SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે પ્રેમાનંદની દશમ સ્કંધ', “મામેરું અને નળાખ્યાન' જેવી કૃતિઓમાં કરુણરસનું નિરૂપણ થયું છે. જેનોના બાવીસમાં તીર્થકર ભગવાન નેમિનાથ સંસાર અવસ્થામાં પશુઓના ચિત્કાર સાંભળી લગ્ન મંડપમાંથી પાછા ફરે છે. તે સમયે રાજિમતીના હૃદયની કરુણ વેદનાદર્શાવતાં કવિ કહે છે હીયડે ચિંતે રાજુલનારી, કીશાં કરમ કીધાં કીરતાર, કે મેં જલમાં નાખ્યા જાલ, કે મેં માયવિછોડયાં બાલ; કે મેં સતીને ચડાવ્યાઆલ, કે મેંભાખી બિરૂઈગાલ; કે મેંવન દાવાનલદીયા, કે મેંપરધન વંચી લીયા; કે મેંશીલખંડના કરી, તો મુજને નેમે પરહરી! ભરત-બાહુબલિ રાસમાં ભારત પ્રવજ્યા પંથે પ્રયાણ કરે છે તેના સંદર્ભમાં તેમની રાણીઓનો કરુણ કલ્પાંત મર્મ વિદારક છે. નારી વનનીરે વેલડી, જલ વિણતેહ સુકાયરે, તુમો જળ સરીખારે નાથજી, જાતાં વેલડી કરમાય રે .. પોપટ ઝૂરે રે પાંજરે, વનમાં ઝૂરે રે મોર રે, ખાણ નખાયરે વૃષભો વળી, ગવરી કરે બહુ સોરરે .....૧૩ કવિએ હાસ્યરસ,વીરરસ, કરૂણરસનું નિરૂપણ પોતાની રાસકૃતિઓમાં કર્યું છે તેમ સંસારની અસારતા, જીવનની ક્ષણભંગુરતા અને ધર્મવિચારનો બોધ પણ આપે છે. કવિ શામળની વાર્તાઓમાં પણ ઠેર ઠેર બોધક સુભાષિતો અને નીતિ-ઉપદેશનું નિરૂપણ થયું છે, જે શામળનાં સંસાર નિરીક્ષણ અને લોક વ્યવહારનું જ્ઞાન કરાવે છે. કવિના કાવ્યમાં કેટલીક વિશેષતાઓ ધ્યાન ખેંચે છે. ૧) વર્ણન શક્તિ - કવિએ કુમારપાળ રાસમાં રાજા કુમારપાળની લાંબી રઝળપાટનો વિસ્તારથી ચિતાર આલેખ્યો છે. કવિએ ભરતબાહુબલિ રાસમાં યુદ્ધનું તેજસ્વી વર્ણન કર્યું છે, તેમજ હીરવિજયસૂરિ રાસમાં રાજા સિદ્ધરાજની ચિત્તાનું માર્મિક વર્ણન કર્યું છે. સમકિતસાર રાસમાં સમકિતની દુર્લભતા અને પંચાચારના વિષયો વિસ્તારથી ચિતર્યા છે. દેવ, મનુષ્ય કે સંસારના સર્વ પ્રણીઓ મૃત્યુના પંજામાં જકળાયેલા છે. જેનો જન્મ તેનું મૃત્યુ અવશ્ય છે; આવા સનાતન સત્યને તેમણે સરળભાષામાં આલેખ્યું છે. ૨) છંદ - કવિ ઋષભદાસે મુખ્યત્વે દૂહા, ચોપાઈ તેમજ વિવિધ ઢાળોમાં પ્રચલિત ગેય દેશીઓને ઉપયોગમાં લીધી છે. તેમના કાવ્યમાં વિવિધ દેશીઓ લોકપ્રિય ઢાળોમાં જુદા જુદા રાગોમાં જોવા મળે છે. આશાવરી, ગોડી, મારુ જેવા પ્રચલિત રાગો ઢાળના મથાળે વપરાયા છે. તેમના સમકાલીન કવિઓની પરંપરા તેમણે
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy