SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭. જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ નહિ? (૨) કંદમૂળમાં અનંત જીવો છે કે નહીં? (૩)જૈનદર્શનનો પરમાણુ તે વિજ્ઞાનનો અણુ છે કે નહીં? (૪) રાત્રિભોજનનો આધુનિકયુગમાં નિષેધશા માટે? ઉપરોક્ત મુદ્દાઓ મૂંઝવનારા છે, સંભવ છે કે ભવિષ્યમાં વૈજ્ઞાનિકો આ બાબત પર વિશેષ સંશોધન કરી શાસ્ત્રીય સિદ્ધાંતોની સત્યતા સુધી જરૂર પહોંચશે. એક બાજુ આધુનિક વિજ્ઞાન અને જૈન શાસ્ત્રીય માન્યતાઓ વચ્ચે પરસ્પર વિરોધાભાસ થવાથી કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા છે, તો બીજી બાજુ આધુનિક વિજ્ઞાને નવી નવી શોધો કરી સર્વજ્ઞ ભગવાન મહાવીરદેવના વચનોને આધુનિક સંદર્ભે યથાર્થતા પણ અર્પછે. જૈનદર્શન અનુસાર ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્ય છે. આ દ્રવ્યનો સમૂહ તે લોકછે. લોકની બહાર અલોક છે. પદ્રવ્યની વ્યવસ્થા ફક્ત લોકમાં છે. વિજ્ઞાને પણ બ્રહ્માંડની બહાર અલોકો એવું માન્યું છે. આ બ્રહ્માંડને હાઈડ્રો-ડાયનેમિક (Hydro-Dynamics) ના સિદ્ધાંત અનુસાર આઈસેંટ્રોપિક સિસ્ટમ માની છે. જે સિસ્ટમની બહાર કોઈ પુદ્ગલ કે શક્તિ જઈ ન શકે. તેની ગતિ બ્રહ્માંડમાં જ છે. અલોકમાં જીવ કેપુદ્ગલ પ્રવેશી નશકે. જૈનદર્શનના આસિદ્ધાંત સાથેવિજ્ઞાને સમર્થન કર્યું છે. ઈ.સ. ૧૭૧ થી ૧૯૮૦ ના દાયકામાં બ્રહ્માંડના દૂરના પ્રદેશમાં દૂરબીન દ્વારા શ્યામગર્ત (Black hole)નું સંશોધન વિજ્ઞાને કર્યું. આ શ્યામ છિદ્રોમાં અંધકારની પ્રચુરતા છે. એ શ્યામગર્ત છિદ્રો અતિ ઘનત્વ ધરાવતાં હોવાથી, તેઓના પ્રચંડ ગુરુત્વાકર્ષણના કારણે કોઈ પદાર્થ કે શક્તિ પરાવર્તિત થઈ શકતાં નથી. અર્થાત તે છિદ્રોમાં જ સમાઈ જાય છે. અતિશય અંધકારના કારણે આ પ્રદેશ શ્યામ દેખાય છે. જૈનદર્શન અનુસાર લોકની મધ્યમાં તિચ્છલોક છે. જેમાં અસંખ્યાતા - લીપ અને સમુદ્ર છે. તિÚલોકની મધ્યમાં જંબુદ્વીપ છે. ત્યાર પછી કેટલાકઢીપ અને સમુદ્રને અંતરે અણવરદીપ છે. તેને ફરતો અણવર સમુદ્ર છે. તેમાંથી તમસકાય નીકળે છે, જે પાંચમા બ્રહ્મદેવલોકનાપ્રતર સુધી પહોંચે છે. આતમ સહાયમાં અંધકારની પ્રચુરતા છે. આ પ્રગાઢ અંધકારમાં અવધિજ્ઞાની દેવો પણ અટવાઈ જાય છે. અત્યારના કેટલાક જૈન વિદ્વાનો બૃહત્સંગ્રહણી અને બ્રહëત્ર સમાસ જેવા ગ્રંથોમાં વર્ણવેલ તમસકાયને શ્યામગર્તમાને છે. તમસકાયની આ વાતને વિજ્ઞાને સમર્થન આપ્યું છે. જૈન આગમ ગ્રંથોમાં નરકભૂમિનું વર્ણન છે. જેમાં ઘનવાત, તનુવાત અને ઘનોદધિની ચર્ચા છે. લોકમાં વાયુ, પાણી આદિ જુદા જુદા ઘનત્વ ધરાવતા પ્રતર છે. આ શાસ્ત્રીય માન્યતાને વિજ્ઞાને પણ સમર્થન કર્યું છે. વાતાવરણનું જાડું થર પૃથ્વીની ઉપર છે. વાતાવરણનું બંધારણ સર્વત્ર સમાન નથી. પૃથ્વી પર જુદા જુદા અંતરે એમોસ્ફીયર, સ્ટ્રેટોસ્ફીયર, આયનોસ્ફીયર વગેરે વાતાવરણના થર છે. જેમ જેમ પૃથ્વીથી ઉપર જઈએ તેમ તેમ વાતાવરણનું થર પાતળું, અતિપાતળું થતું જાય છે. એના બંધારણીય ઘટકોમાં પરિવર્તન થાય છે. શાસ્ત્રીય બાબતનું ઊંડાણપૂર્વકનું સંશોધન કરવામાં આવે, તો જૈનદર્શનની ઘણી બધી માન્યતાનું સમર્થન મળવાની સંભાવના છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy