SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી 125 "येन भक्तामर स्तवनं कृत्या बाण मयूर पंडित बिद्या चमत्कृतोऽपि क्षितिपातः प्रतिबोधितः । भयहर स्तवन वीरचेन च नागराजो वशीकृतः भक्तिभरेत्यादि स्तवनानि च कृतानि ।।" તાત્પર્ય કે બાણ અને મયૂર પંડિતોની ચમત્કારભરી વિદ્યા પ્રતિબંધિત કરવા માટે ભક્તામર સ્તોત્રની રચના થઈ. નાગરાજને વશીકૃત કરવા માટે “ભયહર' અને ભક્તિભર સ્તોત્ર'ની રચના કરી. આમ, માનતુંગસૂરિના જીવન સંબંધી અનેક વિચારધારાઓ પ્રચલિત છે. શ્વેતામ્બરોમાં ભક્તામર સંબંધી સૌથી પ્રાચીન કથાઓ મળે છે. પરંતુ દિગમ્બર સાહિત્યમાં ‘ભક્તામર સ્તોત્ર' કે શ્રી માનતુંગસૂરિ વિશેની જે કથાઓ મળે છે તે લગભગ ૧૭મી સદી પછીની જોવા મળે છે. ઈ. સ. ૧૬૨૬માં થયેલા ભટ્ટારક સકલચંદ્રના શિષ્ય “બ્રહ્મચારી રાયમલ્લની ભક્તામર વૃત્તિ ઈ. સ. ૧૩૭૦ પહેલાં થયેલા શ્વેતામ્બરાચાર્ય શ્રી ગુણાકરસૂરિની વૃત્તિને નજર સમક્ષ રાખીને લખાઈ હોય તેમ લાગે છે. આ સંદર્ભમાં શ્રી સારાભાઈ નવાબનું કહેવું છે કે “ગુણાકરની આપેલી કથાઓ પાત્રોના નામ બદલી કરીને પોતપોતાના સંપ્રદાયને પુષ્ટિ આપતા નામની ફેરબદલી કરી નાખી છે.” ઈ. સ. ૧૬૬૭માં ભટ્ટારક વિશ્વભૂષણકત “ભક્તામર ચરિતામાં બીજી કથા લખાઈ છે. એમાં ભોજ, ભર્તુહરિ, ભારવિ, કાલિદાસ, ધનંજય, વરરુચિ અને માનતુંગ આદિને સમકાલીન ગણાવ્યા છે. એવું પણ જણાવ્યું છે કે, આચાર્ય માનતુંગસૂરિએ “ભક્તામર સ્તોત્રના પ્રભાવથી ૪૮ કમરા(ઓરડા)નાં તાળાંને તોડીને પોતાનો પ્રભાવ બતાવ્યો હતો. આમાંથી મહાકવિ કાલિદાસ ગુપ્તકાલીન હતા, મહાકવિ ભારવિ જેમણે કિરાતાર્જુન ની રચના કરી તેઓ ઈ. સ. છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થયા છે અને ગૂર્જર કવિ માઘના શિશુપાલ વધ’ મહાકાવ્યનો સમય લગભગ ઈ. સ. ૭મી સદીના ઉત્તરાર્ધ છે. તેથી જ ડૉ. જ્યોતિ પ્રસાદ જેને વિષ્ણુભૂષણના ભક્તામર ચરિત માંથી દિગમ્બર સંપ્રદાયમાં થયેલા મહાકવિ ધનંજય માનતુંગના શિષ્ય હતા માત્ર એટલો જ ઉલ્લેખ કર્યો છે. ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીએ પણ ધનંજય સિવાયના વરરુચિ, કાલિદાસ, ભર્તુહરિ અને શુભચન્દ્રને સમાવિષ્ટ કર્યા છે. આમાંથી વરરુચિનો સમય ગુપ્તકાળ કે તેનાથી પૂર્વનો રહ્યો છે. ભર્તુહરિ પાંચમી સદીના પૂર્વાર્ધમાં થયા હતા. શુભચંદ્ર ૧૦મી સદીમાં થઈ ગયા. શ્વેતામ્બર કથાકારો કરતાં પણ દિગમ્બર કથાકારો માનતુંગના જીવનકાળ માટે વિશેષ અંધારામાં જણાયા છે. તેઓએ ધારાનગરીના રાજા ભોજના દરબારમાં આ સર્વે મહાકવિઓની એકસાથે ઉપસ્થિતિ બતાવી છે. તાત્પર્ય કે પ્રભાવક ચરિતના થયેલા ઉલ્લેખથી એટલું તો સ્પષ્ટ થાય છે કે શ્રી માનતુંગસૂરિ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy