SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર ૩ડ્વોતમ્ – ઉદ્યોતને કરનારા. ‘૩દ્ ઉપસર્ગ સાથે’ ‘વ્રુતિ રીતૌ' ધાતુથી દ્યોત શબ્દ સિદ્ધ થયેલો છે. તે તેજ પ્રભા, કે પ્રકાશનો અર્થ દર્શાવે છે. ઉદ્યોતયતીતિ ડ્વોતમ્ જે ઉદ્યોતને કરે છે, તે ઉદ્યોતક, એટલે કે ઉદ્યોત કરનાર. આ પદ બિનપાવ્યુાનું વિશેષણ હોવાથી બીજી વિભક્તિમાં આવેલું છે. રભિતપાપતમોવિતાનમ્ – પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર. 177 પાપરૂપી તમમ્ અંધકાર, તે પાપતમ:, તેનો વિતાન એટલે સમૂહ. તે પાપતમોવિતાન. તેને વનિત કર્યો છે – વિણસ્યો છે જેણે તે પતિતપાપતમોવિજ્ઞાન પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર. આ પણ ‘નિપાવવુાં’”નું વિશેષણ હોવાથી બીજી વિભક્તિમાં આવેલું છે. - ચુરી – યુગની આદિમાં, ચોથા આરાના પ્રારંભમાં. – લૌકિક ભાષામાં યુગ શબ્દથી સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ એવા ચાર સુદીર્ઘ પરિણામનો સંકેત થાય છે. તથા જૈન ખગોળ જ્યોતિષમાં પાંચ વર્ષના સમયને યુગની સંજ્ઞા અપાયેલી છે, પણ અહીં યુગ શબ્દથી વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા સુષમ-દુઃષમ નામના આરાનો અંતિમ ભાગ અને ચોથા આરાનો આરંભ સમજવાનો છે કે જ્યારે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન ઉત્પન્ન થયા હતા. ઇતિહાસકારો તેને સંસ્કૃત યુગની આદિ માને છે, કેમકે માનવસંસ્કૃતિને અનુરૂપ સર્વ વિદ્યા-કલાનો ઉદ્ભવ એ સમયે થયેલો છે. મવખતે – સંસારરૂપી સાગરના અથાગ પાણીમાં મવ રૂપી ખત, તે મવખત. અહીં ભવ શબ્દથી જન્મ-જરા-મરણરૂપ સંસાર સમજવો. તેનું અથાગ એવું ખત પાણી, તે મવખત તેને વિષે. આ પદ સપ્તમીના એકવચનમાં આવેલું છે. પતતામ્ – પડી રહેલા, ડૂબી રહેલા. નાનામ્ – મનુષ્યોના. = આ બન્ને પદો છઠ્ઠીના બહુવચનમાં છે. આલમ્બનમ્ – આલંબનરૂપ, આધારભૂત. બિનપાયુામ્ – જિનેશ્વરદેવના ચરણયુગલને. બિન – જિનેશ્વરના. પાવ – પગ-ચરણનું, યુ” – યુગ્મ-યુગલ, તેને. જિન શબ્દથી અહીં જિનેશ્વર અર્થાત્ તીર્થંકર ભગવંત સમજવાના છે. सम्यक् સારી રીતે, ભક્તિપૂર્વક, મન-વચન-કાયાના પ્રણિધાનપૂર્વક. प्रणम्य પ્રણામ કરીને. સજનવાડામવતત્ત્વનોષાત્ – સમસ્ત શાસ્ત્રના તત્ત્વજ્ઞાનથી. સત્ત - સમસ્ત એવું. વાઙમય
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy