SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી મ 129 આ રીતે માનતુંગ નામના વિભિન્ન જૈન ગુરુઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે જે નીચે પ્રમાણે છે. (૧) માનતુંગસૂરિ : જેમનો ઉલ્લેખ સાર્થવાહનના સભાસદના રૂપમાં મુનિ રત્નસૂરિકૃત અમસ્વામી ચરિતની પ્રશસ્તિમાં કરવામાં આવ્યો છે. સાર્થવાહનથી હાલના શાલિવાહનનો અભિપ્રાય હોય તો એમનો સમય ઈ. સની પ્રથમ સદી હશે તો સાર્થવાહનનું રાજ્ય ઈ.સ.ની ત્રીજી સદીના અંત સુધી ચાલ્યું હતું. તો આ માનતુંગનો સમય પણ એ જ હશે. (૨) માનતુંગસૂરિ : જે શ્વેતામ્બર ખરતરગચ્છ પટ્ટાવલીમાં નંબર ૨૩તેવીશ) પર જેમનો ઉલ્લેખ છે તે માનદેવના શિષ્ય તથા વીરના ગુરુ હતા. આ પટ્ટાવલિમાં ચન્દ્રકુળના સ્થાપક ચંદ્રનો સમય લગભગ ઈ. સ. ૨૫૦ની આસપાસ માનવામાં આવે છે તેથી આ માનતુંગનો સમય લગભગ ઈ.સ.ની ત્રીજી સદી થાય. ૩) માનતુંગસૂરિ : જે તપાગચ્છ પટ્ટાવલીમાં ન. ૨૦ ઉપર ઉલ્લેખિત છે એમાં સમન્તભદ્રનો નં. ૧૬ અને ચન્દ્રનો નં. ૧૫મો છે. આમાં પણ ગુરુ માનદેવ અને શિષ્ય વીર જ છે. (૪) માનતુંગસૂરિ : જે દેવદ્ધિગણિના સમાન સામયિક વરના ગુરુ હતા. એમનો સમય લગભગ ઈ. સ. ૪૫૦નો છે. (૫) માનતુંગ : જેમને એક પટ્ટાવલીમાં માલેશ્વર ચાલુક્ય વયરસિંહ દેવના આમાત્ય કહ્યા છે. માલવ રાજાઓમાં ચાલુક્ય વયરસિંહ તો કોઈ નથી થયા પરંતુ પરમાર વંશમાં બે વયરિસિંહ થયા છે. વયરસિંહ પ્રથમ ધારાના પરમારવંશના સ્થાપક કૃષ્ણ ઉપેન્દ્રનો ઉત્તરાધિકારી હતો. વયરસિંહ પ્રથમ તથા તેના અમાત્ય માનતુંગનો સમય લગભગ ઈ. સ. ૭૫૦ કે ઈ. સ. ૮૫૦ રહ્યો હશે. વયરસિંહ બીજો લગભગ ઈ. સ. ૯૫૦માં થયો છે. જો માનતુંગ આના અમાત્ય રહ્યા હશે તો એમનો સમય પણ લગભગ ઈ. સ. ૯૫૦ થયો. () માનતુંગ : જે મોહનવિજયકૃત માનતુંગ - માનવતી રાગ અને તિલકવિજય કૃત માનતુંગ - મનાવતી ચરિતના નાયક છે અને અવન્તીના રાજા હતા. (૭) માનતુંગ : પ્રાકૃતમાં રચાયેલા ભયહરસ્તોત્ર' અર્થાત્ નિમિઊણ સ્તોત્ર'ના રચનાકાર. આ સ્તોત્ર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ રૂપે છે અને અંતિમ પદ્યમાં માનતુંગની છાપ છે. “ગો પઢ નો નિસુખ, તાાં વખો ય મળતું રસ'' આને ભક્તામરની જ રચના માની લેવામાં આવી છે પરંતુ આ અનુમાન માત્ર જ છે. (૮) માનતુંગસૂરિ : ચતુરગચ્છીય અથવા વરગચ્છીય શીલગુણસૂરિના શિષ્ય પૂર્ણિમા શાખાના ગચ્છાધિપતિ મલયપ્રભસૂરિ (ઈ. સ. ૧૨૦૩)ના ગુરુ વિનયચંદ્રસૂરિ (ઈ. સ. ૧૨૨૯-૧૨૮૮)ના દાદાગુરુ અને સિદ્ધ જયન્તી' (બીજું નામ જયન્તી ચરિત્ર, જયન્તી પ્રકરણ, જયન્તી પ્રશ્નોત્તર)ના રચયિતા. આ માનતુંગસૂરિનો સમય લગભગ ઈ. સ. ૧૨૦૦ હોવો જોઈએ. (૯) માનતુંગસૂરિ : ચંદ્રગચ્છીય જે રત્નપ્રભસૂરિના શિષ્ય હતા અને જેમણે ઈ. સ. ૧૨૭૫માં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy