SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 204 || ભક્તામર સુભ્ય નમઃ અંધકારમાં તેનું પોતાનું સ્વરૂપ બંધ છે. પરમાત્મારૂપી સૂર્ય જ આ આત્મકમળને ઉઘાડી શકે છે. દૂર હોવા છતાં પરમાત્મા જ ભક્તના આત્મકમળને વિકસિત અને વિકસિત કરી શકે છે. ' સૂરિજી બેડીઓથી જકડાયેલ બંધન અવસ્થામાં રાજકેદી તરીકે છે. એટલે કે રાજાના ઉપસર્ગોનો તેઓ ભોગ બન્યા છે. આથી તેમની સરખામણી કાદવમાં રહેલા કમળ સાથે થઈ શકે છે. બંધન અવસ્થા એ કાદવરૂપ છે અને નિર્લેપતા, કેષિત થયા વિના રહેવું એ કમળની લાક્ષણિકતા બતાવે છે. આવા વિપરીત સંજોગોમાં ભક્તિરૂપી કમળ કરમાયેલું છે. કમળને સૂર્યકિરણરૂપી સંજીવની પ્રાપ્ત થાય તો જ તે ખીલે. ભક્તજન માટે પ્રભુસ્તુતિ એ સંજીવની મંત્ર છે.' સૂરિજીને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે સંસારના ઉપસર્ગરૂપી કાદવમાં કરમાયેલા કમળરૂપી રહેલો હું અવશ્ય વિકાસ પામીશ. અર્થાત્ ભગવાનના ગુણની કથા પણ આત્મવિકાસ કરનાર છે. પ્રભુ તમે અમારાથી દૂર નથી. તમે તો અમારા હૃદયકમળમાં છો. પછી ભલેને ગમે તેટલા ઉપસર્ગો આવે, તેમાંથી પાર ઊતરીશું. અને અમ તમ જેવા જરૂરથી થઈશું. શ્લોક ૧૦મો નિત્યમાં મુવનમૂષ ! ભૂતનાથ ! भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा, भूत्याश्रितं य इह नात्मसमं करोति ।।१०।। એમાં કાંઈ નથી નવીનતા નાથ દેવાધિદેવ, ભક્તો સર્વે પદ પ્રભુ તણું પામતા નિત્યમેવ; લોકો સેવે કદી ધનિકને તો ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય. (૧૦) શબદાર્થ મુવનમૂષTI – હે જગતના શણગારરૂપ ! ભવન – લોક-જગતુ તેના મૂષણ – શણગાર જગતના શણગાર સમાન તે ભુવનમૂષણ. ભૂતનાથ – હે પ્રાણીઓના સ્વામીનું ! ભૂત પ્રાણી, તેના સ્વામી તે નાચ તે ભૂતનાથ, મૂર્ત ગુૌઃ – વિદ્યમાન ગુણો વડે મુવિ – પૃથ્વીને વિષે મહત્તમ – તમને આપને મgવન્ત: – સ્તવી રહેલા ભવત: તુત્યા ભવન્તિ – આપના જેવા થાય છે. નાત્યમૂત - અતિ આશ્ચર્યજનક નથી – નથી, તે – અતિ-ઘણું, મુતમ્ – આશ્ચર્યજનક, નનું નિશ્ચયથી તેને વિમ્ – તેમાં મહત્ત્વ શું? વી – અથવા મૂત્ય – સમૃદ્ધિ વડે ગાઠિતમ્ – પોતાના આશ્રિતને . – જેઓ ફુદ – આ દુનિયામાં માત્મરામ” – પોતાના જેવા નવરાતિ - કરતા નથી. ભાવાર્થ : હે જગતના શણગાર ! હે પ્રાણીઓના સ્વામીનું! વિદ્યમાન ગુણો વડે તમારી સ્તુતિ કરનારાઓ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy