SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ “મારાથી જે કોઈ શ્રેષ્ઠ વાત કહેવાય અને લોકોમાં પ્રશંસનીય બને તો તેમાં મારી મોટાઈ નથી. એ ગુરુકૃપાનું ફળ છે . ૩૫ "" કવિ ‘સુમિત્ર રાજર્ષિ રાસ’(ઈ.સ. ૧૬૧૨) અને ‘અજાકુમાર રાસ'(ઈ.સ. ૧૬૧૪) આ બંને રાસમાં સ્વયંને મોટા કવિજનોની ચરણરજ સમાન ગણે છે. પોતાની પાસે જે કવિત્વ શક્તિ ખીલી છે તે ગુરુસેવાથી પ્રગટ થઈ છે. કવિએ ‘નવતત્ત્વ રાસ’ (ઈ.સ. ૧૬૨૦) અને ‘ભરત-બાહુબલિ રાસ' (ઈ.સ. ૧૬૨૨)માં પણ મહાન કવિઓને ઉપમા આપી સ્તવ્યા છે ૩૬ ચંદન અને ભાજી બંનેના ઝાડને વૃક્ષ કહેવાય પરંતુ તે બંનેમાં ખૂબ અંતર છે, ગરુડ અને ચકલી બંને પક્ષી કહેવાય પરંતુ તે બંનેના પરાક્રમ (તાકાત)માં અંતર છે, મહાનગર અને ગામડું બંને ગામ કહેવાય પરંતુ વિસ્તાર અને વસતિની દૃષ્ટિએ તેમાં ફરક છે તેમ હેમ અને પીત્તળ બંને વર્ષે પીળા છે છતાં બંનેના ગુણો જુદા જુદા છે તેમ તીર્થંકર અને છદ્મસ્થ બંને માનવ કહેવાય છતાં જ્ઞાનની દૃષ્ટિએ બંનેમાં ઘણું અંતર છે . કવિએ અહીં લોકભાષામાં સમાન અર્થવાળી વસ્તુઓ દર્શાવી તેના ગુણોમાં આસમાન જમીનનો તફાવત દર્શાવ્યો છે. આ દ્રષ્ટાંતો દ્વારા કવિની લૌકિક જ્ઞાનની પ્રતિભા ઝળકે છે. આ દ્રષ્ટાંતો દ્વારા કવિ દર્શાવે છે કે પૂર્વે જે શકિતશાળી અને સમર્થ કવિઓ થયા તેમજ તેમના સમકાલીન સમર્થ કવિઓ છે, તેમની તુલનામાં પોતે કવિત સર્જનમાં અતિ અલ્પ શક્તિશાળી છે ;, તેથી તેમની બરોબરી કદી ન કરી શકે. કવિએ કુમારપાળરાસમાં તેમના પૂર્વે થઈ ગયેલા કવિઓ અને સમકાલીન કવિઓનું નામ સ્મરણ કરી નમ્રતા(લઘુતા) દર્શાવી છે. ૩૭ આગિં જે મોટા કવિરાય, તાસ ચરણરજ ૠષભાય ; લાવણ્ય લીંબો ખીમો ખરો, સકલ કવિની કીરતિ કરો. હંસરાજ, વાછો, દેપાલ, માલ, હેમની બુદ્ધિ વિશાલ; સુ સાધુ હંસ, સમરો, સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ. એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિં હું મુરખ બાળ; સાયર આગલિ સરોવર નીર, કસી તોડી આછાણનિ નીર. કવિ કહે છે કે, પૂર્વના કવિઓની સમક્ષ હું તેમની ચરણરજ સમાન છું. કવિ લાવણ્યસમય (ઈ.સ. ૧૪૬૫ થી ૧૬મી સદીના પૂર્વાર્ધ સુધી), કવિ લીંબો (શ્રાવક ગૃહસ્થ કવિ-સોળમી સદી, ઈ.સ. ૧૬૯૦ સુધીમાં), કવિ ખીમો (શ્રાવક ગૃહસ્થ કવિ, સોળમી સદી), સકલચંદ્ર (તપગચ્છના સાધુ, ઈ.સ. સોળમી સદીના ઉત્તરાર્ધથી, ઈ.સ. ૧૭મી સદીના પૂવાર્ધ સુધી), આ સર્વ કવિઓની પ્રશંશા કરો. કવિ હંસરાજ (સાધુ કવિ, સોળમી સદી, હીરવિજયસૂરિના શિષ્ય), કવિ વચ્છ (વાછો) (શ્રાવક કવિ વચ્છ ભંડારી, પંદરમી સદી, ઈ.સ. ૧૪૧૫), કવિ દેપાલ (પ્રસિદ્ધ કવિ ભોજક દેપાલ – પંદરમી સદી), કવિ માલદેવ (બાલ મુનિ, સોળમી સદીના સમર્થ જૈન ગુજરાતી કવિ), કવિ હેમ (હેમરત્નસૂરિ, ઇ.સ. ૧૫૨૮ થી ૧૫૯૧ સુધી) આ સર્વ મહાન કવિઓ તીવ્ર મેઘાવી હતા. સાધુ હંસમુનિ (પંદરમી સદી), કવિ સમરચંદ (સોળ અને સત્તરમી સદીના,
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy