SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 206 . || ભક્તામર તુલ્યુ નમઃ || કર્યું છે. એટલે કે સાધક જીવો આપને જ પોતાના નાથ સમજે છે. કેમકે ધર્મની પ્રાપ્તિમાં, રક્ષામાં કે પૂર્ણતામાં આપ જ અમારા નિમિત્ત છો. મહાદેવને ભૂતનાથ કહેવાય છે. એ અહંતદેવ ! હે ઋષભદેવ ! આપ જ અમારા સાચા મહાદેવ છો. ભૂતનાથ અર્થાતુ સમસ્ત જીવરાશિના નાથ જેમના વગર સહુ અનાથ. આચારાંગ સૂત્રમાં ઘણી જગ્યાએ જીવ માટે મૂયા' શબ્દનો ઉપયોગ થયો છે. આ શ્લોકમાં સૂરિજી સ્તોત્ર રચવાનો પોતાનો ઉદ્દેશ અન્યોક્તિ દ્વારા વિશેષ સ્પષ્ટ કરે છે. સંસારના સર્વ પ્રકારનાં બંધનોથી છૂટીને પ્રભુસ્વરૂપ થવા ઇચ્છે છે તે મુખ્ય ઉદ્દેશ આ પંક્તિઓમાં પ્રસ્તુત કર્યો છે. સૂરિજી જણાવે છે કે “હે ભુવનભૂષણ ! હે ભૂતનાથ ! તમારા વિદ્યમાન - અદ્ભુત ગુણોનું કીર્તન કરનારા તમારા જેવા જ થઈ જાય છે. પરંતુ મને એમાં કંઈ આશ્ચર્ય લાગતું નથી. કારણ કે સામાન્ય મનુષ્યો પણ પોતાના સેવકોને ધન વગેરે આપીને પોતાના જેવા બનાવી દે છે. જ્યારે તમે તો ત્રણ ભુવનના નાયક છો. એટલે તમારી સ્તુતિ-સ્તવન કરનારને આ રીતે ન્યાલ કરી દો, એમાં આશ્ચર્ય શું? આશ્ચર્ય તો ત્યારે જ થાય કે જો તમારા અભુત ગુણોનું કીર્તન કરનારા તમારા જેવા ન થતાં ભવભ્રમણના ફેરા કરતાં સંસારસાગરમાં રખડ્યા કરે !” અર્થાતુ અહીં સૂરિજીએ સંસારના પ્રસંગોમાંથી એક ઉદાહરણ લીધું છે. સંસારમાં કર્મોને આધીન ગરીબ અને ધનવાન બંને પ્રકારના માણસો હોય છે. જે ગરીબ માણસ હોય તે ધનવાન થવા માટે અન્ય ધનવાનની સેવા કરે છે. તેની કૃપાદૃષ્ટિ પામીને ધન પ્રાપ્ત કરવા માટેની જરૂરી આવડત (કલાકારીગીરી) તે મેળવે છે અને તે અનુસાર પુરુષાર્થ પણ કરે છે. ગરીબ માણસે કરેલા પુરુષાર્થના ફળ સ્વરૂપે તે પોતે ધનવાન બને છે. આ સંસારમાં આપણને આવું બનતું જોવા મળે છે. જેમ સંસારમાં આ પ્રમાણે બનતું હોય છે તે જ પ્રમાણે પરમાર્થમાં પણ બનતું હોય છે. પરમાર્થ માર્ગમાં સૌથી સમૃદ્ધસર્વજ્ઞ પરમાત્મા છે. આ પરમાત્મા જે સમૃદ્ધ છે તેની પરમાર્થ માર્ગનો કર્મથી ગરીબ શુદ્ધ ભાવથી સેવા કરે તો કર્મથી ધનવાન થાય છે. પરમાર્થનું ઉત્તમ પદ જે છે તે તીર્થકર પદ કે અરિહંત પદ આ તીર્થકર પદની ભક્તિભાવપૂર્વક સેવા જો કોઈ આત્મા કરે તો તે પણ આ અરિહંત પદને પામે છે. પ્રભુના વિદ્યમાન ગુણો વડે તેમની સ્તુતિ કરનાર તેમના સમાન બની જાય છે. સૂરિજી અહીં સમજાવે છે કે ગુણોના ભંડાર એવા પ્રભુને સેવતાં સેવા કરનારને પણ તેવા ગુણોની પ્રાપ્તિ થાય છે તેમાં શું આશ્ચર્ય, જે જેની સેવા કરે તે તેના જેવો થઈ જાય. તમારી સેવા કરવાથી તમારો સેવક તમારું સર્વજ્ઞપણું પ્રાપ્ત કરે છે. કારણ કે સંસારમાં પણ કોઈ ગરીબ ધનવાન પાસે રહીને તેની સેવા (પરિશ્રમ) કરે તો સમય જતાં તે ગરીબ પણ ધનવાન બને છે. અવ્યક્તપણે સૂરિજી જણાવે છે કે મને તો આશ્ચર્ય તો જ થાય જો તમારી અનન્ય સેવા કરવા છતાં પણ સેવકનું પરમાર્થનું દરિદ્રપણું જાય નહિ. અર્થાત્ સેવક સેવ્યરૂપ ન બને તો આ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy