SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે મારા મનોરથ સફળ થયાં છે. મારુંનિર્ધારિત કાર્ય પૂર્ણથયું છે...૮૬૨ ગુરુથી સુખી થવાય છે. ગુરુથી શુભગતિ મળે છે. ગુરથી ગુણોની વૃદ્ધિ થાય છે. ગુરુથી શાની થવાય છે. ગુરથી દાનેશ્વરીથવાય. ગુરથી આગમના અર્થ અને પરમાર્થનું રહસ્ય પ્રાપ્ત થાય છે...૮૬૩ ગુરના માધ્યમે જે મનુષ્ય ધર્મક્રિયાનિત્ય કરે છે, તે સંસાર તરી શકે છે. ગુરુથી હૃદયમાં ઉપશમભાવની પ્રાપ્તિ થાય છે. ગુરુ સાથે સંઘર્ષ કરનાર જગતમાં ક્યાંય સ્થાન પ્રાપ્ત કરી શકતો નથી. ગુરુનાનામે અનેક જીવો તરી ગયાં છે.૮૬૪ હે માનવ! ઉપરોક્ત કારણોને જાણીને તમે ગુરુની સેવા કરો. હું વિજ્યાનંદગુરુને નમસ્કાર કરું છું. જ્ઞાની ગુરુનું નામ સ્મરણ કરતાં મારા અંતરમાં અપૂર્વઉલ્લાસ થાય છે.૮૫ વિજ્યાનંદસૂરિએ નાનપણમાં સંયમ અંગીકાર કર્યો છે. તેઓ આજીવન બ્રહ્મચારી છે. તેમણે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. તેમના વિષય-કષાય ઉપશાંત થયા છે. તેઓ રાગ-દ્વેષને પ્રેમ કરતા નથી...૮૬૬ વિજ્યાનંદસૂરિનાદીક્ષાગુર હીરવિજયસૂરિ છે. તેઓ સંયમજીવનમાં નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે છે. તેઓ શેરડીના રસ જેવાંમીઠાંઅને મધુરવચનો બોલે છે. તેઓ સરળ ભાષામાં લોકોને ઉપદેશ આપે છે...૮૬૭ તે નિરોગી છે. શુદ્ધ જોગી છે. તેઓ વેરવિરોધનું શમન કરે છે. જે વિજયાનંદસૂરિની સેવા કરે છે. તે સુખ શાંતિ પ્રાપ્ત કરે છે...૮૬૮ તપગચ્છના નાયક, જેમની ઉજ્જવલ કીર્તિ ચારે તરફ ફેલાયેલી છે. જેઓ પંચાચારનું સુંદર રીતે પાલન કરે છે. જેઓ છત્રીસ ગુણોથી યુક્ત છે. તેમણે પોતાનાં ઉપદેશ દ્વારા અનેક નરનારીઓને સંસારમાંથી ઉગાર્યા છે...૮૬૯ તેવા સદ્દગુરુના ચરણોનું પ્રક્ષાલન કરી, સરસ્વતી માતાનું અર્ચન કરી, ચોવીસ જિનેશ્વર ભગવંતો તથા ગણધરોને વંદન કરી સમકિતસાર રાસની રચના કરી છે...૮૭૦ કયા દેશમાં, કયા ગામમાં, કયા વર્ષમાં, કયા પક્ષમાં, કઈ તિથિમાં, કયા સંવત્સરમાં આરાસ રચાયો છે? સ્ત્રીના પતિથી મોટા, સગપણમાં સગા મોટાભાઈ, તેવા એક સુંદર મહિનામાં આ રાસ લખ્યો છે. (સ્ત્રીના પતિથી મોટાએટલેજેઠ.અર્થાત જેઠ માસમાં આરાસરચાયો છે.)....૮૭૧ - પ્રથમપક્ષ એટલે સુદ પક્ષ હતો. ચંદ્રનો ઉદયહતો અર્થાતુ બીજ હતી. ગુરુવારે રાસ કવનનો પ્રારંભ થયો છે.ચંબાવટી (ખંભાત) નગરીમાં આરાસની રચના થઈ. જ્ઞાનીઓ તેને પ્રમાણ કરજો.૮૭૨ શ્રી સંઘવી મહિરાજ અત્યંત પ્રશંસનીય છે. તેઓ વિસલનગરના રહેવાસી છે. તેઓ સંઘવી કુટુંબના પ્રતિષ્ઠિત અને મોભીવ્યક્તિ છે. તેઓ સમકિતધારી છે. તેમની મિથ્યાત્વરૂપી કુબુદ્ધિદૂર થઈ છે...૮૭૩ તેમનો સુપુત્ર સુદૃષ્ટિવાળો છે. તેનું નામ સાંગણ સંઘવી છે. જે ગચ્છાધારી છે. તેમણે સંઘપતિનું બિરુદ ધારણ કર્યું છે. તેમણે પુણ્યની દોરી વધારી છે. (પુષ્કળ પ્રમાણમાં પુણ્ય ઉપાર્જન કર્યું છે.).૮૭૪ તેઓ બાર વ્રતધારી છે. તેઓ દાન-શીલ-તપ ધર્મના આરાધક છે. તેઓ જિનેશ્વર દેવની ભાવપૂર્વક ભક્તિ કરે છે. તેઓ પરસ્ત્રીનું મુખપણ જોતાં નથી...૮૭૫
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy