SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 2 ।। ભક્તામર તુભ્ય નમઃ || સારરૂપ બન્યો છે. ભગવાનનાં વચનોનો આશ્રય લઈને અનેક જીવો આત્મકલ્યાણ કરવામાં અગ્રેસર બન્યા છે અને આ પરંપરા આગમ અને વેદ બંનેના ઉદ્ભવકાળથી જ અદૃશ્યપણે ચાલી આવી છે. માનવજીવનની સફળતા અને કર્મ નિર્જરાપૂર્વક શુભકર્મના ઉદયને માટે આરાધનાના વિભિન્ન માર્ગોની પ્રરૂપણા આગમોની અપરિમેય જ્ઞાનગરિમાના ગુણગાન કરવાવાળા નિગ્રંથકારો કરી છે. આમાં બે પ્રકારના સંકેતોનો સમાવેશ થાય છે ઃ (૧) સૂક્ષ્મ, (૨) સ્થૂળ. સૂક્ષ્મ સંકેત ઉત્તમ સાધકો માટે બતાવ્યો છે. જેમાં ઉત્કૃષ્ટ યોગની ભૂમિકાઓ અને માંત્રિક પ્રક્રિયાઓની સાધના કરાવે છે. પરંતુ યંત્રની જેમ કામ કરતા આજના યુગના માનવ માટે આ બધું સહજ રીતે સાધ્ય નથી અને એટલા માટે સ્થૂળ સંકેતોનો નિર્દેશ મધ્યમ સાધકોને માટે આપવામાં આવ્યો છે. એમાં ઉપકરણો દ્વારા પ્રભુપૂજા અને સ્તુતિ-પ્રાર્થના ઇત્યાદિનું વિશિષ્ટ સ્થાન છે. પૂજામાં સાધક પોતાની શક્તિ અનુસાર પૂજાસામગ્રી લાવે છે અને એને ભક્તિભાવપૂર્વક મંત્ર-સ્તુતિ-પ્રાર્થના સાથે પ્રભુને સમર્પિત કરે છે. તદ્ઉપરાંત સ્તુતિ-સ્તોત્ર દ્વારા પ્રભુની કૃપાપ્રાપ્તિ માટે નિવેદન કરે છે. આ એક સ્થૂળ-સામાન્ય-નિયમિત વિધિ છે. તેથી જ સ્તુતિને આરાધનાનું એક પ્રમુખ સ્થાન પણ કહેવામાં આવે છે જે સાધન દ્વારા સાધકને સાધ્ય સુધી પહોંચાડે છે. સ્તોત્રનું ઉદ્ગમસ્થાન મનુષ્યજન્મમાં આવેલા માનવી પ્રત્યેક ક્ષણે અનેક સંકટોનો સામનો કરતા હોય છે. આવા સંકટના સમયે તે ઘણી વાર દુઃખી થઈને સંકટમાંથી બહાર નીકળવા માટે સહાયતાની શોધ કરે છે, તો ક્યારેક કંઈક વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં સુખની આકાંક્ષા, કૃપાની કામના, અપેક્ષાની પ્રાર્થના અને ઉપેક્ષિતની અવગણનાને માટે ઊઠતાં-બેસતાં, સૂતાં-જાગતાં, દિવસ-રાત, હસતાં-રમતાં-રડતાં-કકળતાં ઇષ્ટ કે સહાયકને યાદ કરતાં જે કાંઈ પણ બોલે છે તે જ સ્તુતિ કે સ્તોત્ર બની જાય છે. આવી રીતે અંતઃસ્થલમાંથી નીકળતા શબ્દો જ સ્તુતિનું ઉદ્ગમસ્થાન છે. આની શરૂઆત સ્તોત્રના સહજ-ધ્વનિના રૂપમાં જ થાય છે. સૃષ્ટિના સર્જનકાળથી સ્તોત્રની શરૂઆત થઈ છે એ નિર્વિવાદ છે. અર્થાત્ જ્યારથી આ સૃષ્ટિનો આરંભ થયો, પ્રકૃતિના વિવિધ પદાર્થોની જડ અને ચેતન પદાર્થોની રચના થઈ ત્યારથી સ્તોત્રનો પ્રારંભ થયો છે એમ કહી શકાય. સાહિત્યકલારત્ન આચાર્ય શ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ આનું કારણ સમજાવતાં જણાવે છે કે “અચેત પ્રકૃતિના સર્જનમાં સરિતાઓનો કલકલ, પાંદડાંનો સરસરાટ, વાદળાંઓનો ગડગડાટ, પર્વતોના પડઘાઓ તથા ચેતન પશુપક્ષીઓમાં પ્રત્યેકની ગર્જના, તર્જના અને કલરવોમાં પણ એ જ પરમાત્મા પ્રત્યેની ક૨વામાં આવતી નિર્વચનીય સ્તુતિનો આભાસ મળે છે. અતઃ એમ કહી શકાય કે સૃષ્ટિના આરંભકાળથી જ સ્તુતિ-સ્તોત્રની શરૂઆત થઈ છે.’ એ નિર્વિવાદ છે.”૧ તાત્પર્ય કે સૃષ્ટિના જડ અને ચેતન દરેક પદાર્થમાં એક યા બીજા પ્રકારે પ૨માત્માની સ્તુતિ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy