SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૯ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ સમકિતી આત્માને ૪૧પ્રકૃતિઓનો અબંધ હોય છે*. આ અવસ્થા વિદ્યા સાથે તુલનીય છે . કુંડલિની શક્તિ મૂલાધારમાં શયન કરે છે, જે મિથ્યાત્વ અવસ્થા સાથે તુલનીય છે. મિથ્યાત્વ અવસ્થાના અંતિમ સમયે કર્મના ક્ષયોપશમ અને અકામ નિર્જરાના બળે કોઈક સાધકને આત્મિક શક્તિ જાગૃત થાય છે. સ્વામી વિવેકાનંદને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસે કુંડલીની વિદ્યા આપી હતી. આ કુંડલિની મહાશક્તિને જાગૃત કરવામાં હઠયોગ, પ્રાણાયામ, આસન, મુદ્રા, મંત્રો આદિના અભ્યાસની જરૂર છે. કોઈ અનુભવી સિદ્ધિ પ્રાપ્ત ગુરુના સ્પર્શ, સંકલ્પ, શબ્દ કે દષ્ટિથી પણ આ શક્તિ જાગૃત થાય છે. ગ્રંથિભેદની પ્રક્રિયા સદ્ગુરુના માધ્યમે અથવા સ્વાભાવિક(જાતિસ્મરણ જ્ઞાન ઈત્યાદિ) રીતે થાય છે. પ્રભુ મહાવીરે ગૌતમ ગણધરને, ચંડકૌશિક સર્પને, અર્જુન માળીને સમ્યક્ બોધિ પ્રાપ્તિ કરાવી હતી. ગૌતમ ગણધરના મુખેથી મહાવીર સ્વામીનું વર્ણન સાંભળી હાલિક ખેડૂત સમકિત પામ્યો. કુંડલિની જાગૃત થતાં મૂલાધાર ચક્રને ભેદી વિવિધ ચક્રોમાંથી પસાર થતી સહસ્રારચક્ર સુધી પહોંચે છે. ત્યારે તે યોગીને ચૈતસિક શક્તિઓ, સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ગ્રંથિભેદ કરનાર સાધકને સંસારની અનિત્યતા સમજાય છે ત્યારે અધ્યવસાયોની વિશુદ્ધિ, સંયમ અને તપથી કેટલીક અંતરંગ સિદ્ધિઓ પ્રગટે છે. સિદ્ધ પ્રભાવકને આવી સિદ્ધિઓ સાંપડે છે, જેનો ઉપયોગ સ્વ માટે ન કરતાં જિનશાસનના ઉદ્ધાર માટે કરે છે. કુંડલિનીને જાગૃત કરવા પ્રાથમિક ભૂમિકામાં ચિત્તશુદ્ધિ આવશ્યક છે. કુંડલિની શક્તિની સુરક્ષા હેતુ બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, અસ્તેય, શૌચ, અપરિગ્રહ, તપ, સંતોષ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન આદિ સદ્ગુણોની આવશ્યકતા છે . જૈનદર્શન અનુસાર ગ્રંથિભેદની પ્રાથમિક ભૂમિકામાં સદાચાર અને નૈતિક ગુણોનું પાલન આવશ્યક છે; જેને માર્ગાનુસારીના પાંત્રીસ બોલ કહેવાય છે. આ પાંત્રીસ બોલ સમકિતનાં બીજ છે, જે ચિત્તશુદ્ધિ કરે છે. ચિત્તશુદ્ધિ વિના સમકિત જેવો અમૂલ્ય ગુણ પ્રગટ પણ ન થાય તેમજ ન ટકે. • કુંડલિની જાગૃત થતાં મૂલાધારને છોડી સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્રમાં ઉર્ધ્વગમન કરી ધીમે ધીમે અથવા એક ઝાટકે સહસ્રાર ચક્રમાં પહોંચે છે. ત્યારે તે કદમાં નાની બની જઈ સહસ્રાર ચક્રમાં ચોંટી જાય છે. તે સમયે તેનો મૂલાધાર ચક્ર સાથેનો સંપર્ક તૂટી જાય છે. સમકિત પ્રાપ્ત થતાં ભવ્ય જીવનો મિથ્યાત્વ સાથેનો સંબંધ તૂટી જાય છે. ક્ષાયિક સમકિતી આત્માનો મિથ્યાત્વ સાથેનો સંપર્ક સદાને માટે છૂટી જાય છે, પણ ઉપશમ અને ક્ષયોપશમ સમકિતી *૧) મિથ્યાત્વ ૨) હુંડક સંસ્થાન ૩) નપુંસક વેદ ૪) સેવાર્ત સંહનન ૫) એકેન્દ્રિય ૬) સ્થાવર નામ ૭) આતપ નામ ૮) સૂક્ષ્મ ૯) અપર્યાપ્ત ૧૦) સાધારણ ૧૧-૧૩) વિકલેન્દ્રિય ૧૪-૧૬) નરકત્રિક. આ સોળ પ્રકૃતિના બંધનું કારણ મિથ્યાત્વ હોવાથી સમકિતી આત્મા ન બાંધે. અનંતાનુબંધી કષાય ચતુષ્ટના કારણે ૨૫ પ્રકૃતિનો બંધ થાય છે. ૧-૪) અનંતાનુબંધી ચતુષ્ક ૫-૭) મ્યાનગૃદ્ધિ, નિદ્રા-નિદ્રા, પ્રચલા-પ્રચલા ૮-૧૦) દુર્ભગ, દુઃસ્વર, અનાદેય ૧૧-૧૪) ન્યગ્રોધ પરિમંડલ, સ્વાતિ, કુબ્જ, વામન સંસ્થાન ૧૫-૧૮) ૠષભનારચ સંહનન, નારચ, અર્ધનારચ, કીલિકા સંહનન ૧૯) અપ્રશસ્ત વિહાયોગતિ ૨૦) સ્ત્રીવેદ ૨૧) નીચ ગોત્ર ૨૨-૨૪) તિર્યંચત્રિક ૨૫) ઉદ્યોત નામ કર્મ. આ પ્રમાણે સમકિતી ઉપરોક્ત ૧૬+ ૨૫ = ૪૧ પ્રકૃતિ ન બાંધે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy