SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસને આધારે ૨૫) સેચનક હાથી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભા.૧,પૃ.૧૧-૧ર. સં. પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિ.) એક અટવીમાં ૫૦૦ હાથણીઓનો યૂથપતિ હાથી રહેતો હતો. પોતાનું માલિકપણું કાયમ રહે તે હેતુથી તે નવા જન્મેલા કલભ(હાથીનું બચ્ચું)ને મારી નાખતો હતો. તે ખૂબ ઈર્ષાળુ હતો. એક વખત કોઈ હાથણી ગર્ભવતી થઈ. પોતાના બાળકની રક્ષા માટે તેણે એક યુક્તિ કરી. હાથણી કપટથી લંગડી બની, ધીમે ધીમે ચાલવાથી ચૂથની પાછળ રહેવા લાગી. યૂથપતિ કેટલેક દૂર જઈ તેની રાહ જોતો. ક્યારેક તે એક પહોરે તો ક્યારેક તે બે દિવસે ભેગી થતી. આ રીતે હાથણીએ યૂથપતિ પર વિશ્વાસ ઉપજાવ્યો. જ્યારે તેનો પ્રસવ સમય આવ્યો ત્યારે તે તાપસીના આશ્રમમાં ચાલી ગઈ. ત્યાં કલભ ને જન્મ આપી પાછી હાથણી ચૂથમાં મળી ગઈ. હાથણી સમયે સમયે આશ્રમમાં જઈ પોતાના સુંદર અને બળવાન બાળકને સ્તનપાન કરાવતી. તાપસ શિષ્યો વૃક્ષોને પાણી સિંચતા તે જોઈને કલભ પણ સૂંઢમાં પાણી ભરી વૃક્ષોને પાણી સિંચતો. તેથી તાપસમુનિ કુમારોએ તેનું સેચનક' નામ પાડયું. એક વખત સેચનક હાથી નદીએ પાણી પીવા ગયો ત્યારે ત્યાં યૂથપતિ હાથી પણ આવ્યો. પોતાનો પ્રતિસ્પર્ધી છે'. એવું વિચારી ચૂથપતિએ સેચનક હાથી પર પ્રહાર કર્યો. પરંતુ સેચનક યુવાન હોવાથી બળવાન હતો. સેચનકે બળપૂર્વક દંત પ્રહારો વડે ચૂથપતિને મારી નાંખ્યો. હવે સેચનક યૂથનો સ્વામી બન્યો. યૂથપતિ થયા પછી સેચનક યૂથમાં રહ્યો. તે સ્થાન વર્ષો સુધી તેના પિતાએ સંભાળ્યું હતું. પિતા ઈર્ષાળુ અને કૂર હતા. તેઓ તાજા જન્મેલા કલભનું ખૂન કરતા હતા. તેથી તેવા પાપી વ્યક્તિના ઘરે બંધાવવાથી સેચનક હાથીને પણ એવી બુદ્ધિ ઉત્પન થઈ કે ફરી કોઈ હાથણી તાપસીના આશ્રમમાં આવી પોતાના કલાભને જન્મ ન આપે. તેમજ ભવિષ્યમાં કોઈ પોતાનો પ્રતિસ્પર્ધી ન બને. સેચનક તાપસીના આશ્રમને કપટીઓનું આશ્રય સ્થાન સમજતો હતો, તેથી સેચનકે પાપબુદ્ધિથી અતિભ્રષ્ટ થતાં તેણે તાપસીના આશ્રમને ભાંગી નાખ્યા. જુઓ ! પુદ્ગલ પરમાણુની કેવી અસર થાય છે. અલ્પકાળના સહવાસથી સેચનક હાથીની બુદ્ધિ ભ્રષ્ટ થતાં પોતાની જન્મભૂમિનો તેણે નાશ કર્યો. ર૬) નંદિષેણમુનિ (1. (અ) વંદનીય સાધુજનો-પૃ. ૪૯૧-૪૯૩. (બ) ઉપદેશમલા: પૃ. ૩૪-૩૪૪.) નંદિષેણ મુનિ પ્રખર ધર્મકથિક હતા. ભોગાવલી કર્મના ઉદયથી કામલતા વેશ્યાના ઘરે ભૂલથી ગોચરીએ જતાં નંદિષેણમુનિ તેની કામણ વિદ્યામાં ફસાયા, તેથી મુનિજીવન અને સંયમના ઉપકરણોનો ત્યાગ થયો. ગૃહસ્થ જીવનમાં પ્રવેશ્યા છતાં નંદિષેણ મુનિની શ્રદ્ધા જીવંત હતી. તેમણે કામલતાને કહ્યું, “કામલતા હું કાયર છું! મારું ભોગવલી કર્મ નિકાચિત છે, પરંતુ હૃદયમાં વિરતિનો પ્રેમ જલવંત છે. હું આજે પ્રતિજ્ઞા કરું છું કે, રોજ દસ સંસારી જીવોને પ્રતિબોધી વિરતિના પંથે મોકલીશ પછી જ અને પાણી ગ્રહણ કરીશ”. કામલતા મંદિરેણને સુરા અને સુંદરીની ભોગા સંબંધી વાતો કરતી. નંદિણ તેને વચ્ચે જ અટકાવી કહેતા કે “સુરાની ગંધ પણ મને આવશે તે જ પળે હું તારા ભવનનો ત્યાગ કરીશ". વેશ્યાને ત્યાં રહી નંદિષેણ પ્રતિદિન દસ આત્માઓને પ્રતિબોધી પછી જ ભોજન કરતા. નંદિષેણનો આ નિત્ય ક્રમ ચાલુ રહ્યો. બાર વર્ષ વ્યતીત થયાં. એક દિવસ નંદિષેણ માટે સુવર્ણ દિન બન્યો. તેમણે નિત્ય ક્રમાનુસાર નવ ભવ્યાત્માઓને સંબોધી સંસાર ત્યાગી બનાવ્યા. દસમો વ્યક્તિ કંઈક જડ હોવાથી એક જ પ્રશ્ન વારંવાર પૂછતો, “તો પછી તમે કેમ અહીં બેઠા છો?" જમવાનો સમય થતાં કામલતા બોલાવા આવી. બે, ત્રણ વખત ફરી ફરી કરેલી રસોઈ ઠંડી થઈ ગઈ, છતાં પ્રતિજ્ઞા પૂર્ણ ન થઈ. ત્યારે કામલતાએ મશ્કરી કરતાં કહ્યું, “તમે તો નિત્યના પ્રતિબુદ્ધા જ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy