SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 106 કે તે ભક્તામર સુભ્ય નમઃ | સિદ્ધ-વિબુદ્ધ અને દેવ છે. ભવદુઃખભંજક, વ્યાપક સિદ્ધ, બુદ્ધ અને કર્મબંધ દૂર કરનારા દેવાધિદેવ સદેવ હૃદયમાં નિવાસ કરે એવી કવિની કામના છે. જીવ કેવી રીતે ફળ ભોગવે છે તે વિષે શ્રી અમિતગતિ લખે છે કે : સ્વયં કૃત કર્મ યદાત્મના પુસફલ તદીય લભતે શુભાશુભમ્ | પણ દંત યદિ લભ્યતે ફૂટે સ્વયં કૃત કર્મ નિરર્થક તદા” li૩૦ અર્થાત જૈનદર્શન પ્રમાણે જીવ કર્માનુસાર ફળ ભોગવે છે. સુખદુઃખનું કારણ કર્મ છે. જેના સકળ કર્મો ક્ષય પામે છે તે ઈશ્વર છે. (પરિક્ષીને સવર્મ ) કર્માનુસાર ફળપ્રાપ્તિનો સિદ્ધાંત સરળ ભાષામાં શાસ્ત્રકાર શ્રી અમિતગતિ સમજાવે છે. ઉપર્યુક્ત બંને વિદ્વાનોએ અતિગતિની રચનાનાં નામ અલગ જણાવ્યાં છે. (૧૬) વાદી રાજસૂરિ : ૧૧મી સદીમાં થયેલા વાદી રાજસૂરિની રચનાઓમાં એકીભાવ સ્તોત્ર', જ્ઞાન લોચન સ્તોત્ર', ‘આધ્યાત્મક શતક' આદિનો સમાવેશ થાય છે. હિંદુ ધર્મના પ્રતિસ્મરણ સ્તોત્રની જેમ જૈન ધર્મના સ્તોત્ર-સાહિત્યમાં પણ કેટલાંક પ્રાતઃકાળે ગાવાનાં સ્તોત્ર રચાયાં છે. (૧૭) મુનિચંદ્ર : બારમી સદીમાં થયેલા મુનિચંદ્રસૂરિએ પ્રાતઃકાળે ગાઈ શકાય તેવી પ્રાભાતિક જિન સ્તુતિ'ની રચના કરી છે. (૧૮) ચંદ્રપ્રભસૂરિ : બારમી સદીના જ આ મુનિચંદ્ર પછી ચંદ્રપ્રભસૂરિએ પ્રભાક કુલક' નામે સાધારણ જિન સ્તવન રચ્યું છે એમાં ૧૩ પદ છે. મંગલાચરણ રૂપ પ્રથમ શ્લોકમાં કહ્યું છે કે પ્રાતઃકાળે જિનેન્દ્રના મુખનું દર્શન કરવાથી સર્વ આપત્તિઓ, રોગ, દારિદ્રય આદિનો નાશ થાય છે. સ્તોત્રમાં શ્લેષ અલંકાર દ્વારા વિરોધ સર્જવાની અને પાદાન્ત યમક પ્રયોજવાની કવિ શક્તિ દર્શનીય છે. શ્લેષ અલંકારના ઉદાહરણરૂપ શ્લોક આ પ્રમાણે છે. “વ્યસ્ત સપ્તોત્થિતઃ પશ્યન્ પાદમધું સદારુણમ્ | ન પુનર્લભતે નાથ ! ભવ દુઃખ સદારુણમ્ IIળી'' અહીં ‘સદારુણમુ’ શબ્દથી રમત છે. સવારુ એટલે સદાઅરુણ (હંમેશાં રક્ત) અને જુદી રીતે સંધિ- વિચ્છેદ કરીને થયેલ “સલામ એટલે તે ભયંકર', શ્લોકનો અર્થ થાય . “હે નાથ ! સૂઈને ઊઠેલો જે માણસ હંમેશાં રક્તવર્ણ તારું ચરણકમળ નિહાળે તે માણસ કદાપિ ભયંકર દુઃખ પામતો નથી.” (૧૯) કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ : તેમનો સમય ઈ. સ. ૧૧૪૫થી ૧૨૨૯. ચાલુક્યવંશી ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ સાથેની વિદ્વત્તા અને ધાર્મિકતાનો તેમનો સંબંધ ઇતિહાસમાં જાણીતો છે. હેમચંદ્રસૂરિના જીવનમાં વિદ્વત્તાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આ ત્રિવેણી એટલે ધર્મ, સરસ્વતી અને રાજનીતિ. ભગવાન મહાવીરે માન્ય કરેલાં ત્યાગ, તપ,
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy