________________
શ્રી ભક્તામર સ્તોત્ર = 245 તુ – તો, તેવું નામ – એ પ્રમાણે નહિ જ, નથી જ પ્રાપ્ત કરતું તે – પ્રકાશ, તેજ ભાવાર્થ :
“હે નાથ ! પ્રકાશને કરનારું જ્ઞાન, જેવું આપનામાં શોભે છે, તેવું હરિહર આદિ દેવોમાં પ્રકાશતું–શોભતું નથી. જે તેજ-પ્રકાશનો સમૂહ મહારત્નોમાં જેવું મહત્ત્વ પામે છે તેવું કિરણોથી વ્યાપ્ત હોવા છતાં કાચના ટુકડામાં પ્રાપ્ત કરતો નથી. વિવેચન : ગાથા ૨૦
ઓગણીસમા શ્લોકમાં પ્રભુજીનું મુખારવિંદ સૂર્ય અને ચંદ્રમા કરતાં વધારે કાંતિમાન હોવાને કારણે તેમના સાંનિધ્યમાં હોઈએ ત્યારે સૂર્ય કે ચંદ્રમાની જરૂર રહેતી નથી તે બતાવ્યું. હવે આ શ્લોકમાં પ્રભુના અતિઉત્કૃષ્ટ અને મહિમાવંત જ્ઞાનનો પ્રભાવ સૂરિજી બતાવે છે.
પ્રભુમાં રહેલું જ્ઞાન, સ્તોત્રકાર સૂરિજીને સર્વોત્તમ જણાયું છે. તેઓ કહે છે કે, હે ભગવાન તમે રૂપમાં અદ્વિતીય છો, તેમ જ્ઞાનમાં પણ અદ્વિતીય છો. જ્યાં તમારું જ્ઞાન ! અને ક્યાં અન્ય લૌકિક દેવોનું જ્ઞાન ! તમારા પ્રરૂપેલા સૂત્ર-સિદ્ધાંતો દ્વારા મને તમારા જ્ઞાનનો પરિચય થયો છે. અને વેદપુરાણો વગેરેના વચનો પણ મેં સાંભળ્યા છે. તેમાં તમારા વચનો પરસ્પર વિરોધ વિનાનાં જણાયાં છે, જે તમારા પૂર્ણ જ્ઞાનની પ્રતીતિ કરાવે છે, જ્યારે અન્યનાં વચનો પરસ્પર વિરોધી જણાયાં છે, જે અપૂર્ણ જ્ઞાનનાં સૂચક છે. તમારા જ્ઞાનમાં વસ્તુનિરૂપણનો અતિ સુંદર પ્રકાશ છે, તેથી તે પરમ શોભા પામે છે, જ્યારે અન્ય લૌકિક દેવોનાં જ્ઞાનમાં તે પ્રકારનો પ્રકાશ નહિ હોવાથી તે શોભા પામી શકતું નથી. પરંતુ આમ બનવું સહજ છે. કારણ કે તેજનો સમૂહ વજ, વૈર્ય, પદ્મરાગ, ઇન્દ્રનીલ વગેરે રત્નોમાં જેટલો શોભી ઊઠે છે, તેટલો કાચના ટૂકડામાં શોભી ઊઠતો નથી, પછી ભલે તે કિરણોથી ગમે તેટલો ચમકતો હોય ! તાત્પર્ય કે તમારું જ્ઞાન મહારત્ન જેવું છે અને બીજાઓનું જ્ઞાન કાચના ટુકડા જેવું છે.
પ્રભુમાં રહેલું જ્ઞાન અભુત છે. જે જ્ઞાન અન્ય કોઈ લૌકિક દેવોમાં જોવા મળતું નથી. જ્ઞાનને પ્રભુમાં જે સ્થાન પ્રાપ્ત થયું છે તે તેને અન્યત્ર ક્યાંય પ્રાપ્ત થયું નથી. આપના જેવો અનન્ય આત્મા જ્ઞાનને ક્યાંય મળ્યો નથી અથવા આપને પ્રાપ્ત કરી લીધા પછી અન્યનું શરણ મેળવવાની તેને જરૂર પડી નથી. જે કેવળજ્ઞાન રૂપી જ્ઞાન આપે પ્રાપ્ત કર્યું છે તે અન્ય કોઈ દેવોએ પ્રાપ્ત કર્યું નથી. અર્થાત્ પ્રભુ પાસે તો કેવળજ્ઞાન છે જેના દ્વારા એક નાનામાં નાના પરમાણુનું જ્ઞાન થાય છે. અન્ય કોઈ આટલું સૂક્ષ્મતાપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી, જ્યાં સુધી આત્મા ઘાતી અને અઘાતી કર્મો અને અન્ય કષાયોથી મુક્ત થતો નથી ત્યાં સુધી આટલું સૂક્ષ્મતાપૂર્વકનું જ્ઞાન તેને થતું નથી. કારણ કે જ્યાં સુધી કર્મની નિર્જરા ન થાય ત્યાં સુધી નવાં કર્મોનું સંવર ચાલુ રહે છે, આત્મા નિર્મળ અને શુદ્ધાત્મા બનતો નથી. તેથી આવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં કર્મોની અશુદ્ધિ બાધારૂપ બને છે. જો ઘાતી અને અઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ થાય તો જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ