SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર - 237 નિજ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય હાલના સંસ્કારમાં પરિવર્તન દ્વારા શક્ય બતાવ્યો છે. તે આત્માને શાંત, સર્વથા વિકાર રહિત જિનેશ્વરદેવ સાથે જોડી દેવામાં આવે તો સંસ્કારોમાં પરિવર્તન આવે છે અને આ સંસ્કારોનું પરિવર્તન સમગ્ર જીવનમાં પરિવર્તન લાવે છે અને આત્માને તેના નિજ સહજ સ્વરૂપ સુધી પહોંચવામાં મદદ કરે છે. અહીં સ્તોત્રકાર પાતાળલોક, મૃત્યુલોક અને સ્વર્ગલોક એ ત્રણેય લોકને એકસાથે શીઘ પ્રકાશિત કરનાર શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરી અને તેમની સ્તુતિ-સ્તવના કરીને શાશ્વત સુખ, આત્માના સહજ નિજ સ્વરૂપને મેળવવાની મહેચ્છા રાખે છે. શ્લોક ૧૮મો नित्योदयं दलितमोहमहान्धकार, गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकान्ति विद्योतयज्जगदपूर्वशशाङ्कबिम्बम् ।।१८।। શોભે રૂડું મુખ પ્રભુ તણું મોહ જેનાથી થાકે, જેને રાહુ પણ નવ ગ્રસે વાદળાંઓ ન ઢાંકે; શોભે એવો મુખશશિ અહા ! હે પ્રભુ, આપ કેરી, જે દીપાવે જગત સઘળું ચંદ્ર જાણે અનેરો.(૧૮) શબ્દાર્થ નિત્યોદયમ – નિત્ય ઉદય પામનાર રાત્રિદિવસ ઉદિત રહેનારું નિત – નાશ કરાયો છે મોદમાન્યJરમ્ – મોહરૂપી મહાઅંધકાર રાફુવનસ્ય વચમ્ – રાહુના મુખથી ગ્રસાતું નથી ન વારિવાનમ્ ચિમ્ – વાદળાથી પરાભવ) ઢંકાતું નથી વિઝાનતે – શોભે છે તd – આપનું મુરળ - મુખમંડળ-મુખકમળ મન વાંતિ- અત્યંત-અધિક કાંતિવાળું વોતરત – વિશેષપણે પ્રકાશનું અત્ – વિશ્વને અપૂર્વ શશાવિખ્યમ્ – અલૌકિક ચંદ્રનું બિંબ ભાવાર્થ : હે પ્રભુ ! આપનું મુખકમળ અલૌકિક ચંદ્રબિંબ જેવું શોભે છે કારણ કે તે સદાય ઉદયમાન રહે છે તેમજ મોહરૂપી મહાઅંધકારનો નાશ કરનારું છે. અત્યંત કાંતિવાન છે, રાહુના મુખથી ન પ્રસાય તેવું છે. વાદળના સમૂહથી ઢંકાતું નથી અને વિશ્વને વિશેષપણે પ્રકાશિત કરનારું છે. વિવેચનઃ ગાથા ૧૮ આ પહેલાંના ૧૭મા શ્લોકમાં સૂરિજીએ સૂર્યના પ્રકાશનું દષ્ટાંત લીધું હતું. આ ૧૮મા શ્લોકમાં ચંદ્રના પ્રકાશનું દૃષ્ટાંત છે. પ્રભુના મુખને ચંદ્રમા સાથે સરખાવી અનન્ય અલંકારોથી
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy