________________
156 ।। ભક્તામર તુલ્યું નમઃ ।
ચરિત'માં રાજાનું નામ ભોજ, સમકાલીન કવિઓ વરરુચિ, ભર્તૃહરિ, કાલિદાસ, ધનંજય, શુભચન્દ્રનાં નામો આપવામાં આવ્યાં છે અને ઘટનાસ્થળ તરીકે ધારાનગરી દર્શાવવામાં આવી છે.
વિવિધ ગ્રંથો અને નિગ્રંથકારોના માનતુંગસૂરિ કયા રાજાના સમયમાં થયા, તેમના સમકાલીન કવિઓના વિષયમાં અને ઘટનાસ્થળના સંદર્ભમાં મતમતાંતરો જોવા મળે છે.
વિન્ટરનિટ્સ જેવા વિદ્વાને એવી સંભાવના વ્યક્ત કરી છે કે ભક્તામરકાર ક્લાસિકલ સંસ્કૃત યુગના કવિ હોવા જોઈએ. જે તેમણે ભક્તામરની ભાષા અને શૈલી પરથી જણાવ્યું છે. મયૂર, બાણ કે ધનંજયના સમકાલીન હોય તો શ્રી માનતુંગસૂરિ ચોક્કસ સાતમી સદીમાં થયા હશે એમ કહી શકાય. ડૉ. જ્યોતિપ્રસાદ જૈને પણ ભક્તામરકાર માનતુંગનો સમય ઈ. સ. ૭મી સદીમાં જ નિર્ધારિત કર્યો છે.
પંડિત અમૃતલાલ શાસ્ત્રીએ પહેલાં રચાયેલી કૃતિની પાછળની કૃતિ પર પ્રભાવનું વિશ્લેષણ કરીને જણાવ્યું છે કે ૧૨મી સદી પછી ઘણા વિદ્વાનોએ ભક્તામરનાં પઘોનો ઉલ્લેખ કર્યો છે.
આઠમી સદી પછીના ઘણાં સ્તોત્રો ઉપર ભક્તામર સ્તોત્રનો પ્રભાવ પડેલો જોઈ શકાય છે, આના સંદર્ભમાં ડૉ. જ્યોતિપ્રસાદ જૈન જણાવે છે કે “કલ્યાણમંદિર સ્તોત્ર ઉપરનો ભક્તામર સ્તોત્રનો પડેલો સ્પષ્ટ પ્રભાવ બધા જ વિદ્વાનોએ સ્વીકાર કર્યો છે, તેવી જ રીતે ૧૦મી સદીમાં રચાયેલા પુષ્પદન્તના ‘શિવમહિમ્ન સ્તોત્ર’, ૯મી સદીનું જિનસેન સ્વામીનું 'આદિ પુરાણ' અને ૮મી સદીમાં થયેલા હરિભદ્રસૂરિના ‘શાસ્ત્ર વાર્તા સમુચ્ચય' ઉપર પણ ભક્તામર સ્તોત્રનો પ્રભાવ ક્યાંક ક્યાંક દૃષ્ટિગોચર થાય છે.પ
કલ્યાણમંદિર સ્તોત્ર ઉપરાંત બીજાં સ્તોત્રો પર પણ ભક્તામર સ્તોત્રનો પ્રભાવ જોવા મળે છે. તેમાં ડૉ. જ્યોતિપ્રસાદ જૈને જણાવેલ સ્તોત્ર સિવાયનાં અન્ય સ્તોત્રો પર પણ તેનો પ્રભાવ જોવા મળે છે. નીચે જણાવેલ શ્લોકો જે લગભગ મધ્યકાલીન કે ઉત્તર મધ્યકાલીન સ્તુતિ-સ્તોત્રમાંથી લેવામાં આવ્યાં છે. જેના પર પણ ભક્તામર સ્તોત્રના પ્રથમ શ્લોકનો પ્રભાવ જોવા મળે છે.
(૧) લગભગ સાતમી સદીમાં રચાયેલા પંચપરમેષ્ઠી સ્તુતિ (પંચગુરુ ભક્તિ)માં ભક્તામર સ્તોત્રના પ્રથમ શ્લોકની આભા પડતી જોવા મળે છે.
1
श्रीमदमरेन्द्रमुकुटप्रघटितमणि किरणवारिधाराभिः प्रज्वलित पदयुगलान्प्रणमामि जिनेश्वरान्भक्त्या ||१||
(૨) તેવી જ રીતે ચૈત્ય સ્તુતિ (ચૈત્યભક્તિ)માં પણ ભક્તામરનું પ્રતિબિંબ દૃષ્ટિગોચર થાય છે.
तदेतमरेश्वर प्रचलमौलिमाला મળિस्फुरतिकरणचुम्बनीय चरणारविन्दद्वयम् । पुनातुभगवज्जिनेन्द्र तव रूपमन्धिकृतम् जगत्कलमन्यतीर्थगुरुरुपदोषोदयैः ।। ३६ ।।