SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ 228 - || ભક્તામર તુલ્યુ નમઃ | માતા-પિતા – કુટુંબીજનોની આજ્ઞા લઈ તેમણે દીક્ષા ગ્રહણ કરી. હવે આ નીલાંજનાદેવીનું આયુષ્ય પૂરું થવાની જાણ સૌધર્મેન્દ્રને હતી. અને નૃત્યનાટિકાનું આયોજન અને તેનો સમય તે જ રીતે નક્કી કરેલ કે નૃત્યનાટિકા દરમ્યાન જ તેનું આયુષ્ય પૂરું થઈ જાય. આમ દેવીનું મૃત્યુ એ પ્રભુમાં વૈરાગ્યભાવ પ્રગટ કરાવનારી ઘટના હતી. તેવી જ રીતે શ્રી નેમિનાથ ભગવાનના લગ્ન પ્રસંગે તેમના ભાઈ શ્રી કૃષ્ણએ જ્યાંથી લગ્નનો વરઘોડો પસાર થવાનો હતો ત્યાં એક જગ્યાએ રસ્તાની બાજુમાં રડતાં, પોકાર કરતાં પશુઓને બાંધવાનું પ્રયોજનપૂર્વક આયોજન કર્યું હતું. શ્રી નેમિનાથ ભગવાનનો રથ ત્યાં આવી પહોંચતાં તેઓ પૂછે છે કે, આ રડતાં, પોકાર કરતાં પશુઓને અહીં કોણે બાંધ્યાં છે. ત્યારે કૃષ્ણએ આપેલા સૂચન અનુસાર સારથિ જવાબ આપે છે કે, “હે પ્રભુ! આપના લગ્ન પ્રસંગે યોજવામાં આવેલા ભોજન સમારંભમાં અનેક માંસાહારી વાનગીઓ પકાવવા માટે આ પશુઓને બાંધવામાં આવેલ છે” આ સાંભળતાં જ શ્રી નેમિનાથ ભગવાન રથને પાછો વાળે છે અને ત્યારબાદ દીક્ષા ગ્રહણ કરે છે. અર્થાતુ પશુઓના પોકારે તેમનામાં વૈરાગ્યભાવ પ્રકટ કર્યો અને તેમણે દીક્ષા અંગીકાર કરી. આ ઘટના પ્રભુના ઘાતી અને અઘાતી કર્મોનો નાશ કરવામાં નિમિત્ત બની હતી. તાત્પર્ય કે જો વિચલિત થયા વગર પ્રભુના ધ્યાનમાં મગ્ન રહીશું તો આપણે પણ મેર જેવું અવિચલપણું જેણે પ્રાપ્ત કર્યું છે તેના ચરણમાં અવશ્ય શરણ મળશે અને હું પણ અડોલ બનીશ. એવી શ્રદ્ધા સૂરિજીએ વ્યક્ત કરી છે. શ્લોક ૧૬મો. निर्धूमवर्तिरपवर्जिततैलपूरः कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरूतां चलिताचलानां, दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ।।१६ || ક્યારે હોતાં નથી કદિ અહા ધૂમ કે વાટ જેમાં, એકી સાથે ત્રિભુવન દીપે એ ખૂબી છે જ તેમાં ના ઓલાયે કદી પવનથી હો કદીએ નમેરો, એવો કોઈ અજબ પ્રભુજી દીવડો આપ કરો. (૧૬) શબ્દાર્થ નિર્દૂમવર્સ – ધુમાડા અને દિવેટ રહિત ગવર્નત તૈનપૂર: – તેલના સમૂહથી રહિત નમ્ નત્રય – સમસ્ત ત્રણ જગતને રૂમ – આ પ્રકટી વષિ – પ્રકાશિત કરી રહ્યા છો ગયો
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy