SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી 123 स चित्रवर्णविच्छति हारिणोरव्रती पतिः । श्री हर्ष इव संघट्ट चक्रे बाणमयूरयोः ।। અર્થાત્ બાણ અને મૂયરની વચ્ચે ચાલતી પ્રતિસ્પર્ધા શ્રી હર્ષ રાજા દ્વારા પ્રોત્સાહિત થતી રહેતી હતી. લગભગ ઈ. સ. ૧૧૦૦માં શ્રી મમ્મટે કાવ્યપ્રકાશની સર્વોપલ્લવૃત્તિમાં દ્વિતીય કારિકાની ટીકા કરતાં લખ્યું છે કે : "आदित्यादेमयूरादिनामिवानर्थनिवारणं" આમાં કવિરાજ મયૂરે સૂર્યશતક' રચીને કુષ્ઠરોગનું નિવારણ કર્યું હતું તે કથા તો પ્રચલિત છે તે સાથે પરિ" શબ્દથી ચમત્કારિક ઘટનાઓ જોડી દીધી. ઉદાહરણ તરીકે મહાકવિ બાણે મયૂર સાથેની સ્પર્ધામાં “ચંડીશતક'ની રચના કરીને પોતાનાં કાપેલાં અંગોને ફરીથી જોડી દીધાં. આ ઉપરથી એવું સૂચિત થાય છે કે ઈ. સ. ૧૧૦૦ પહેલાં પણ મયૂર અને બાણની પ્રતિસ્પર્ધીની ફલશ્રુતિ સંબંધિત દંતકથાઓ પ્રસિદ્ધ થઈ ચૂકી હતી. ઈ. સ. ૧૨૭૭માં પ્રભાચન્દ્રએ રચેલા પ્રભાવક ચરિત'માં માનતુંગ ચરિત'ની રચનાના સંદર્ભમાં જણાવે છે કે “અહીં - ત્યાંની સાંભળેલી અને કંઈક સંપ્રદાયમાં પ્રચલિત કિંવદંતીઓનો આધાર લેવામાં આવ્યો હતો. જેમ મયૂરના કુષ્ઠરોગના નિવારણ માટેની દંતકથા સૂર્યશતકનો છઠ્ઠો શ્લોક બની હશે, કદાચ એ જ પ્રભાચન્દ્રની પ્રેરણા અને આદર્શ રહ્યાં હશે.” ભક્તામર સ્તોત્રના ૪રમા (દિગમ્બરના ૪૬મા) શ્લોકમાં જણાવ્યું છે કે "બાપાનું... મવત્તિ TI" અર્થાતુ બેડીઓના બંધનથી બંધાયેલો મનુષ્ય જો નિરંતર શ્રી જિનેશ્વરદેવના નામનું સ્મરણ કરે તો બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આ સંદર્ભમાં શ્રી વિન્ટરનિટ્સ જણાવે છે કે “આ શ્લોકનો આધાર બનાવીને ચમત્કારને કથામાં પરિવર્તિત કરવામાં આવ્યો છે.” પ્રભાચન્દ્ર પછી શ્રી મેરૂતુંગાચાર્ય જેઓ ઈ. સ. ૧૩૦૫માં થઈ ગયા. તેઓએ આ સંબંધમાં અતિ સંક્ષિપ્ત વિવરણ આપ્યું છે. એમની કથામાં બાણ-મયૂર અને માનતુંગ એકીસાથે રહ્યા છે. છતાં પણ એમણે ચમત્કારનું ઘટનાસ્થળ ઉજ્જયિની બતાવ્યું છે. હકીકતમાં ઘટનાસ્થળ વારાણસી છે. રાજાનું નામ પરમાર રાજ ભોજ આપ્યું છે. બંધનગ્રસ્ત અવસ્થામાંથી મુક્તિની ઘટના તેમણે પણ બતાવી છે. પણ આ ઘટના બંદીગૃહમાં નથી બની, પરંતુ નગરના યુગાદિશ્વરના મંદિરના પાછલા ભાગમાં બની હતી એવું કહેવામાં આવ્યું છે. ‘ભક્તામર સ્તોત્ર'ના સૌથી પ્રાચીન વૃત્તિકાર રુદ્રપલ્લીય શ્રી ગુણાકરસૂરિ ઈ. સ. ૧૩૭૦માં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy