SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર 191 વિવેચન : ગાથા • ૫ સ્તુતિકાર સૂરિજી પ્રભુને ઉદ્બોધન કરતાં કહે છે કે, હે મુનિમંડલના સ્વામી શ્રી ઋષભદેવ ભગવાન ! હું શક્તિહીન છું, આપની સ્તુતિ-સ્તવના કરવા માટે હું શક્તિહીન છું, પણ ભક્તિહીન નથી. આપના ગુણો પ્રત્યે મારું હૃદય ભક્તિથી ઊછળી રહ્યું છે. તેથી જ હું આપની સ્તુતિ-સ્તવના કરવા તત્પર થયો છું. પ્રભુ પ્રત્યે થતી આ સાધનાના બંધને સૂરિજીમાં પ્રથમ ‘ો અહં' - ‘હું કોણ છું ?'ની જિજ્ઞાસા જગાડી અને જિજ્ઞાસા અનુસંધાનનો આધાર બની. અનુસંધાન આત્માનો અનન્ય ઉત્તર બનીને 'સો મહં તે હૈં' તેના રૂપમાં સાકાર થઈ ગયો. - આચારાંગ સૂત્રમાં ‘તો અહમ્'' શબ્દ વ્યાપક અર્થમાં પ્રયોજાયો છે. "सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ जो आगओ अणु संचरई सोऽहम् ! અર્થાત્ (૧) જે તમામ દિશાઓ અને તમામ અનુદિશાઓથી આવીને અનુસંચરણ કરે છે તે હું છું. (૨) આ પરિભ્રમણ અથવા બુદ્ધિહીન અવસ્થાને જે મિટાવે છે તે પણ હું છું. એટલે કે જે પરિભ્રમણ કરે છે જન્મ-મૃત્યુ, સુખ-દુ:ખની અનુભૂતિ કરે છે તે હું છું, પ્રગતિમય પણ હું છું, પતનમય પણ હું છું, મુક્ત થઈ શકે છે તે પણ હું છું, જે બંધનોથી સર્વથા મુક્ત થઈ શકે છે તે પણ હું છું. નિશ્ચય દૃષ્ટિથી હજુ પણ અનંત જ્ઞાનદર્શનસ્વરૂપ મુક્તાત્મા પણ હું છું. અહીં તો “ો અહં’ નો ઉત્તર સૂરિજીએ 'સો અહમ્''થી આપ્યો છે. તાત્પર્ય કે શક્તિહીન પણ પ્રભુભક્તિથી ભરપૂર એવા તેમણે સ્તુતિ સ્તોત્ર રચવાનો નિશ્ચય કર્યો છે. પોતે ઉપાડેલું કાર્ય કેવું કઠિન અને શક્તિ બહારનું છે. એ વસ્તુને વધારે સ્પષ્ટ કરવા એક દૃષ્ટાંત આપ્યું છે. એક હરણી જે સ્વભાવથી જ નિર્દોષ અને શાંત પ્રાણી છે. તેવી હરણીનાં બચ્ચાંને જ્યારે અતિ બળવાન સિંહ પકડવા પ્રયત્ન કરે છે. સિંહનો સામનો હરણ કદી કરી શકે નહિ. સિંહની શક્તિની અપેક્ષાએ સાવ નિર્બળ હરણી તમામ શક્તિ અને હિંમત એકઠી કરીને હરણી પોતાના બચ્ચાંના રક્ષણ કાજે સિંહનો સામનો કરવા તત્પર બને છે. કારણ કે તેને પોતાનાં બચ્ચાં પર અથાગ પ્રીતિ છે. આ ઉદાહરણ ૫૨થી એ સમજાય છે કે હરણીને પોતાની અલ્પતા અને લઘુશક્તિનો બરાબર ખ્યાલ છે. છતાં સિંહ સામે બાથ ભીડે છે. પોતાની અશક્તિઓના ભાનથી પોતાના બચ્ચાંને મૃત્યુના મુખમાંથી છોડાવવાનું ઉત્તમ કામ તથા પવિત્ર કાર્ય આરંભેલું છે. તે છોડી દેતી નથી. પરંતુ એ કાર્યને વધુ વેગવાન બનાવે છે. સૂરિજી આ દૃષ્ટાંત દ્વારા એ જણાવવા માગે છે કે હરણીએ ઉત્તમ જાણેલું કાર્ય તેના જેવું નિર્બળ પ્રાણી પણ, અશક્તિના વિઘ્નરૂપ ભયથી છોડી દેતું નથી. તો પછી એમના જેવા ભક્તને પ્રભુના ગુણગાન કરવાનું ઉત્તમ કાર્ય શું માત્ર બુદ્ધિબળની અલ્પતાને
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy