________________
શ્રી ભક્તામરસ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી
127
પ્રો. હીરાલાલ કાપડિયા એમ માને છે કે શ્રી માનુતંગસૂરિ બ્રાહ્મણ જાતિના હશે અને અમૃતલાલ શાસ્ત્રી તેમને વેદના અભ્યાસી માને છે. એ તેમની કલ્પના માત્ર છે. પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અનેકાનેક જૈન આચાર્યોએ પણ પોતાની રચનાઓમાં ભગવદ્ગીતા, વેદ, ઉપનિષદ, આદિ બ્રાહ્મણગ્રંથોનાં વાક્યો ગૂંથ્યાં છે. આમ છતાં તેઓ બ્રાહ્મણ જાતિમાં જન્મ્યા ન હતા. પણ આ બધાં શાસ્ત્રોનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ જ કર્યો હતો. ઉદાહરણ તરીકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય, શ્રી યશોવિજયજી વગેરે. ભક્તામર સ્તોત્રના રચયિતા શ્રી માનતુંગસૂરિ મહાવિદ્વાન હતા અને તેમણે જૈન ધર્મ ઉપરાંત જૈનેતર ધર્મશાસ્ત્રોનો પણ ખૂબ જ ગહનતાથી અભ્યાસ કર્યો હતો કે જે પ્રતિબિંબિત સ્વરૂપે આ સ્તોત્રમાં જોઈ શકાય છે. રૂપક, ઉપમા અલંકારનો ભંડાર, આકાશી તત્ત્વનો સમન્વય, છંદ વગેરે દ્વારા સ્તોત્ર રચનાની અદ્ભુત કાવ્યશક્તિ તેમને પ્રારંભથી જ વરેલી હશે, નહિ તો આવું અલૌકિક ગંભીર પદાવલીવાળું કાવ્ય થોડી વારની બંધન-અવસ્થા દરમ્યાન તત્કાલ શી રીતે રચી શકાય ? એ પણ એક પ્રશ્ન છે.
ઈ. સ. ૧૩૭૦માં રુદ્રપલ્લી શ્રી ગુણાકરસૂરિએ ભક્તામર સ્તોત્ર’ની ટીકામાં એવો ઉલ્લેખ કર્યો છે કે
"भयहरभत्तिभर स्तवादिकरण प्रकटाः । श्री मानतुंगसूरयः श्वेताम्बराः सन्तिः ।।”
અર્થાત્ શ્વેતામ્બરાચાર્ય શ્રી માનતુંગસૂરિએ ભયહર સ્તોત્ર’, ‘ભત્તિભર સ્તોત્રની રચના કરી છે. આ સર્વમાન્ય હકીકત છે.
શ્રી મુનિસુંદરસૂરિએ ગુર્વાવલીમાં નીચેનાં પઘો દ્વારા તેનું સમર્થન કરેલું છે.
आसीत् ततो दैवत सिद्धिऋद्धिः, श्रीमानतुंग्डोऽय गुरूः प्रसिद्धः । भक्तामराद् बाणमयूर विद्याचमत्कृतं भूपबोधयद् यः ।। ३५ ।। भयहरतः कविराज यश्चाकार्षीद वशम्यदं भगवान भत्तिब्भरेत्यादि नमस्कार स्तवदब्ध बहुसिद्धिः ||३६||
‘રાજગચ્છ પટ્ટાવલી’, ‘તપાગચ્છ પટ્ટાવલી સૂત્ર', ‘લઘુપોસાલિક પટ્ટાવલી’, ‘હીર સૌભાગ્ય’ વગેરે અન્ય ગ્રંથોમાં પણ આ વિગતનો ઉલ્લેખ થયો છે.
શ્રી માનતુંગસૂરિરચિત આ ત્રણ સ્તોત્રમાં ભત્તિભર સ્તોત્રના પ્રારંભમાં મત્તિધ્મર અમરપાળયં પળમિય' એ શબ્દોથી શરૂઆત થાય છે. ‘ભયહર સ્તોત્ર' કે ‘નમિઊણ'ના પ્રારંભમાં નમિળ પળય સુરપાળ ચુડામ”િ એ શબ્દો આવે છે અને ‘ભક્તામર સ્તોત્ર'ના પ્રારંભમાં ભક્તામર પ્રળત મૌનિ' એ શબ્દ આવે છે અને આ જ શ્લોકની ત્રીજી પંક્તિમાં પ્રમ્ય શબ્દ આવે છે.
આમાંની પ્રથમ બંને કૃતિઓ પ્રાકૃત ભાષામાં રચાયેલી છે જ્યારે ત્રીજી કૃતિ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. તાત્પર્ય કે શ્રી માનતુંગસૂરિ પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષાના મહાવિદ્વાન હતા એમ માનવું યથાયોગ્ય છે.