________________
ભક્તિના માનસરોવરનું મોતી 'શાશ્વત ભક્તામર સ્તોત્ર'
તીર્થકર ભગવાનના ગુણો અને સિદ્ધિઓનું વર્ણન કરવા માટે અવન્તિ ઉપર સર્જાયેલા બધા જ શબ્દો ઓછા પડે, જે ઇષ્ટદેવે પ્રત્યે શ્રદ્ધા હોય, એમના પ્રત્યે હૃદયમાં જાગ્રત થતાં ભક્તિ તરંગો ક્યારેય પૂર્ણ ન થાય, કાંઈક એવું જ માનતુંગાચાર્ય રચિત ભક્તામર સ્તોત્ર' માટે કહી શકાય.
પ્રત્યેક શબ્દના ધ્વનિમાં સૂર્ય સમાન તેજ અને બુદ્ધિ માને નહિ એવા ભવ્ય ચમત્કારનો સાક્ષાત્કાર બિરાજમાન છે એવા આ સ્તોત્રના ગુણાનુરાગ કરવા કલમ ઉપાડવી એટલે વિરાટ કલાસ પર્વતના આરોહણ માટે એક ડગલું માંડવું.
ડૉ. રેખા વોરાએ આજથી દશ વર્ષ પહેલાં પીએચ.ડી.ની ઉપાધિ નિમિત્તે પોતાના શોધપ્રબંધ જૈન સ્તોત્રસાહિત્ય અને ભક્તામર સ્તોત્ર' વિષય ઉપર મહાનિબંધ લખવા પોતાની કલમ ઉપાડી, અને એ શોધપ્રબંધ આજે || ભક્તામર તુલ્યું નમઃ ||' શીર્ષકથી આપણને પ્રાપ્ત થાય છે. | સર્વ પ્રથમ તો ફરિયાદ કરવાનું મન થાય છે કે આવા અધ્યયનશીલ ગ્રંથના પ્રકાશન માટે આટલો વિલંબ શા માટે કર્યો ? પરંતુ સમય પાકે ત્યારે જ સત્યનું અવતરણ થાય છે. દસ વર્ષ પછી પણ આવો ગ્રંથ જૈન સમાજને પ્રાપ્ત થાય એ અલ્પ આનંદની ઘટના નથી જ.
સમગ્ર ગ્રંથનું વાંચન કરીને જ્યારે ભાવક બહાર આવે છે ત્યારે એક તીર્થયાત્રાનો સાત્ત્વિક આનંદ અનુભવ્યો હોય એવી પ્રતીતિ એ વાચકને થાય છે.
જૈન સ્તોત્રસાહિત્ય હિમાલય જેવું વિશાળ અને સાગર જેટલું ગહન છે. એ સમગ્ર સાહિત્યનું દર્શન કરવું, એનું અચન કરવું અને અનેક પરિમાણોથી એ સ્તોત્રોની વિશિષ્ટતા દર્શાવવી એ કપરું કામ છે અને એમાંય “ભક્તામર સ્તોત્રને કેન્દ્રમાં રાખી. આ અમર સ્તોત્રની જુદી જુદી શબ્દઅર્થની વિભાવનાને સ્પર્શી, એમાંથી પ્રાપ્ત થતાં આનંદ, સત્ત્વ, તત્ત્વ અને સત્યને સ્પષ્ટ રીતે પ્રસ્તુત કરવાં એ અતિ કઠિન કામ છે. આશ્ચર્યની વાત એ છે કે આ કાર્ય કોઈ સાધ્વીશ્રી કે સાધુ ભગવંતોએ નથી કર્યું પણ સંસારની બધી જ જવાબદારીનું પૂર્ણ વફાદારીપૂર્વક વહન કરતાં કરતાં પૂરી નિષ્ઠાથી આ શુભ કાર્ય કુમારી ડૉ. રેખાબહેનને પાર પાડ્યું છે. મારી દૃષ્ટિએ આ એક મહોત્સવની પળ છે.
ભક્તામરની ગાથાઓ ૪૪ કે ૪૮ ? આ વિશદ ચર્ચા અહીં છે. ક્યાંક વાંચ્યું હતું કે ભક્તામરની પર ગાથા છે અને ચાર ગાથામાં આ સ્તોત્રનું રહસ્ય છે. પણ એ ગાથાઓ કાળના પ્રવાહમાં વિલિન થઈ ગઈ છે.
XIV