SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામરસ્તોત્રનો રચનાસમય અને સર્જનકથા 147 ૧૧મી-૧૨મી સદીમાં કે તેનાથી પ્રાચીનકાળમાં પણ આ સ્તોત્ર અતિ પ્રસિદ્ધ, ખ્યાતિપ્રાપ્ત અને પ્રચલિત હશે. પરંતુ એના પહેલાં પણ ભક્તામર સ્તોત્ર’ એટલું જ પ્રસિદ્ધ-પ્રચલિત હશે. જેના માટે શ્રી મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ એક ઉદાહરણ આપે છે કે ‘પ્રાચીનકાળમાં આ સ્તોત્રની ખ્યાતિથી સંબંધિત અમે અહીંયાં એવું પ્રમાણ પ્રસ્તુત કરીશું જે માનતુંગના સમય પર ધ્યાન આપવાવાળા વિદ્વાનોના ધ્યાનમાં અત્યાર સુધી નથી આવ્યું. ધર્મદાસગણિની ઉપદેશમાલા (લગભગ ઈ. સ. છઠ્ઠી સદીના મધ્યભાગમાં) ૨૩૦મી ગાથાના ‘પવઘુ શબ્દની વ્યાખ્યામાં સિદ્ધર્ષિએ (કાર્યકાલ ઈ. સ. ૮૮૦થી ૯૨૦) ઉદાહરણ રૂપે ભક્તામર સ્તોત્રનો ઉલ્લેખ કર્યો છે. “તવા મવત્તામરાઘા: સ્તુત્યો યા:” સિદ્ધર્ષિ જેવા મહાન વિદ્વાન પણ બીજી કોઈ સ્તુતિ-સ્તોત્રને દૃષ્ટાંતના રૂપમાં ન લેતાં ‘ભક્તામર સ્તોત્ર’ને જ ઉદાહરણ રૂપે લેવા માટે આકર્ષિત થઈ જાય છે. તે જ બતાવી આપે છે કે ઈ. સ. ૯મી-૧૦મી સદીમાં ‘ભક્તામર સ્તોત્ર' પ્રસિદ્ધ સ્તોત્ર હતું. એ વખતના સાધુ સંપ્રદાયોમાં અત્યંત લોકપ્રિય હોવા ઉપરાંત તે સમયમાં પણ પ્રાચીન માનવામાં આવતું હશે. સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ ઇતિહાસવિદ વિદ્વાન ડૉ. એ. બી. ક્રીથે ‘ભક્તામર સ્તોત્ર'ની કથાના સંદર્ભમાં અનુમાન કર્યું છે કે માનતુંગને જે ઓરડામાં કેદ કરવામાં આવ્યા હતા તે તાળાં કે પાશબંધન એ સંસારબંધનનાં રૂપક છે. આવા પ્રકારનાં અનેક રૂપકો છઠ્ઠી-સાતમી સદીમાં લખવામાં આવ્યાં છે. ઉદાહ૨ણ રૂપે ‘વસુદેવહિંડી'માં ગર્ભાવાસનું દુઃખ, વિષયસુખ, ઇન્દ્રિયસુખ, જન્મમરણ વગેરે સંબંધિત અનેક રૂપકો આવે છે. જો ડૉ. કીથનું આ અનુમાન સત્ય હોય તો ‘ભક્તામર સ્તોત્ર’નો રચનાકાળ છઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ કે સાતમી સદીનો પૂર્વાર્ધ હોવો જોઈએ. તેમણે એવું પણ અનુમાન કર્યું છે કે માનતુંગ-બાણ સમકાલીન હતા. સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝાના સિરોહીના ઇતિહાસમાં એવું કથન મળે છે કે, શ્રી કંઠપ્રદેશના સ્વામી હર્ષવર્ધન (હર્ષરાજા)નો રાજ્યાભિષેક વિ. સં. ૬૬૪માં થયો. તે મહાપ્રતાપી વિદ્વાન અને વિદ્યાપ્રેમી હતો. તેના સમયમાં સુપ્રસિદ્ધ કાદંબરીકાર બાણભટ્ટ કે જેમણે ‘હર્ષચરિત’ રચ્યું છે. ‘સૂર્યશતક'ના કર્તા મયૂર આદિ તેના દરબારના પંડિતો હતા. જૈન વિદ્વાન ‘માનતુંગાચાર્ય’ (ભક્તામર સ્તોત્રના કર્તા) પણ તે રાજાના સમયમાં થયા એવું કથન મળે છે. ‘ભક્તામર સ્તોત્ર’ પ્રાસાદિક ભાવવાહી ભાષામાં આદિનાથની સ્તુતિ તરીકે રચાયેલું છે. આ બંને ઇતિહાસવિદોના અનુમાન પરથી કહી શકાય કે શ્રી માનતુંગસૂરિનો સમય ઈ. સ. ૭મી સદીનો મધ્યભાગ હોવો સંભવિત છે. સ્તોત્ર કેટલું પ્રાચીન છે તેનો નિશ્ચય તેના બંધારણ પરથી પણ કરી શકાય છે. ‘ભક્તામર સ્તોત્ર'ની સંરચના અને શૈલી મધ્યકાળથી પણ પહેલાંની છે એવું ચોક્કસપણે દેખાઈ આવે છે. શ્રી કટારિયા માનતુંગસૂરિ નવમી સદી પહેલાંના સિદ્ધ થાય તેવાં બે ઉદાહરણો આપે છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy