SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ છે. સમકિતરૂપી કમળની સુગંધ મેળવવા દૂષણરૂપી દુર્ગંધનો ત્યાગ કરવો આવશ્યક છે. અહીં કવિએ સમકિતને સુગંધ અને મિથ્યાત્વને દુર્ગંધ સાથે સરખાવી છે. કવિનું પાંડિત્ય અહીં પણ ઝળકે છે. કવિ ઋષભદાસે પણ પાંચ દૂષણો દર્શાવેલ છે. તેમણે પ્રસંગોપાત હરિકેશી મુનિ તથા અન્ય દંષ્ટાંતો આપી પોતાનીવિદ્વત્તાપુરવાર કરી છે. અહીંવિશેષતા એ છે કે કવિ ઋષભદાસે વિતિગિચ્છા દૂષણના બે અર્થ કર્યા છે. (૧) ધર્મના ફળનો સંશય કરવો અથવા આલોક અને પરલોકના સુખ માટે જિનેશ્વરદેવનું ધ્યાન કરે.(૨) મુનિવરનાં મલિન, વસ્ત્ર, ગાત્ર આદિ જોઈને દુગંછા કરવી. કવિયશોવિજયજીએ આ સજઝાયમાં કવિ ઋષભદાસ જેવો બીજો અર્થ કર્યો નથી. કવિ યશોવિજયજીએ છઠ્ઠી ઢાળમાં જિનશાસનનાં આઠ પ્રભાવકોનું સ્વરૂપ દર્શાવેલ છે. તેમાં કેટલાક દૃષ્ટાંતો આપેલ છે, તેવી જ રીતે કવિ ઋષભદાસે પણ જૈન ધર્મના પ્રભાવકોનું દૃષ્ટાંત સહિત વર્ણન કરેલ છે. ધર્મકથી, તાંત્રિક (અંજન, ચૂર્ણ વગેરેના બળથી પ્રભાવના કરનાર) અને મહાકવિ આ ત્રણ પ્રભાવકમાં બંને કવિઓએ એક સરખા દૃષ્ટાંત આપ્યા છે. કવિ ઋષભદાસે આઠે પ્રભાવકમાં વિવિધ દૃષ્ટાંતોને પોતાની કૃતિમાં વણી લીધાં છે. તેમનું લક્ષ્ય કથા નિમિત્તે બોધ કરાવવા તરફ છે. પ્રભાવકો દ્વારા ધર્મનો પ્રચાર અને મિથ્યાત્વનો નાશ' આ સિદ્ધાંતને ચરિતાર્થ કરવા તેમણે પૂરેપૂરી કોશિશ કરી છે. કવિએ નંદિષણ મુનિ તથા સિદ્ધસેન દિવાકર જેવા અન્ય કથાનકોને પણ સુંદર રીતે વર્ણવેલ છે, જ્યારે કવિ યશોવિજયજીએ સજઝાય સંક્ષિપ્ત રીતે આલેખેલી છે. તેથી સ્વાભાવિક જ તેમણે કથાઓનું વર્ણન ન કરતાં ફક્ત નામ દર્શાવેલ છે. વળી અહીં કવિ ઋષભદાસની વર્ણનાત્મક કાવ્ય શૈલીની આગવી સૂઝ નજરે ચઢે છે. અહીં કથાનક વિસ્તૃત હોવા છતાં રસપ્રદ છે. કવિના ઊંડાણપૂર્વકના શાસ્ત્રાભ્યાસનો આપણને અહીં ખ્યાલ આવે છે. જ્યારે કવિ યશોવિજયજી ન્યાય અને તર્કશાસ્ત્રના પારંગત કવિ હોવાથી તેમને કથા વર્ણનમાં રસ ન હોય, એવું પણ સંભવી શકે છે. તેમણે આ વિષયને સંક્ષિપ્ત રીતે અલંકૃત કર્યો હોય, તેવું પણ જણાય છે. કવિ યશોવિજયજીને આ કૃતિમાં તાત્ત્વિક નિરૂપણમાં વિશેષ રસ છે, જ્યારે કવિ ઋષભદાસને રાસકૃતિ રચવાની હોવાથી કૃતિને વિસ્તૃત કરવા માટે ચરિત્રવર્ણનમાં વધુ રસ છે. પ્રભાવક કવિ યશોવિજયજી કૃત સજઝાયમાં આપેલ દૃષ્ટાંત. કવિ ઋષભદાસ કૃત સમકિત સાર રાસમાં આપેલ દેષ્ટાંત. ૧. ર. ૩. ૪. ૫. ૬. ૭. ૮. પ્રાવચનિક ધર્મકથી વાદી નૈમિત્તિક તપસ્વી વિદ્યામંત્ર તાંત્રિક મહાકવિ નંદિષણ મુનિ મલ્લવાદીસૂરિ ભદ્રબાહુસ્વામી ૩૬૫ - વજસ્વામી કલિકાચાર્ય સિદ્ધસેન દિવાકર વૃદ્ધા હંસ હંસના જાપ જપતાં, વિષધરનું વિષ દૂર કરે છે. નંદિષેણ મુનિ, બળભદ્ર મુનિ. મહાવીર સ્વામી અને ગૌતમસ્વામી, જમાલી ભદ્રબાહુસ્વામી. સનત્કુમાર ચક્રવર્તી આર્ય ખપુટાચાર્ય કાલકાચાર્ય સિદ્ધસેન દિવાકર.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy