. તમે કેવળજ્ઞાન વડે અપૂર્વ પ્રકાશવંત છો, અઢાર દોષોથી રહિત છો અને અંધકાર તમને સ્પર્શી શકે તેમ નથી, એટલે કે હવે અજ્ઞાન અને મોહ તમારી નજીક આવી શકે એમ નથી. તમે એનાથી પર થઈ ગયા છો. તમે ખરેખર ! પુરુષોમાં ઉત્તમ છો, તેથી જ મુનિવરો તમને પુરુષોત્તમ તરીકે સંબોધે છે. અને તમારી વિશેષતા એ છે કે જે તમારી સમ્યગ્ ઉપાસના કરે છે - અંતરથી ભક્તિ કરે છે, તે મૃત્યુને જીતી જાય છે, એટલે મોક્ષનો અધિકારી થાય છે. આ જગતમાં જેને શિવપદ એટલે મોક્ષસ્થાન પ્રાપ્ત કરવું છે, તેને માટે આવો પ્રશસ્ત સુંદર માર્ગ બીજો કોઈ પણ નથી.' અહોભાવભરી વાણીમાં સૂરિજી પ્રભુને કહે છે કે, હે ભગવાન, મુનિજનો આપને પુરુષોત્તમ માને છે. એટલે કે આપને જ આદર્શરૂપ, અનુકરણીય અને મોક્ષમાર્ગના અગ્રગણ્ય
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy