SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્રનો રચના સમય અને સર્જનકથા ક 143 સામાન્ય રીતે શ્રી માનતુંગસૂરિનો સમય ઈ. સ. ૭મી સદીનો પૂર્વાધ માનવામાં આવે છે. જે લોકો શેલીની દૃષ્ટિએ વિચાર કરે છે તે તેઓને બાણ-મયૂરના સમકાલીન માને છે. કારણ કે “ભક્તામર સ્તોત્ર'ની શૈલી અને બાણ-મયૂરની સ્તોત્રશૈલી સરખી છે. ભોજના સમયમાં બાણ અને મયૂરનું અસ્તિત્વ સંભવિત નથી. તેથી શૈલીની દૃષ્ટિએ તથા એતિહાસિક તથ્થો ન મળવાથી શ્રી માનતુંગસૂરિએ “ભક્તામર સ્તોત્ર'ની રચના ભોજના રાજ્યકાળ દરમ્યાન નહોતી કરી. કથાઓના આધારે માનતંગ બાણ-મયૂરના સમયના છે અને કોઈ પણ પ્રકારે તેઓનો સંબંધ બાણમયૂર સાથે રહ્યો હશે. ઉત્તર મધ્યકાલીન સમયની તપાગચ્છીય અને અન્ય ગચ્છોની પટ્ટાવલીઓ શ્રી માનતુંગસૂરિને વિક્રમની ત્રીજી સદીના માન્ય રાખે છે. જ્યારે બીજી તરફ પ્રા. હીરાલાલ કાપડિયાએ પોતાના ભક્તામર-કલ્યાણમંદિર-નમિઊણ સ્તોત્રત્રયમૂની સંસ્કૃત ભૂમિકામાં શ્રી માનતુંગસૂરિના સમયને નક્કી કરવા માટે પોતાની લાચારી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે મધ્યકાલમાં મુસ્લિમ આક્રમણ દરમ્યાન અનેક ગ્રંથાદિ નષ્ટ થઈ જવાથી માનતુંગાચાર્યના સમયને સ્પષ્ટ કરવા માટે પ્રમાણ મળ્યાં નથી. પરંતુ આ મંતવ્ય બાદ થોડાં વર્ષો પછી તેઓએ પોતાના અન્ય એક પ્રકાશનમાં ભક્તામર સ્તોત્રના શીર્ષક પછીના કોષ્ટકમાં એમનો સમય વિક્રમની આઠમી સદીનો આપ્યો છે. અને ત્યાં જ બીજી બાજુએ શ્રી માનતુંગસૂરિને હેમચંદ્રથી નજીક ૧૫૦ વર્ષ પહેલાં થયા એવું પણ જણાવ્યું છે. દિગમ્બર વિદ્વાનો પાસે પણ એવો કોઈ પુરાવો નથી કે જેના આધાર પર તેઓ માનતુંગના સમયનો થોડોઘણો ચોક્કસ નિર્ણય કરી શકે. ધારાનગરીના રાજા પરમારરાજ ભોજના સમકાલીન લગભગ ઈ. સ. ૧૦૦૮થી ૧૦૬૦માં ધારા-નિવાસી દિગમ્બરાચાર્ય મહાપંડિત પ્રભાચંદ્રએ ‘ક્રિયાકલાપ' ગ્રંથની પોતાની ટીકાની અંદર લખ્યું છે કે માનતંગ નામના શ્વેતામ્બર મહાકવિને એક દિગમ્બરાચાર્યએ મહાવ્યાધિમાંથી મુક્ત કરી દીધા તો તેમણે દિગમ્બર માર્ગ ગ્રહણ કરી લીધો અને પૂછ્યું કે ભગવન્! હવે હું શું કરું ?” આચાર્યે આદેશ આપ્યો કે “પરમાત્માના ગુણોને ગૂંથીને સ્તોત્રની રચના કરો.” ફલશ્રુતિ રૂપે માનતુંગમુનિએ ભક્તામર સ્તોત્ર'ની રચના કરી. પ્રભાચંદ્ર પછી ઘણાં લાંબા સમય બાદ ૧૭મી સદીના દિગમ્બર સાહિત્યમાં માનતુંગસૂરિને મહાકવિ ધનંજયના ગુરુના રૂપમાં ઉલ્લેખવામાં આવ્યા છે. જો આ ઉલ્લેખિત હકીકતને માની લેવામાં આવે તો એમનો સમય સાતમી સદીના ઉત્તરાર્ધ માની શકાય તેમ છે. આ હકીકતને માનવા માટે ચોક્કસ પુરાવાની જરૂર છે. પરંતુ અહીં તો ધનંજયે પોતે પોતાની રચનાઓમાં શ્રી માનતુંગસૂરિનો પોતાના ગુરુ તરીકેનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી અને મધ્યકાલીન સમયના દિગમ્બર સાહિત્યમાં પણ ક્યાંય ઉલ્લેખ મળતો નથી. ઈ. સ. ૧૨૭૭માં શ્વેતામ્બરાચાર્ય પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવકચરિત'ની અંદર માનતુંગસૂરિ ચરિતમ્માં લખ્યું છે કે “વારાણસી નરેશ શ્રી હર્ષદેવના રાજ્યમાં ધનદેવ શ્રેષ્ઠીનો પુત્ર માનતુંગ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy