SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સ્તોત્રસાહિત્યનો ઈતિહાસ 95. તેઓ ચતુર્થ પંચાશકમાં કહે છે કે, "સારા પણ ઉપૂઈ-થોત્તા, ગંભીર પત્થ-વિરઇયા જે ! સજ્યગુણકિકત્તાણ-૨વા ખલુ તે જિણાણે તુ l/૨૪ll" જે ગંભીર પદો અને અર્થ વડે રચાયેલાં હોય તથા શ્રી જિનેશ્વરદેવોના યથાર્થ ગુણોનાં કીર્તનરૂપ હોય, તે જ સ્તુતિ-સ્તોત્રો-સ્તવન ઉત્તમ જાણવાં." અર્થાત્ શબ્દોનું એકબીજા સાથે સંધાન કરવાથી કે તેનો પ્રાસ બેસાડવાથી જ સ્તોત્ર-સ્તુતિસ્તવ બની જતાં નથી. તે માટે વિશેષ અર્થસૂચક સુંદર શબ્દોની પસંદગી કરવી પડે છે અને તેમાં જિનેશ્વરદેવના વિદ્યમાન ગુણોનું ગુણગાન કરવું અતિ આવશ્યક છે. સાથે સાથે પ્રભુમાં જે ગુણો ન હોય, તે ગુણોનું આરોપણ કરી સ્તુતિ-સ્તોત્રમાં વર્ણન કરવું એ દોષ છે. તેથી સ્તોત્રકારે તેમાંથી બચવું પણ અતિ આવશ્યક છે. શ્રી હરિભદ્રસૂરિ પંચાશકમાં વિશેષમાં જણાવે છે કે : “તે સિં અત્યાદિગમે. શિયમેણું હોઈ કુસલ પરિણામો / સુંદરભાવા તેસિં, ઇયરમિં વિ રયણ-ભાણ રપા'' તે સારભૂત સ્તુતિ-સ્તોત્રના અર્થાવબોધથી કલ્યાણકારી અધ્યવસાયો જરૂર જાગે છે અને તેનો સુંદર ભાવ-અર્થ ન સમજનાર એવા ઇતર જનોમાં પણ રત્નનાં દૃષ્ટાંત પ્રમાણે કુશલ પરિણામો જગાડે છે.” અર્થાત્ જો આવા સારભૂત-સુંદર-અર્થવાળા સ્તુતિ-સ્તોત્ર-સ્તવનો અર્થ સમજીએ તો ભક્તના હૃદયમાં શુભ ભાવોની પરંપરા પ્રગટે છે અને કદાચ આ અર્થોનો અગાધ ભાવ સમજ ન પડે તો પણ તેનાથી લાભ જ થાય છે અને રત્નના દષ્ટાંત પ્રમાણે સુંદર પરિણામો જગાડે છે. રત્નનું દષ્ટાંત શ્રી હરિભદ્રસૂરિએ આ પ્રમાણે આપ્યું છે : જરસમણાઈ રયણા, અષ્ણાય ગુણા વિ તે સમિતિ જહા ! કમ્મ-જજરાઈ ઘૂઇમાઇયા વિ તહ ભાવરયણા ઉ l/ર૬ll” અર્થાત્ “રોગી જનોએ જેના ગુણ જાણ્યા નથી, એવાં રત્નો, જેમ રોગીના વર, શૂલ, પ્રમુખ રોગોને શમાવે છે, તેમ પૂર્વોક્ત પ્રશસ્ત ભાવ-રચનાવાળા અજ્ઞાન ગુણવાળા સ્તુતિ-સ્તોત્રરૂપ ભાવરનો પણ કર્મજ્વર વગેરેને શમાવે છે.” જેવી રીતે રોગીના જ્વર, ફૂલ આદિ પ્રમુખ રોગોને શમાવનાર જે રત્નો હોય છે તેના ગુણ રોગી જન જાણતો નથી તેવી જ રીતે પૂર્વોક્ત કાળમાં સ્તોત્રકારોએ રચેલા બહુવિધ જ્ઞાનગુણોના ભંડાર જેવાં સ્તુતિ-સ્તોત્ર રૂ૫ ભાવરત્નો પણ આત્મા પર લાગેલાં કર્મ જ્વરરૂપી મલીનતાની નિર્જરા કરે છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy