SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 120 । ભક્તામર તુલ્યું નમઃ II છે. અને કેટલાકે આ દશ-ભક્તિમાં જ બંને ભક્તિનો સમાવેશ કર્યો છે. આમાંથી કોઈની પણ ભક્તિ ક૨વાથી એક જ સ૨ખી ફળસિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને તે છે પરમપદ-મોક્ષપ્રાપ્તિનું સુખ. ભક્તિસભર રચાયેલાં સ્તોત્ર દ્વારા અનંત સુખની પ્રાપ્તિ થાય છે. શ્રી અરિહંતદેવનું નામ મહામંગલકારી છે. તેઓનાં અનંત ગુણોનું વર્ણન સ્તોત્રમાં થયેલાં હોય છે. અર્થાત્ ભક્તિનું મૂળ સ્વરૂપ સ્તોત્ર છે. અને આવા ભક્તિપ૨ક સ્તોત્રોનું સ્વરૂપ પણ શાશ્વત હોય છે. પ્રાચીનતમ જૈન શાસ્ત્રકારોએ રચેલ સ્તોત્રોનો મહિમા આજે પણ એટલો જ જોવા મળે છે. જૈન સાહિત્યને ચરણે અનેકાચાર્યોએ પ્રસાદ રૂપે સ્તોત્રોની ભેટ ધરી છે. આ સ્તોત્રોનું મહાત્મ્ય જેટલું રચનાકાળના સમયમાં હતું તેટલું જ આજે પણ જોવા મળે છે. અનેકાચાર્યો જૈન ધર્મની ધુરાને જયવંતી રાખવા માટે અનેક સ્તોત્રની રચના કરી છે. આ સ્તોત્ર-સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે. આ ઉપલબ્ધ સાહિત્યવિષયક નોંધ પરથી માહિતીની વાત થઈ. આ સિવાય પણ પ્રાચીન ગ્રંથભંડારોમાં સાહિત્ય ભંડારાયેલું હજી પણ છે. આવા અદ્ભુત સ્તોત્ર ઉપરાંત અનેક સ્તોત્રો હજુ પણ ભંડારાયેલા હોવાની શક્યતા જણાય છે. સ્તોત્રસાહિત્યની ઉપયોગિતા, વિશાલતાને અનુલક્ષીને અનેક જૈન મુનિભગવંતોએ તેને વ્યવસ્થિત કરવાનું કાર્ય આરંભ્યું છે. શ્રી જંબુવિજયજી મહારાજ સાહેબ હાલમાં જેસલમેરના ગ્રંથભંડારમાંથી હસ્તપ્રતો, તાડપત્રીઓ આદિનો અભ્યાસ કરી તેને જાળવવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આગળ થયેલા ઉમાસ્વાતિ, ભદ્રબાહુસ્વામી, સમન્તભદ્ર, કુંદકુંદાચાર્ય, આચાર્ય પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, વસ્તુપાલ, ઉપાધ્યાય યશોવિજયજી જેવાં મુનિરત્નોએ અમૂલ્ય વારસો આપણને આપેલ છે, તે સર્વને મારા કોટિ કોટિ વંદન. પાદટીપ ૧. ‘ભક્તામર ભારતી ભૂમિકા', સં. કમલકુમાર શાસ્ત્રી, પૃ. ૨ ૨. જૈન રત્નચિંતામણિ સર્વસંગ્રહ સાર્થ' ભાગ ૧-૨, સં. નંદલાલ દેવલૂક, પૃ. ૬૮૯ ૩. જૈન રત્નચિંતામણિ સર્વસંગ્રહ સાર્થ', ભાગ ૧-૨, સં. નંદલાલ દેવલૂક, પૃ. ૬૮૯ ૪. ભક્તામર -કલ્યાણમંદિર નમિઊણ સ્તોત્રમય', પ્રસ્તાવના : હીરાલાલ કાપડિયા, પૃ. ૯-૧૦ ૫. શ્રી માનતુંગસૂરિ ભક્તામરસ્તોત્ર', સંકલન : મફતલાલ ઝવેરચંદ ગાંધી, પૃ. ૭ ૬. ભક્તામર-કલ્યાણમંદિર નમિઊણ સ્તોત્રમય', પ્રસ્તાવના : હીરાલાલ કાપડિયા, પૃ. ૯-૧૦
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy