SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે તરીકે નવાજ્યા. તેઓ હીરગુરુના સાચા શિષ્ય હતા. તેમના પછી તપાગચ્છની પાટે સૂર્ય સમાન તેજસ્વી, શીલવંત અને સમર્થ વિજયદેવસૂરિ નામના મુનિ થયા. તેઓ સાધુના છત્રીસ ગુણોથી યુક્ત હતા. અંતે કવિ કહે છે કે આવા પ્રભાવશાળી સંતોના આશીર્વાદ મસ્તકે હોવા તે પણ પ્રખર પુણ્યોદય છે. તપગચ્છના સમર્થ સાધુ ભગવંતોની પરંપરા પોતાને પ્રાપ્ત થઈ, તેથી કવિ પોતાની જાતને ધન્યાતિધન્ય સમજે છે. કવિની સૌથી દીર્ઘ રાસકૃતિ ‘કુમારપાળ રાસ’ જેમાં કવિએ જણાવ્યું છે કે વિજયસેનસૂરિએ તેમને બાલ્યાવસ્થામાં અને યુવાનીમાં શાસ્ત્રાભ્યાસ કરાવ્યો હતો. કવિ દ્વારા લખાયેલી કૃતિઓમાંથી ‘કુમારપાળ રાસ’ને ગુરુભગવંતોએ જોઈ અને બુદ્ધિપૂર્વક વિચારીને તપાસી આપી હતી, જે વિજયસેનસૂરિના સ્વર્ગવાસથી એક વર્ષ પૂર્વે લખાયેલી છે. અહીં સ્પષ્ટ થાય છે કે કવિની લેખન પ્રવૃત્તિમાં વેગ લાવવામાં સાધુ ભગવંતોનો પણ સહયોગ હતો. ૨૩ ૨૪ કવિની અપ્રકાશિત રાસકૃતિ નવતત્ત્વરાસ જેની આદિ અને અંતની કડીઓ દ્વારા જણાય છે કે કવિ ૠષભદાસના દાદા મહીરાજ સંઘવી વિજયાનંદસૂરિના શિષ્ય હતા સંભવ છે કે કવિ ઋષભદાસ પોતાના દાદા મહીરાજ સંઘવી સાથે મુનિ ભગવંતોના દર્શનાર્થે જતા હશે અને તેમની પાસે ધાર્મિક ક્રિયાઓ કરતા હશે. કવિએ બાલ્યવસ્થામાં કોઈ શાળામાં શિક્ષણ મેળવ્યું હશે, પરંતુ સંસ્કૃત ભાષા અને શાસ્ત્રોનું જ્ઞાન ગુરુભગવંતો પાસેથી મેળવ્યું હશે. સંવત ૧૬૫૨માં જૈનાચાર્ય હીરવિજયસૂરિના અવસાન પછી તેમની પાટે વિજયસેનસૂરિ આવ્યા. તેમની પાસે કવિએ શાસ્ત્રોનું અધ્યયન અને ગૂઢ સિદ્ધાંતોનું રહસ્ય મેળવ્યું હતું, તેથી તેમના પ્રત્યે કવિને અહોભાવ હતો, તેવું ભરત બાહુબલિ રાસમાં જણાય છે. તેમણે તે રાસમાં ‘તે જયસિંહ ગુરુ માહરો રે' એવું પણ લખ્યું છે; જયસિંહ તે વિજયસેનસૂરિનું મૂળનામ હતું. હીરવિજયસૂરિ પોતાના શિષ્ય વિજયસેનસૂરિને ‘જેશંગ’ નામથી બોલાવતા હતા. ર૬ કવિ ઋષભદાસે હીરવિજયસૂરિ રાસમાં ગુરુનું નામ તથા ગુરુની મહત્તા દર્શાવી ભક્તિ કરી છે. શ્રી ગુરુનામે અતિ આનંદ, વંદુ વિજયાણંદ સૂરીંદ; નામ જંપતા સુખ સબલું થાય. તપગચ્છના નાયક ગુણ નહિ પારો; વંદી... પ્રાöશ હુઓ પુરુષ તે સારો. સાહ શ્રીવંત કુલે હંસ ગણંદો; ઉદ્યોત કારી જિમ દિનકર-ચંદો . મંદી... વંદી... લાલબાઈ સુત સીહ સરીખો; ભવિક લોક મુખ ગુરુનું નીરખો. ગુરુ નામે મુજ પહોતી આસો; હીરવિજયસૂરિનો કર્યો રાસો. વંદી... ‘‘જેમનું નામ સ્મરણ અત્યંત સુખદાયક છે એવા વિજયાનંદસૂરિને વંદન કરું છું. તેઓ તપગચ્છનાયક વંદી...
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy