SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર - 219 રાત્રીમાં એકસરખું સૌમ્ય, તેજસ્વી, સ્વપ્રભાવથી દેદીપ્યમાન રહે છે. પ્રભુનું મુખ એવું તેજસ્વી છે કે તેને કોઈ પણ અન્ય પદાર્થ ઝાંખું પાડી શકતું નથી. પણ અન્ય જે તેજસ્વી, પ્રકાશિત પદાર્થો છે તેને ઝાંખા પાડે છે. તાત્પર્ય કે પ્રભુનું મુખ એટલું તેજસ્વી છે કે તેની સામે સૂર્યની તેજસ્વિતા પણ ઝાંખી લાગે છે. તો પછી ચંદ્રની તો વાત જ શી રીતે કરી શકાય ? “મારૂતિ TUIન થયેતિ' અર્થાત્ કોઈ પણ વ્યક્તિનું મુખ તેના હૃદયમાં રહેલા ભાવોને આલેખિત કરે છે. માણસની મુખમુદ્રા તેના હૃદયના ભાવોને પ્રતિબિંબ પાડતા દર્પણ સમાન હોય છે. વ્યક્તિના ગુણદોષો તેની મુખમુદ્રા ઉપરથી વાંચી શકાય છે. પ્રભુનું મુખ શાંત, સૌમ્ય અને પ્રસન્નતાથી વ્યાપ્ત છે. તે તેમના અંતરંગમાં રહેલી સર્વજ્ઞતા અને વીતરાગતાનાં દર્શન કરાવે છે. આવા અનુપમ મુખની સરખામણી કલંકિત ચંદ્રબિંબ સાથે કેવી રીતે કરી શકાય. આમ સૂરિજીને ચંદ્રના બિંબની મર્યાદા ધ્યાનમાં આવી ગઈ. અને તેથી જ તેઓ ચંદ્રના બિંબ સાથે પ્રભુના મુખની તુલના કરતાં કરતાં અચાનક અટકી ગયા. સૂરિજીને આ શ્લોકમાં નેત્રહારી' શબ્દનો ઉપયોગ કર્યો છે જે પ્રભુ પ્રત્યેની અપાર ભક્તિ અને પ્રેમની પરાકાષ્ઠાનું પ્રમાણ છે. નેત્રહારી એટલે નેત્રનું હરણ કરનાર, સૂરિજી કહે છે કે આંખની ચોરી થાય છે તો શું હરણ કરનાર પ્રભુ સ્વયં છે ? અહીં અર્થ થાય છે કે પ્રભુની મુખમુદ્રા પ્રત્યે નેત્ર આકર્ષિત થઈ ગયા. હવે તેનાં દર્શન વગર જીવને ક્યાંય ચેન પડતું નથી. આમ અહીં સૂરિજીએ નેત્રહારી' શબ્દનું સંયોજન ખૂબ જ સુંદર રીતે કર્યું છે. શ્લોક ૧૪મો सम्पूर्णमण्डलशशाङ्ककलाकलापशुभ्रा गुणास्त्रिभुवनं तव लघयन्ति । ये संश्रितास्त्रिजगदीश्वर ! नाथमेकं, વસ્તાનિવારયતિ સંચરતો યથેષ્ટમ્ |૪|| વ્યાપ્યા ગુણો ત્રિભુવનમહિ હે પ્રભુ શુભ્ર એવા, શોભો સર્વે સકળ કળાના પૂર્ણિમા ચંદ્ર જેવા; તારા જેવા જિનવર તણા આશરે તે રહે છે, સ્વેચ્છાથી તો અહિતહિં જતાં કોણ રોકી શકે છે ! (૧૪) શબ્દાર્થ સમન્ડન – પૂર્ણિમાના શશાના પશુ – ચંદ્રની કલાના સમૂહ જેવા ઉજ્વલ, તવITI: – આપના ગુણો, ત્રિભુવનમ્ – ત્રણ ભુવનને, નક્ષયન્તિ – વ્યાપીને રહેલા છે, કે – જે – એક અદ્વિતીય, સમિતા: – આશ્રયીને રહેલા છે. ત્રિનગરીશ્વર – ત્રણ જગતના સ્વામી, નાથ” – નાથ, અદ્વિતીય સામર્થ્યના સ્વામી તે નાથ.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy