SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 84 - || ભક્તામર તુલ્યું નમઃ સંબંધિત સ્થાન છે, હું એ બધાને મન-વચન-કાયાની શુદ્ધિથી, મસ્તક નમાવીને નમસ્કાર કરું છું.' આચાર્ય પૂજ્યપાદ નિર્વાણ ભક્તિના પ્રારંભમાં જણાવે છે કે, “હું ભક્તિ-પૂર્વક, ભવ્યજીવોને સંતુષ્ટ કરવાવાળા અને અત્યંત કષ્ટથી પ્રાપ્ત થવાવાળાં પંચકલ્યાણકો દ્વારા પરમ ગુરુ, ભગવાન મહાવીરની સ્તુતિ કરું છું.' તેઓએ ૨૦ પઘપ્રમાણ સ્તવનમાં પંચકલ્યાણકોનું વિશદ વર્ણન કર્યું છે અને અંતિમ પદમાં પંચકલ્યાણકોની સ્તુતિ કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે જણાવ્યું છે. યથા : "इत्येवं भगवति वर्धमानचन्द्रे यः स्तोत्रं पढति सुसन्ध्योर्धयोहिं । सोऽनन्तं परमसुखं नृदेवलोके भुकत्वान्ते शिवपदमक्षयं प्रयाति ।।" અર્થાત્ જે કોઈ પંચકલ્યાણકકારક સ્તોત્રનું પઠન-પાઠન કરે છે, તે આ મનુષ્યલોકમાં અનંત પરમ સુખ ભોગવીને, અંતમાં અક્ષય શિવ-પદ પ્રાપ્ત કરશે.' તાત્પર્ય કે પંચકલ્યાણક સ્તુતિમાં તીર્થકરાદિને, અને જે તીર્થનું વર્ણન કરવામાં આવ્યું છે તેની પણ સ્તુતિ કરવામાં આવે છે, અને તેની ફળશ્રુતિ રૂપે મોક્ષ પણ મેળવી શકાય છે. તીર્થક્ષેત્રો : જ્યાંથી તીર્થકર કે બીજા ઉચ્ચકોટિના આત્માઓને નિર્વાણની પ્રાપ્તિ થઈ છે - તે સિદ્ધક્ષેત્ર કહેવાય છે. દરેક જણને એક સ્થાને અથવા વિવિધ સ્થાનોથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. વર્તમાન ચોવીશીના તીર્થકરોમાંથી શ્રી આદિનાથ ભગવાન અષ્ટાપદ પરથી, વાસુપૂજ્ય સ્વામીને ચંપાપુરીમાં, નેમિનાથ ભગવાન ગિરનાર પર, મહાવીર સ્વામી પાવાપુરીમાં અને બાકીનાં ૨૦ તીર્થકરો સમેતશિખર પરથી મોક્ષપદને પામ્યાં. આ દરેક સ્થળ સિદ્ધક્ષેત્ર કહેવાય છે. આ સિવાયના પણ ઘણાં તીર્થક્ષેત્રો છે જ્યાંથી દિવ્યાત્માઓને શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ છે. આવાં તીર્થક્ષેત્રોની સ્તુતિ ઘણા ભક્તકવિઓએ ગાઈ છે અને તીર્થયાત્રા કરવાથી મળતાં ફળની ફળશ્રુતિ વર્ણવી છે. છરી પાળતા સંઘોની યાત્રાનું વર્ણન કરતાં સ્તવનો પણ મળી આવે છે. આ તીર્થક્ષેત્રના મહિમાનું ગાન છે અને તે દ્વારા નિર્વાણભક્તિ કરવામાં આવી છે. ૯. નંદીશ્વર ભક્તિ નંદીશ્વર દીપનું વર્ણન તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વાતિએ ત્રણ શ્લોકમાં આ પ્રમાણે કર્યું છે, જમ્બુદ્વીપ-લવણોદાદયઃ શુભનામાનો દ્વીપ સમુદ્રાઃ III દિ-દ્વિષ્કિમ્માઃ પૂર્વ-પૂર્વ-પરિક્ષેપિણો વલયાકૃત્તયઃ II૮ તન્મધ્યે મેરુનાભિવૃતો યોજન – શતસહસ્ત્રવિષ્કલ્પો જમ્બુદ્વીપ: ll ll" અર્થાતું જૈન શાસ્ત્રો અનુસાર મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. તે એકબીજાથી ઘેરાયેલાં, અને કંગન (સ્ત્રીના હાથની બંગડી)ના આકારવાળા છે. તે બધાની મધ્યમાં જમ્બુદ્વીપ સમૂહ છે. તેનો વિસ્તાર એક લાખ યોજન છે. તેને બે લાખ યોજનનો લવણસમુદ્ર ઘેરાયેલો છે,
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy