SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા 159 મયૂર અને બાણના સંબંધના વિષયમાં વિદ્વાનોના મત જુદા જુદા છે. શ્વેતામ્બરાચાર્ય પ્રભાચન્દ્રસૂરિ જેઓએ ઈ. સ. ૧૨૭૭માં લખેલ “પ્રભાવક ચરિત' ગ્રંથમાં માનતુંગસૂરિ ચરિતમ્માં રાજાનું નામ હર્ષદેવ. ઘટનાસ્થળ વારાણસી અને મયૂર અને બાણ વચ્ચેનો સંબંધ સસરા અને જમાઈનો બતાવ્યો છે. મેરૂતુંગાચાર્યકૃત પ્રબંધ ચિંતામણિ' જે લગભગ ઈ. સ. ૧૩૦૪માં લખાયેલો છે તેમાં રાજાનું નામ ભોજ, ઘટનાસ્થળ ઉજ્જયિની અને મયૂર અને બાણ વચ્ચેનો સંબંધ સાળા અને બનેવીનો બતાવ્યો છે, અર્થાત્ મયૂરને બનેવી અને બાણને સાળો બતાવ્યો છે. ઈ. સ. ૧૬૧૦માં થયેલા દિગમ્બર સંપ્રદાયના મહાન આચાર્ય બ્રહ્મરાયમલ્લની ભક્તામર સ્તોત્ર વૃત્તિમાં રાજાનું નામ ભોજ રાજા, ઘટનાસ્થળ માલવ દેશની ધારાનગરી અને સમકાલીન કવિઓમાં બાણ, મયૂરને બદલે કવિ કાલિદાસ કે જેમણે કાલિકાની આરાધના કરીને પોતાના કપાયેલા હાથ-પગ ફરીથી જોડી દીધા હતા. આ ઉપરાંત માઘ અને ભારવિ જેવા કવિઓ રાજદરબારમાં હતા. ઈ. સ. ૧૬૬પમાં ભટ્ટારક વિશ્વભૂષણરચિત “ભક્તામર ચરિત માં જણાવે છે કે રાજાનું નામ ભોજ, ઘટનાસ્થળ ધારાનગરી અને સમકાલીન કવિઓ કાલિદાસ, ધનંજય, શુભચંદ્ર, વરરુચિ અને ભર્તુહરિ હતા. જુદા જુદા વિદ્વાનોના જુદા જુદા મતો સમકાલીન કવિઓ માટે રહેલા દૃષ્ટિગોચર થાય છે. હવે આગળ મયૂર-બાણ કથામાં જણાવ્યું છે કે આ બંને પંડિતો વચ્ચે ગાઢ સગપણ છતાં વિદ્યાની બાબતમાં ભારે ઈષ્ય પ્રવર્તતી હતી. કહ્યું છે કે - ___ "न संहति इक्कमिक्कं न विणा चिटुंति इक्कमिक्केण । રાસ-વસE-તુરંપા, ગુવારી ઉડિયા વિમા II'' અર્થાત્ “ગધેડા, બળદ, ઘોડા, જુગારી, પંડિત અને બાળકો એકબીજાને સહી શકતાં નથી અને એકબીજા વિના રહી પણ શકતાં નથી.” કોઈ એક દિવસ તે બંને પોતાના ચઢિયાતાપણા અંગે રાજસભામાં વિવાદ કરવા લાગ્યા, ત્યારે રાજાએ કહ્યું છે કે, “હે પંડિતો, તમે બંને કાશ્મીર દેશમાં જાઓ, ત્યાં રહેલી શારદાદેવી જેને અધિક માનશે તે શ્રેષ્ઠ ગણાશે.” તે સાંભળી બંને પંડિતો કાશ્મીર તરફ ચાલ્યા. અનુક્રમે ઘણો માર્ગે ચાલીને શારદાદેવીના મંદિર તરફ પહોંચવા આવ્યા. આ પ્રવાસ દરમ્યાન પાંચસો પોઠિયા સામે મળ્યા. બંને પંડિતોએ પોઠવાળાને પૂછ્યું કે “આમાં શું ભર્યું છે?" પોઠવાળાએ કહ્યું, “આ બધી પોઠોમાં ૩ઢંકારવૃત્તિનાં પુસ્તકો છે." આ ઉત્તરથી પંડિતો વિસ્મય પામ્યા. એક ૐકાર પર આટલાં પુસ્તકો ! તે કોણે રચ્યાં હશે !
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy