________________
ભક્તામર સ્તોત્રનો રચના સમય અને સર્જનકથા છે 163 રાજાએ પૂછ્યું કે “પંડિતજી ! તમારો કોઢ શી રીતે મટ્યો ?” મયૂર કવિએ કહ્યું કે, “મારી ભક્તિથી પ્રસન્ન થયેલા સૂર્યનારાયણે મારો રોગ મટાડ્યો.” આથી સર્વ સભાજનો તથા રાજાએ તેની ભક્તિનાં, કાવ્યશક્તિનાં અને વિદ્યાનાં વખાણ કર્યાં.
બાણકવિથી આ સહન થયું નહીં તેથી વિચાર કર્યો કે મારે પણ વિદ્યાના બળથી પ્રશંસાને પાત્ર થવું. એવું ધારી બાણભટ્ટ ભોજરાજને કહ્યું કે “ભક્તિ તથા કાવ્યશક્તિનો ચમત્કાર જોવો હોય તો હું પણ બતાવી શકું છું. મયૂરભટ્ટે તો શરીરે થયેલો કોઢ મટાડ્યો પણ હું કપાયેલા હાથ-પગ પાછા મેળવી શકે એમ છું.” પછી તેના કહ્યા મુજબ રાજાએ તેના હાથપગ કપાવી નાખ્યા અને તેને ચંડિકાદેવીના મંદિર પાછળ મૂકી દીધા. પોતાના કપાયેલા હાથપગ પાછા આણવાની પ્રતિજ્ઞા કરી બાણકવિએ ભક્તિપૂર્વક ચંડિકાદેવીની સ્તુતિ કરવા માંડી. આ સ્તુતિના ફળસ્વરૂપે ચંડિકાદેવીએ પ્રસન્ન થઈને તેના હાથ-પગ જેવા હતા તેવા બનાવી દીધા. આ સ્તોત્ર ચંડીશતક' તરીકે પ્રસિદ્ધ છે. પછી બાણભટ્ટ હસતા મુખ વડે રાજસભામાં આવ્યો જ્યાં ભોજરાજાએ અને સર્વ સભાજનોએ તેની શક્તિની ખૂબ જ પ્રશંસા કરી અને ધન્યવાદ આપ્યા.
આ ઘટના પછી રાજા આ બે કવિઓ – મયૂરભટ્ટ અને બાણભટ્ટ – માટે ભારે માન, મગરૂરી, ગુમાન રાખવા લાગ્યો.
એક વખત ભોજરાજાએ રાજસભામાં સર્વ સભાસદોને કહ્યું કે, આજે તો બ્રાહ્મણોની બોલબાલા છે. એકે સૂર્યને પ્રસન્ન કરીને કોઢ મટાડ્યો અને બીજાએ ચંડિકાને પ્રસન્ન કરીને પોતાના કપાયેલા હાથપગ પાછા મેળવ્યા. શું આજે આવી શક્તિ અન્ય કોઈમાં હશે ખરી ?”
રાજસભામાં હાજર એક સભાજને કહ્યું કે “મહારાજ ! બહુરત્ના વસુંધરા. આ જગતમાં રત્નોની ખોટ નથી. જો આપને આ પ્રકારની શક્તિનો ચમત્કાર જોવો જ હોય તો આ નગરમાં શ્રી માનતુંગસૂરિ નામે એક મહાપ્રભાવશાળી જૈનાચાર્ય બિરાજે છે, તેમને બોલાવો.”
શ્રાવક શ્રી ભીમસિંહ માણેક રાજાના પ્રશ્નનો ઉત્તર અપાયો છે તેના કરતા જરા જુદી રીતે શ્રીમાનતુંગસૂરિની ઓળખાણ આપતાં જણાવે છે કે “સભામાં કોઈ સુશ્રાવક બેઠા હતા. તેમણે કહ્યું કે મહારાજ અમારા જેનદર્શનમાં “શાંતિકરસ્તવના કરનારા શ્રી માનદવસૂરિના પટ્ટ ઉપર બેઠેલા શ્રી માનતુંગાચાર્ય હાલમાં પ્રસિદ્ધ છે.”
આથી રાજાએ શ્રી માનતુંગસૂરિજીને રાજસભામાં બોલાવ્યા. ત્યાં તેમનો યોગ્ય સત્કાર કર્યો અને ઊંચું સ્થાન આપ્યું. તેના ઉપર આચાર્યજીએ બિરાજમાન થઈને એક શ્લોક વડે રાજાને નીચે પ્રમાણે આશીર્વાદ આપ્યા કે .
जटाशाली गणेशार्च्य : शंङ्करः शाङ्कराङ्कितः ।
युगादीशः श्रयिं कुर्याद, विलसत्सर्वमङ्गलः ।। અર્થાત્ “મસ્તક પર જટાને ધારણ કરનારા, ગણધરો વડે પૂજાયેલા, સહુનું કલ્યાણ કરનારા,