SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસને આધારે પરિણામ પાછા ન પડે, તે અનિવૃત્તિકરણ છે. આ ત્રણ કરણો ઉત્તરોત્તર વધુ વિશુદ્ધ હોય છે. તે ભવ્ય જીવોને હોય છે. અભવ્યોનેયથાપ્રવૃત્તિકરણનહોય." જૈન આગમોમાં સમકિતનું સ્વરૂપદર્શાવેલ છે. તેમ આગમેત્તર સાહિત્યમાં પણ સમકિતવિષે માહિતી ઉપલબ્ધ થાય છે. આગમેત્તર સાહિત્ય શ્વેતામ્બર અને દિગમ્બર એમ બંને સંપ્રદાયોમાં રચાયેલું છે. સમક્તિસાર રાસના રચયિતા કવિ ઋષભદાસ શ્વેતામ્બર સંપ્રદાયના છે, તેથી પ્રથમ શ્વેતામ્બર સાહિત્યપર નજર કરીએ. (૧) શ્રીતત્વાર્થસૂત્ર જૈનાચાર અને જેનતત્ત્વદર્શનના સર્વપહેલુઓ પર પ્રકાશ પાડતો આ એક જૈનદર્શનનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. જેનાગમો તથા તેના પર આધારિત ગ્રંથો અંગબાહ્યસૂત્રપ્રાય પ્રાકૃત ભાષામાં લખાયાં છે. બ્રાહ્મણ સંસ્કૃતિની સાહિત્યિક ભાષા સંસ્કૃત હોવાથી જૈનાચાર્યોએ સમાજમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરવા સંસ્કૃત ગ્રંથો રચવાની જરૂર પડી હશે, તેથી તત્ત્વાર્થસૂત્ર જેવા પ્રમુખ ગ્રંથની રચના કરી. તેના રચયિતા વાચક ઉમાસ્વાતિ છે. તેમણે ગુરુપરંપરાથી અહંતુ ઉપદેશને સારી રીતે ધારણ કરી, તુચ્છ શાસ્ત્રોથી મતિમ અને દુઃખી લોકોનાં હિત માટે અનુકંપાથી પ્રેરાઈ તત્ત્વાર્થાધિગમસૂત્ર'નીરચનાકુસુમપુર નગરમાં કરી. આસૂત્રનો પ્રારંભ સમકિતથી થાય છે. जीवाजीवासव बन्धसंवरनिर्जरा मोक्षास्तत्त्वम्। અહીંવાચક ઉમાસ્વાતિએ સાતતત્ત્વો"દર્શાવેલ છે. તેમજ તત્ત્વજ્ઞાનના અન્ય ઉપાયો પણ દર્શાવેલ છે. “સત્સંધ્યાસેત્રસ્પન કાનાત્તર ભાવાત્મહુવૈ"અર્થાત્ સતું, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પબદુત્વ. ૧)સતુ-અસ્તિત્ત્વ, સમકિત છે કે નહીં? છે તો કોનામાં છે? જીવમાં કે અજીવમાં? જીવમાં છે. ૨)સંખ્યા-ભેદ. સમકિતના અધ્યવસાયની અપેક્ષાએ અસંખ્યાત પ્રકાર છે. સમકિતીઅનંત છે. ૩) ક્ષેત્ર-સ્થાન, સમકિત લોકનાઅસંખ્યાત ભાગમાં છે. ૪) સ્પર્શન-લોકના અસંખ્યાત ભાગને સ્પર્શ કરે છે. ૫) કાલ - એક જીવની અપેક્ષાએ જઘન્ય અંતર્મુર્ત, ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ અને વિવિધ જીવોની અપેક્ષાએ દેશોના અર્ધપુલપરાવર્તન કાળની સ્થિતી સમકિતીની છે. ૬) અંતર - વિરહકાળ. એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મહત, ઉત્કૃષ્ટથી અર્ધપુગલ પરાવર્તન. વિવિધ જીવોની અપેક્ષાએવિરહકાળ-અંતરનથી. ૭) ભાવ-પથમિક,સાયિક અને ક્ષયોપથમિક આત્રણ ભાવનું સમકિત છે. ૮) અલ્પબદુત્વ સૌથી થોડા પથમિક સમકિતી છે, તેનાથી ક્ષયોપશમ સમકિતી અસંખ્યાત ગુણા, તેનાથી ક્ષાયિકસમકિતી અનંતગુણા(સિદ્ધની અપેક્ષાએ) છે. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં સમકિતનું સ્વરૂપ, લક્ષણ, ઉત્પત્તિ, પ્રાપ્તિના ઉપાય ઉપલબ્ધ થાય છે. સમકિતના વિસ્તારનું આ પ્રથમ સોપાનસૂત્ર છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy